Bin Anamat Ayog yojana
ખાસ બિન અનામત(Bin Anamat Ayog Yojana) ( જનરલ કાસ્ટ ) માટે ખાસ સરકારી યોજનાઓ
9.How To get Bin Anamat Ayog Certificate - full process | બિન અનામત આયોગ સર્ટીફીકેટ
જનરલ કેેગરીના લોકો કે જે કોઈ પણ આનમત વર્ગ માં નથી આવતા તેવા લોકો અને વિદ્યાર્થીઓ માટે બિન અનામત વર્ગ નાં આયોગ દ્વારા નીચેની યોજનાઓ ચલાવવામાં આવેછે.
જે તમામ યોજનઓ નાં જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને પોતાની જાતે ફોર્મ કેવીરીતે ભરવું તેની ( A to Z ) માહિતી નીચેની લિંક્સ દ્વારા મળી રહેશે.
1.Coaching Sahay Yoajana | કોચિંગ સહાય યોજના
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી-(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ તથા વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ( ક્લાસ ૩ ), પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે તથા બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાંથી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- ( વીસ હજાર) અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
2.Bhojan Bill Sajay Yojana | હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનબીલ સહાય યોજના
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:(From Bin Anamat Ayog Yoajna)
ગુજરાત ના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તો તેવા સરકારી / અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ( કુલ વાર્ષિક Rs.૧૫૦૦૦/-) ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર રહેશે.
૩.Shaikshanik Abhyash Loan | શૈક્ષણીક અભ્યાસ લોન યોજના
યોજનાનું સ્વરૂપ/ તથાલોન સહાયના ધોરણો:
રાજ્યમાં ચાલી રહેલ
મેડીકલ,
ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,
વ્યવસાયિક અભ્યાસક્રમો,
ઇજનેરી,
ટેકનોલોજી,
ફાર્મસી,
આર્કિટેકચર,
આર્યુવેદિક,
હોમીયોપેથી,
ફિઝીયોથેરાપી,
વેટરનરી વગેરે
સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,
નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે.
(હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વગેરે સિવાય,)
સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂા.૧૦,૦૦,૦૦૦/- ( દશ લાખ) પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪% ટકાના સાદા વ્યાજે બિન અનામત વર્નિગું નીગમ તરફથી આપવામાં આવશે.
4.Swa Rojgar laxi Yojana | સ્વ રોજગાર લક્ષી યોજનાં
રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
https://vishalpatelsir.blogspot.com/2022/09/swa-rojgar-yojana.html
5.Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજનાનાં
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
https://vishalpatelsir.blogspot.com/2022/09/Tuition-sahay-yojana.html
6.JEE, GUJCET, NEET Exam Coaching Sahay Scheme | જી(JEE), ગુજકેટ(GUJCET) તથા નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
બિન અનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ કે એન્જીનિયરીંગ અભ્યાસ માં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ તેમજ નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ કે તેથી વધુ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- ( વીસ હજાર) અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળશે.
https://vishalpatelsir.blogspot.com/2022/09/JEE-GUJCET-NEET-Exam-Coaching-Sahay-yojna.html
7.Govt loan for startup business | વ્યાજ સહાય યોજના | Yyaj sahay Yojana
યોજનાનું - સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate) માટે વ્યાજ સહાય.
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
સ્નાતક તબીબ (Doctor), વકીલ(Advocate), ટેકનીકલ સ્નાતક(Engineering Graduate) થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક, પોતાની લેબોરેટરી, રેડીયોલોજી - ક્લીનીક કે પોતાની ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦,૦૦,૦૦૦/- ( દસ લાખ ) સુધીની લોન પર ૫% વ્યાજ સહાય મળશે.
https://vishalpatelsir.blogspot.com/2022/09/Vyaj-sahay%20Yojna.html
8.Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
ધોરણ-૧૨ પછી M.B.B.S,
સ્નાતક થયા પછી (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય ગણાશે) અનુસ્નાતક નો અભ્યાસ કરવા તેમજ
સ્નાતક થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે .
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫,૦૦,૦૦૦/- રૂ (પંદર લાખ)ની વિદેશ અભ્યાસ લૉન ગુજરાત બિન અનામત વર્ગો માટેનું વિકાશ નિગમ તરફથી વાર્ષિક ૪% (ચાર ટકા લેખે) સાદા વ્યાજ પર મળશે.
https://vishalpatelsir.blogspot.com/2022/09/blog-post.html
9.How To get Bin Anamat Ayog Certificate - full process | બિન અનામત આયોગ સર્ટીફીકેટ
કેવીરીતે મેળવવું તેની સંપુર્ણ માહિતી. જલ્દીથી કરીદો અપ્લાય.
https://vishalpatelsir.blogspot.com/2022/09/Bin-anamat-Ayog-certificate.html
અન્ય યોજનાઓ
Vhali Dikri Yojana - વ્હાલી દીકરી યોજના
દીકરીઓ માટે એક ઉત્તમ યોજનાં વ્હાલી દીકરી યોજનાં છે. આ યોજનામાં દરેક દીકરી ને રૂ. ૧,૧૦,૦૦૦/- (એક લાખ દસ હજાર) ની સહાય મળશે
https://vishalpatelsir.blogspot.com/2022/09/vhali-dikari-yojana.html
APY (અટલ પેન્શન યોજના ) pension yojana
અટલ પેન્શન યોજના (APY) એ ફકત ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના(apy pension scheme) -APY હેઠળ, ગ્રાહકોને તેમની 60 વર્ષની ઉંમરે તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ( ૧ હજાર થી લઈને ૫ હજાર ) ગેરંટીડ માસિક પેન્શન આપવામાં આવશે.
https://vishalpatelsir.blogspot.com/2022/10/atal-pension-yojana-apy.html
Conclusion
આમ જો આપ બિન અનામત વર્ગ એટલેકે જનરલ કાસ્ટ માથી હોય તો ઉપરોક્ત Bin Anamat Ayog Yojana નો લાભ આપ સહેલાઇ થી લઇ શકો છો. અને આ ઉપરાંત જો આપ અન્ય તમામ યોજનાની માહિતી મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ જેથી કરીને તમને તમામ યોજનાઓ ની માહિતી સૌ પ્રથમ મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment