Vahli Dikri Yojana - Guajrat | વ્હાલી દીકરી યોજના

Vahli Dikri Yojana online Application | વ્હાલી દીકરી યોજના


Details of Vhali Dikri Yojana - વ્હાલી દીકરી યોજના ની માહિતી 

નમસ્કાર મિત્રો હાલના સમય માં મહિલા અને સ્ત્રી સશક્તિકરણ ની ઘણી બધી યોજનાઓ સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવે છે જેમાં દીકરીઓ માટે એક ઉત્તમ યોજનાં વ્હાલી દીકરી યોજનાં છે. આ યોજનામાં દરેક દીકરી ને રૂ. ૧,૧૦,૦૦૦/- (એક લાખ દસ હજાર) ની સહાય મળશે. અને આ યોજનાની ખાસિયત એ છે કે તેમાં જરૂરી  ડોક્યુમેન્ટ પણ સાવ ઓછા છે જેથી આ યોજનાનો લાભ લેવો સાવ સરળ છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિસ્તારમાં,




Vhali Dikri yojana key Points | વ્હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ.

-દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
-દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
-દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
-બાળલગ્ન અટકાવવા.

Vahli Dikri Yojana Application
Vahli Dikri Yojana Application



Benefits of Vhali Dikri yojana | વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભો.

વ્હાલી દિકરી યોજના' માં નીચે મુજબ હપ્તામાં રૂ.૧,૧૦,૦૦૦/- ( એક લાખ દશ હજાર) મળવા પાત્ર છે.
પ્રથમ હપ્તો,
દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ૪,૦૦૦/- ( રૂ. ચાર હજાર) મળવાપાત્ર થશે.
બીજો હપ્તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬,૦૦૦/-(રૂ. છ હજાર) ની સહાય મળવાપાત્ર થશે.
ત્રીજો ( છેલ્લો ) હપ્તો,
૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- ( એક લાખ )સહાય મળવાપાત્ર થશે.
 પરંતુ તે સમયે (૧૮ વર્ષની થાય ત્યારે) દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.
આમ કુલ લાભ પ્રથમ હપ્તો( ૪૦૦૦) + બીજો હપ્તો(૬૦૦૦) + ત્રીજો હપ્તો(૧૦૦,૦૦૦) = ૧,૧૦,૦૦૦/- મળવા પાત્ર છે 

 આ તમામ રકમ દીકરીના બેંક એકાઉન્ટ માં ઓનલાઈન માધ્યમ થી જમા કરવામાં આવશે 

નોંધઃ
૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

Eligibility Criteria Of Vhali Dikri yojana - લાભાર્થીની પાત્રતા

તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
દંપતિની વધુમાં વધુ બે (૨) દિકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- પ્રથમ સંતાન દીકરી હોય તો - 
તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ( દંપત્તિ નું પહેલું સંતાન જ દીકરી હોય તેવા કિસ્સામાં સંતતિ નિયમન નું ઓપરેશન કરાવવું જરૂરી નથી)

પ્રથમ અને દ્વિતીય બંને સંતાન દીકરી હોય તો. 
- જો દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી(પ્રથમ અને બીજી બંને દીકરી) પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.(દા. ત. જે દંપત્તિ ને પ્રથમ સંતાન દીકરી હતી તે સમયે પ્રથમ દીકરી નું ફોર્મ ભરેલ હોય અને બીજું સંતાન પણ દીકરી જન્મે તો બીજી દિકરી માટે પણ આ યોજનાનો લાભ મળશે પરંતુ બીજી દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવવુ પડશે)

પ્રથમ સંતાન દીકરો હોય અને બીજું સંતાન દીકરી હોય.
જે દંપત્તિ ને પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય(બીજું સંતાન ) દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.

પ્રથમ સંતાન દીકરો હોય અને બીજા સંતાન વખતે જોડિયા સંતાન જન્મે અને તે બંને દીકરી હોય તો -
 જે દંપત્તિ ને પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને વ્હાલી દિકરી યોજના' નો લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.

ટુંકમાં જે દંપત્તિ ને પ્રથમ અથવા બીજું સંતાન સુધી દીકરી હોય તેવા દંપત્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે ત્રીજા સંતાન માટે કોઈ અવકાશ નથી.

નોંધ.
દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮(અઢાર)વર્ષ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.
૧૮ વર્ષની ( અઢાર વર્ષ થી ઓછી ) વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.



વ્હાલીદિકરીયોજનામાં આવક મર્યાદા

‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નિની સંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રુપિયા ૨,૦૦,૦૦૦/- ( બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

Time Limit of Application of Vhali Dikri Yojana - અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?.

તા.૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ તમામ
દિકરીઓના કુટુંબીજનો દ્વારા, દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં ( Within One Year of Birth for Daughter ) નિચત નમૂનામાં આધાર પુરાવા સહિત( જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે) અરજી કરવાની રહેશે.


Required Document list For Vhali Dikari Yojana | અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા.


  •  દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના આધારકાર્ડ. (બંનેના)
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ આવક નો દાખલો)
  • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા( જો અગાઉ કોઈ સંતાન  જન્મેલ હોય અને લાભ બીજા સંતાન તરીકે જન્મેલ દીકરી માટે લેવાનો હોય તો પ્રથમ જન્મેલ દીકરી અથવા દીકરા નું જન્મ નું પ્રમાણ પત્ર)
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર
  • (બીજું સંતાન હોય ત્યારે)
  • દીકરીના નામનું ( જોઇન્ટ હોય તો પણ ચાલે) બેંક એકાઉન્ટ ની પાસબુક ની નકલ.
  • દીકરીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો.

Application Process of Vhali Dikari yojana | વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું?


આ પોસ્ટ ની નીચે Download વિભાગ માં પણ તમને pdf મળી જશે જેની તમે પ્રિન્ટ કઢાવી શકો છો જેમાં તમને અરજી પત્રક, સ્વ ઘોષણા (self Decleration Form ) આધાર ઉપયોગિતા ની સંમતિ પત્ર નો આખો સેટ મળી જશે.
અથવા 
વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે થી વિના મૂલ્યે (Free) મળશે.અને ત્યાર બાદ તમે આ પોસ્ટ માં નીચે આપેલ Download લીંક પરથી સ્વ ઘોષણા ( સેલ્ફ Decleration) ફોર્મ અને આધાર ઉપયોગ અંગેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરિલો.
નોંધ. અગાઉ સક્ષમ અધિકારી સમક્ષ સોગાંધનામુ રજૂ કરવું પડતું હતું પરંતુ સરકાર શ્રીના નવા ઠરાવ મુજબ ફક્ત માતા અને પિતાએ જાતે સહી કરેલ સ્વ ઘોષણા (self Decleration Form ) જ રજૂ કરવું પડશે સોગંધ નમાં ની જરૂર નથી.

Application Form: 

   મિત્રો જ્યારે તમે નીચે આપેલ ડાઉનલોડ લીંક પરથી કે જે તે કચેરી પરથી ફોર્મ મેળવશો તે ફોર્મ નીચે મુજબ હશે જેમાં તમારે  જેમાં દીકરીનો ફોટો લગાવી ને માંગ્યા મુજબ વિગતો ભરવી.
ત્યાર બાદ બીજા ફોરમના બીજા પેજ માં તમને જીચે મુજબ વિગતો દેખાશે જેમાં તમારે કુટુંબની વિગત ભરી એકરાર નામમાં સહી કરવાની રહેશે.અને કે પુરાવા સાથે રજૂ કરેલ હોય તેની સામે ટિક માર્ક કરવું.
 
Vhali Dikri Yojana Application Form
Vhali Dikri Yojana Application Form

થોડા સમય અગાઉ શક્ષમ અધિકારી સમક્ષ સોગાંધનામું કરવું પડતું હતું પરંતુ હવે નીચે દર્શાવેલ ફોર્મ સ્વ ઘોષણા ( સેલ્ફ Decleration) ફોર્મ છે જેમાં સહી કરી ને રજૂ કરવાથી સોગંધ નામુ રજૂ કરવું નહિ પડે.

સેલ્ફ Decleration Form

Vhali Dikri Yojana Application Form Sogandh namu
નીચે દર્શાવેલ ફોર્મ આધારના ઉપયોગ હેતુ સંમતિ પત્ર છે જેમાં નામ આધાર નંબર અને મોબાઇલ નંબર ની વિગત ભરવી.

Aadhar Use Form


Vhali Dikri Yojana Application Form Sogandh namu
Vhali Dikri Yojana Application Form Sogandh namu

Downloads







Institute Address and Contacts for Vhali Dikri Yojana

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો.

ગ્રામસ્તરે:
આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો.

તાલુકા સ્તરે -
જે તે તાલુકાની - સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી (ICDS)ની કચેરી નો સંપર્ક કરવો

જિલ્લા સ્તરે -
મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી નો સંપર્ક કરવો.

રાજ્ય સ્તરે-

મહિલા અને બાળ વિકાસ વિભાગ
ગુજરાત સરકાર
મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલાવીંગ) બ્લોક નં -૨૦,ડૉ.જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર
વ્હાલી દિકરી યોજના”
www.wcd.gujarat.gov.in

Frequently Asked Questions (FAQ)

પ્રશ્ન.Vhali Dikri yojana | વ્હાલી દિકરી યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?
જવાબ. રૂ ૧૧૦,૦૦૦/-

પ્રશ્ન.પ્રથમ દીકરી હોયતો વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે?
જવાબ.હા.

પ્રશ્ન.વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ?
જવાબ.દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાના આધારકાર્ડ. (બંનેના)
માતાના જન્મનું પ્રમાણપત્ર
માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ આવક નો દાખલો)
કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા( જો અગાઉ કોઈ સંતાન જન્મેલ હોય અને લાભ બીજા સંતાન તરીકે જન્મેલ દીકરી માટે લેવાનો હોય તો પ્રથમ જન્મેલ દીકરી અથવા દીકરા નું જન્મ નું પ્રમાણ પત્ર)
સંતતિ નિયમનનું પ્રમાણપત્ર
(બીજું સંતાન હોય ત્યારે)
દીકરીના નામનું ( જોઇન્ટ હોય તો પણ ચાલે) બેંક એકાઉન્ટ ની પાસબુક ની નકલ.
દીકરીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો.

પ્રશ્ન.વ્હાલી દીકરી યોજનાની સહાય કેવી રીતે મળશે?
જવાબ:વ્હાલી દિકરી યોજના' માં નીચે મુજબ હપ્તામાં રૂ.૧,૧૦,૦૦૦/- ( એક લાખ દશ હજાર) મળવા પાત્ર છે.
પ્રથમ હપ્તો,
દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ૪,૦૦૦/- ( રૂ. ચાર હજાર) મળવાપાત્ર થશે.
બીજો હપ્તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬,૦૦૦/-(રૂ. છ હજાર) ની સહાય મળવાપાત્ર થશે.
ત્રીજો ( છેલ્લો ) હપ્તો,
૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- ( એક લાખ )સહાય મળવાપાત્ર થશે.
 પરંતુ તે સમયે (૧૮ વર્ષની થાય ત્યારે) દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.
આમ કુલ લાભ પ્રથમ હપ્તો( ૪૦૦૦) + બીજો હપ્તો(૬૦૦૦) + ત્રીજો હપ્તો(૧૦૦,૦૦૦) = ૧,૧૦,૦૦૦/- મળવા પાત્ર છે.

પ્રશ્ન. વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા મટે સોગંધનામું જરૂરી છે?
જવાબ. નાં.


Conclusion

આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે પણ તમારી દીકરી માટે આ વ્હાલી દીકરી યોજનાનો લાભ લઈ શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment