નમસ્કાર મિત્રો, આજના સમયમાં ઇન્ટરનેટ બેન્કિંગ અને ડિજિટલ વ્યવહારો વધતા જાય છે. અને આપણે સૌ લેવડ દેવડ જડપથી પતે તે માટે અલગ અલગ એપ્સ નો ઉપયોગ કરતા હોઈએ છે. પરંતુ ડિજિટલ ટ્રાંજેક્ષન વધવાની સાથે સાથે લૂખા તત્વો પણ વધી રહ્યા છે. અને અલગ અલગ પ્રકારે લોકોને છેતરવાના પ્રયાસો કરેછે. આજે આપણે આ પોસ્ટમાં વિવિધ પ્રકારના ફ્રોડ્સ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું અને તે ફ્રોડ કેવીરીતે કરવામાં આવેછે ને તેનાથી બચવાના ઉપાયો થકી પોતાના મહેનતનાં પૈસા કેવીરીતે બચાવી શકાય તે પણ જોઈશું. ત્યારબાદ How to online complaint against cyber fraud.( ફ્રોડ થી બચી ને તેની ફરીયાદ કેવિતિતે કરવી) તે પણ જોઈશું.
હ્રદય પૂર્વક વિનંતિ: મિત્રો ખુબજ મહેનત બાદ તમામ સાયબર ક્રાઈમ(Cyber Crime ) તથા સાયબર ફ્રોડ (Cyber Frauds) ના પ્રૂફ(Proof Of Cyber Crime) મેળવેલ છે. તો આ પોસ્ટ અચૂક વાચો બને તેટલી વધારે માં વધારે શેર કરો જેથી તમારા અને આપણાં જ કોઈ ભાઈ કે સગા નાં મહેનત નાં પૈસા લૂખા તત્વો હડપી ન જાય અને આ પુણ્ય નાં કામમાં સહભાગી બનો. આભાર.
સામાન્યરીતે અસામાજિક તત્વો દ્વારા નીચે મુજબના પ્રચલિત ફ્રોડ કરવામાં આવેછે.
Types of Cyber Crime of Cyber Frauds and Proof of Cyber Crime (Cyber Frauds).
- WhatsApp Video call fraud (વોટ્સેપ વિડિયોકોલ ફ્રોડ)
- Facebook page clone fraud (ફેસબુક પ્રોફાઈલ પેજ ફ્રોડ)
- Phone pe Gpay wrongly credit fraud (ફોન પે, G પે ખોટા ક્રેડિટ સ્ક્રિન શોટ ફ્રોડ)
- paytm KYC Update Fraud (Paytm KYC કોલ ફ્રોડ )
- Online Gaming Fraud (ઓનલાઈન ગેમિંગ ફ્રોડ)
- Electricity Bill Pending Fraud (ઈલેક્ટ્રીસીટી બિલ પેન્ડિંગ કોલ ફ્રોડ)
- Prize won Ticket fraud (ઇનામી કુપન વિનર ફ્રોડ)
- Mobile Number lucky Draw Fraud (મોબાઈલ નંબર લકી ડ્રો ફ્રોડ)
- Car Win in lottery fraud ( લોટરી માં તમે કાર જીત્યા નો ફ્રોડ)
- Job fraud ( નોકરી લાગ્યા નો ફ્રોડ )
- 4G to 5G Sim conversation fraud ( 4જી થી 5જી સીમ કન્વર્ટ ફ્રોડ)
- SIM Swaping fraud ( સીમ સ્વેપિંગ ).
અને અંતમાં જોઈશું આ પોસ્ટનો બમ્પર ફ્રોડ જે ખુબજ નવો છે અને તેની માહિતી પહેલેથીજ મેળવી લો જેથી જ્યારે પણ તમારી સાથે આ ફ્રોડ કરવા ટ્રાય થાય તો બચી શકાય.
તે છે,
- Custom Clearance Fraud ( કસ્ટમ કલીયરન્સ ફ્રોડ.)
તો ચાલો આ તમામ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
SIM Swaping fraud ( સીમ સ્વેપિંગ ): કોઇપણ જાતના OTP વગર બેન્કનું ખાતું ખાલી થઈ શકે છે.
મિત્રો નવેમ્બર તેમજ ડિસેમ્બર ૨૦૨૨ માં આ સીમ sweping ફ્રોડ ખુબજ વધ્યો છે જેમાં દિલ્હી માં એક વ્યક્તિને ૧ કરોડ ૫૦ લાખ, મુંબઈ માં ૪૮ લાખ અમદાવાદ માં ૧૦,૯૦,૦૦૦/-. નું નુકશાન થયું અને આવતો ઘણા બધા કિસ્સા હશે જે સામે નથી આવ્યા પરંતુ આ sim Swepping cybercrime નો ભોગ બનેલ છે. અને આ ફ્રોડ માં ખાતેદાર પાસે ખાતામાંથી પૈસા કપાયાનો મેસેજ પણ નથી આવતો જેથી તેને રોકી પણ નથી શકાતું. તો આજે જોઈએ કે આ સાયબર ફ્રોડ થી કેવી રીતે આચરવામાં આવેછે અને તેનાથી કઇ રીતે બચી શકાય.
SIM Swaping fraud ( સીમ સ્વેપિંગ ) બે રીતે થી શકે છે.
૧. તમારી વિગતો મેળવીને ગુનેગાર તમારું હાલનું સીમ બંધ કરાવી દેછે અને નવું સીમ ઇસ્યુ કરીને.
૨. તમારા નંબર નું e-sim ( સીમ કલોનિંગ ) બનાવીને.
તો ચાલો જોઈએ આ બંને પદ્ધતિ વિશે વિસ્તૃત માં જોઈએ.
૧.તમારી વિગતો મેળવીને ગુનેગાર તમારું હાલનું સીમ બંધ કરાવી દેછે અને નવું સીમ ઇસ્યુ કરીને.
આ પદ્ધતિ માં ગુનેગાર નકલી ઑફર ની લીંક કે કોઈ ફ્રોડ કોલ કરીને તમારું નામ અને એડ્રેસ ની વિગતો અને તમારા ડોક્યુમન્ટનાં નંબર ને પણ મેળવી શકે છે. આ વિગતો મેળવવા તે ગુનેગાર સામાન્ય રીતે નકલી વેબસાઈટ બનાવી ને તમારું નામ ઇમેઇલ અને આધારકાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ, તમારા સીમકાર્ડ ની વિગતો મેળવી લે. અને તે વિગતો લઈને તે લોકો તમારી કંપનીનાં કસ્ટમર કેર માં કોલ કરેછે અને તમારું નામ આપીને કહેછે કે મારું સીમકર્ડ ખોવાઈ ગયું છે તેથી તે સીમ બંધ કરી દો અને નવી e sim ઇસ્યુ કરો. આમ આ લોકો તામ્ર સીમ. બંધ કરવી દેછે. અને નવું ઇ સીમ મેળવી લેછે. ત્યારબાદ તે નવા ઈ સીમ દ્વારા જે પણ વ્યવહાર કરે તેની તમને કોઈજ જાણ હોતી નથી અને તમારી જાણ બહાર તમારું બેંક બેલેન્સ સાફ થઈ જાય છે.
૨. તમારા નંબર નું e-sim ( સીમ કલોનિંગ ) બનાવીને.
ગુનેગાર તમને કોલ કે મેસેજ કરશે અને કહેશે કે તે જેતે કંપની નાં કસ્ટમર કેર માથી વાત કરેછે અને તમારું સીમ ઘેર બેઠા 4G થી 5G અપગ્રેડ કરી આપશે. તેના માટે તમારે ફક્ત એક મેસેજ સેન્ડ કરવાનો રહેશે. ત્યારબાદ તે તમને esim<SPACE>ગુનેગાર નું ઇમેઇલ આઇડી. નો મેસેજ તમારા ઓપરેટર ને સેન્ડ કરાવે છે. બસ હવે આ ઇમેઇલ પર તમારા નવા e sim નો QR કોડ જશે જે સ્કેન કરીને તમારા નંબર નું E-SIM જનરેટ કરીને ગુનેગાર કોઈપણ જાતનાં ઓનલાઇન ટ્રાંજેક્ષન કરે તેનો OTP તમારી પાસે નથી આવતો પરંતુ ગુનેગાર પાસે જાયછે જેનો ઉપયોગ કરીને તે તમારું બેંક બેલેન્સ ખાલી કરી દેછે જેની તમને જાણ પણ નથી થતી.
આ ફ્રોડ થી બચવું કેવીરીતે?
સીમ અપગ્રેડ કરવામાટે તમે જેતે ટેલિકોમ કંપની નાં આઉટલેટ્સ પર જવાનો આગ્રહ રાખો કારણકે નવા સીમ અને જુના સીમ બંનેના ટેકનિકલ ઇનપુટ અલગ અલગ હોય છે તેથી તમારે ફિઝિકલ સીમ ચેન્જ કરવું પડેછે. આ ઉપરાંત esim પર કોઈ પણ જાણતો SMS કરતા પહેલા તમારી ઇમેઇલ આઇડી ને વેરીફાઈ કરો તેમાં એક પણ શબ્દ ખોટો નથી ને. કારણકે એક પણ અક્ષર નાં ફેરફાર નાં કારણે આખી ઇમેઇલ આઇડી બદલાઈ જાય છે. આમ અમુક નાની નાની વાતો નું ધ્યાન રાખીને પોતાનું મોટું નુકશાન થતું બચાવી શકો છો.
આ ઉપરાંત જો તમારું સીમ અચાનક જ બંધ થઈ જાય તો તરતજ બીજા મોબાઈલ થી તમારા ઓપરેટર નાં કસ્ટમર કેરમાં કોલ કરીને માહિતી મેળવી લેવી.
WhatsApp Video call fraud (વોટ્સેપ વિડિયોકોલ ફ્રોડ)
હાલના સમયમાં આ ફ્રોડ ખુબજ પ્રચલિત છે. આ ફ્રોડમાં તમને એક ફેક પ્રોફાઈલ થી તમારા વેટ્સેપ પર મેસેજ આવશે
જેમાં કોઈ સુંદર છોકરીનો Dp રાખેલ હશે જેમાં તમારી પાસે થોડીવાર hi - hello કરીને તમને કહેવામાં આવશે ચાલો ચાલો વિડિયો કોલ માં વિડિયો s*x કરીએ.
ત્યારબાદ જો કોઈ આ વાત માનેછે તો તેને બાથરૂમ માં જવા માટે કહેવામાં આવેછે અને ત્યાં પછી તમને એક રેકો્ડિંગ થી છોકરીના અવાજ માં આપનારા ફેસ દિખાઓ ઠીક સે દિખ નહી રહા એમ કરીને તમારો ફેસ બતાવવા કહેવામાં આવેછે. અને ફેસ જોયા પછી તમને સામે એક વિડિયો દેખાડવામાં આવે છે જેમાં કોઈ કોલ ગર્લ નગ્ન થતી દેખાડશે પરંતુ આ એક સેટપ ગોઠવેલું હોય છે તેમાં લૂખા તત્વો એક લેપટોપ માં થી વિડિયો દેખાડતાં હોયછે જેના કારણે તે ચાલુ વિડિયો કોલ પર ઘણી વખત તેનો વિડિયો અને ઓડિયો ઓન-ઓફ કરતા હોય છે. ત્યારબાદ તમને સામે નિર્વસ્ત્ર થવા કહેવામાં આવેછે. અને સામે જો નિર્વસ્ત્ર થાવ ત્યારબાદ આ તમામ ચેટ તે મોબાઇલ નાં સ્ક્રિન રેકોર્ડીગ
થી રેકોર્ડ કરતા હોય છે અને આ રેકોર્ડીંગ તમને સેન્ડ કરવામાં આવે છે. આ લોકો ફ્રોડ કરતા પહેલા તમારા ફેસબુક પર તમને રિકવેસ્ટ મોકલીને તમારા ફ્રેન્ડ બનીને તમારા ફેસબુક ફ્રેન્ડ અને ફેમીલી મેમ્બર ની માહિતી મેળવીલેતા હોય છે.અને આ વિડિયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ને શેર કરીએ છીએ તેવી ધમકી આપીને જો શેર નાં કરવું હોય તો તેની સામે પૈસા માંગેછે અને લોકો આબરૂ જવાની બીકે આપિદેતા હોય છે.
બચવાના ઉપાય.
સામાન્યરીતે આવલોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હોયછે જો તમને કોઇ સુંદર છોકરી મેસેજ કરે અને હિન્દી ભાષા નો ઉપયોગ કરે તો સમજી જવું કે આ ફ્રોડ છે અને ખાસ આ લોકો Sharma અટક નો વધુ ઉપયોગ કરતા હોયછે. અને તરતજ બ્લોક કરો.
ઉપરના સ્ટેપ્સ માં તમે વેરિફાય નથી કરી શકતા અને તેમ છતાં તમને લાગેછે કે સામે કોઈ જેન્યુન વ્યક્તિ છે તો વિડિયો કોલ સમયે ઘણી વખત તેનો વિડિયો ઓન ઓફ થાય તો સમજી જવું ke aa ફ્રોડ છે. અને કોઈપણ હરકત કરતા પહેલા તમારો વિડિયો ઓફ જ રાખવો કારણકે કોઈ પણ વ્યક્તિ પાંચ કે સાત મિનિટમાં આ હદ સુધી પહોંચી નાં શકે માટે ખોટા ભરમશો નહી.
જો તમને આવી કોઈ પણ મેસેજ આવે તમે સાવચેત રહીને તમે સ્ક્રીન રેકો્ડિંગ કરીને સાયબર સેલ માં ઓનલાઇન ફરિયાદ કરદો જેથી આવા લૂખા તત્ત્વો આપણાં જ કોઈ ભાઈ કે સગાવ્હાલા નાં પૈસા ખાલી ન કરી શકે.
Facebook Profile page clone fraud (ફેસબુક પ્રોફાઈલ પેજ ફ્રોડ).
હાલમાં થનાર ફ્રોડ માં આ અન્ય પ્રચલિત ફ્રોડ છે જ માં તમારા કોઈ ફેસબુક ફ્રેન્ડ નાં જેવીજ પ્રોફાઈલ બનાવવામાં આવે છે.અને તમને ફ્રેન્ડ રિકવેષ્ટ મોકલવામાં આવે છે. ત્યારબાદ તમને મેસેજ કરવામાં આવે છે કે મારો ફોન બંધ છે વાઇફાઇ થી નેટ ઓન કરીને તમને મેસેજ કર્યોછે મારે અર્જન્ટ માં પૈસાની જરૂર છે એક જગ્યાએ ફસાયો છું તો બને એટલા જલ્દી પૈસા સેન્ડ કરવાનું જણાવવામાં આવેછે. ત્યારબાદ તે લોકો એક G pay અથવા Phone pe નંબર આપીને પૈસા ટ્રાન્સફર કરવા કહેછે.
આ ફ્રોડથી બચવા શું કરવું?
સામાન્ય રીતે લૂખા તત્વો આ ફ્રોડ કરતા પહેલા તમારા મિત્ર નો સીધી અથવા આડકતરી રીતે ફોન નંબર મેળવીને તે બંધ હોય તેવા સમયે તમને કોલ કરેછે જેથી તમે મિસ્કોલ કરીને ચેક કરો તો પણ તમને સાચું લાગે તેનો લાભ ઉઠાવે છે.તો આવા સમયે જો કોઈ મેસેજ આવે તો તમે ફ્રેન્ડ નાં નંબર પર કોલ કરો જો બંધ આવેતો તેના કોઈ ફેમીલી મેમ્બર ને કોલ કરો અને તે ફ્રેન્ડ નાં લોકેશન ની માહિતી લો. અથવા તેની સાથે વાત કરતા તે જેતે તમારો મિત્રજ છે તે વાત સાબિત કરવા ટ્રાય કરો એવો કોઈ સવાલ પૂછો કે જે તમારા બંને નેજ ખબર હોય.
Phone pe Gpay wrongly credit fraud (ફોન પે, G પે ખોટા ક્રેડિટ સ્ક્રિન શોટ ફ્રોડ)
મિત્રો , આ પ્રકારના ફ્રોડ માં તમારા નંબર પર કોલ કરવામાં આવશે અને કહેશે કે તમારા નંબર પર ભૂલથી અમુક રૂપિયા ગૂગલ પે કે ફોન પે થઈ ગયા છે તો તમે એમના આપેલ નંબર પર રીટર્ન કરો. ત્યારબાદ તમને વારંવાર તેઓ ફોન કરેછે કે જલ્દી રીટર્ન કરો હું મુશ્કેલીમાં છું. ત્યારબાદ તમને વોટ્સેપ પર એક ફેક્ સ્ક્રિન શોટ સેન્ડ કરશે જે તદ્દન બનાવટી હોયછે. અને તમે તમારું બેંક નું એકાઉન્ટ્સ ચેક કરશો પરંતુ તેમાં કઈ આવશે નહિ કારણકે તેણે સેન્ડ જ નથી કર્યા. અને તમને એવું પણ કહેશે કે મારા ખાતામાંથી રૂપિયા કપાઇ ગયાછે તમારી બેંક માં પ્રોસેસ માં છે અને બનાવટી સ્ક્રિન શોટ પણ સેન્ડ કરશે ત્યારબાદ એ પૈસા રિફંડ માંગશે.
આ ફ્રોડ થી કેવીરીતે બચવું?
જ્યારે આવો કોઈ કોલ આવે તેવા સમયે તમારે તે વ્યક્તિ ને કહેવું ખોટા ફોન નાં કર નહીતો Fir કરું છુ અને જો સાચેજ તારા પૈસા ખોટી રીતે મારા ખાતામા આવશે તો આવ્યા પછી હું રિફંડ કરી દઈશ એ પહેલા નહી. અને જો મારી બેંક માં પ્રોસેસ માં હોય તો તું તારી બેંક માં જઈને રીવર્સ ચાર્જ બેંક નું ફોર્મ ભરીદે બેંક જ પ્રોસેસ કરીને પાછા લાવી આપશે.( રિવર્સ ચાર્જ બેંક એ એક એવી વ્યવસ્થા છે કે જેનાથી ડિજિટલ પેમેન્ટ કરતી વખતે જો તમારા પૈસા ખોટા ખાતામાં ગયા હોય, કે સામે જેમાં ન મળ્યાં હોય તો બેંક માં જઈને ફોર્મ ભરીને પૈસા રિફંડ મેળવી શકાય છે.)
Paytm KYC Update Fraud (Paytm KYC કોલ ફ્રોડ )
મિત્રો, આ પ્રકારના ફ્રોડમાં તમારા પર એક ફોન આવેછે અને જણાવવામાં આવેછે કે આપના Paytm એકાઉન્ટ na KYC એક્સપાયર થઈ ગયા છે. તો રી કેવાયસી કરવું પડશે. તનામતે તમારે ફોનમાં Anydesk કે અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.( આ એપ્લિકેશન રીમોટ ઍક્સેસ ની એપ્લિકેશન હોય છે જેના દ્વારા તમારા ફોન માં તમે જે પ્રવુતિ કરો તે સામે પેલા લોકોને દેખાતી હોયછે ) આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમને એક નાનું ૧૦ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવેછે આ દરમિયાન તે લોકો બીજી સાઇટ ખોલીને તમે જે તમારા કાર્ડની માહિતી એન્ટર કરોછો તે માહિતી રીમોટ ઍક્સેસ એપ દ્વારા જોઈને બીજી સાઈટ પર નાખતા હોયછે અને લાસ્ટ માં તમને કહેવામાં આવેછે કે હવે મોબાઇલ નંબર વેરિફિકશન માટે OTP આપો (હકીકતમાં આ OTP તે તત્વો દ્વારા તમારા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટેનો હોયછે) તમે જેવો OTP આપશો એટલે તમારા કાર્ડમાંથી પેલા લોકોનું પેમેન્ટ થઈ જશે. આ ફ્રોડ થી કાઇરિતે બચવું?
PAYTM નાં કસ્ટમર કેર માં રજીસ્ટર થયેલ મોબાઇલ નંબરથી કોલ કરીને જાણવું તેમાં KYC સ્ટેટસ નો ઓપ્શન આવેછે તદ ઉપરાંત જો PAYTM એપ માં પણ KYC સ્ટેટસ બતવેજ છે તો વેરીફાય કરી લેવું પરંતુ KYC ને લાગતી કોઈ પણ જાતની માહીતી ફોન પર કોઈને પણ ન આપવી.
Online Gaming Fraud (ઓનલાઈન ગેમિંગ ફ્રોડ)
હાલના સમય માં ઘણીબધી બેટિંગ ની ગેમો બજારમાં ફરી રહીછે જેમકે 1xbeat.com આ બધી ગેમો માં તમે ઓનલાઇન ગેમ રમો ને રુપિયા કામાવો જેવી લાલચ આપવામાં આવશે. પરંતુ તમને જણાવી દઇએ કે આ બધી ગેમો ની વેબસાઇટ નું પ્રોગ્રામિંગ તમને શરૂમાં થોડી હાર પછી થોડી વધારે જીત ત્યારબાદ વધારે હાર કરાવે છે જેથી તમે હરના પૈસા ને કવર કરવા વધારે પૈસા છો અને તેમાં સેટ કરેલ પ્રોગ્રામ મુજબ તમે નાની નાની બેટ તો જીતશો પણ લાલચમાં આવીએ. મોટી બેટ લગાવશો એટલે મોટું નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે.
આ ફ્રોડ થી બચવા શું કરવું?
સામાન્ય રીતે આ ફોડ થી બચવા માટે આવી સટ્ટાબાજી કે જુગારી એપથી બચવું અને આમ પણ સરકાર દ્વારા આવી કોઈ એપ કે વેબસાઈટ ને મંજુરી નથી મળી જેથી જો તમે છેતપીંડીનો ભોગ બનશો તો કાયદાકીય રીતે પણ કંઈ નહિ કરી શકો.
Electricity Bill Pending Fraud (ઈલેક્ટ્રીસીટી બિલ પેન્ડિંગ કોલ ફ્રોડ)
સાયબર ફ્રોડ નો આ એક અન્ય પ્રચલીત થતો પ્રકાર છે. તેમાં તમને કહેમામાં આવે છે કે તમારું લાઈટ બીલ ટેકલિકલ ખામીને કારણે ઓછું બન્યું હતું તો બાકીની રકમ ભરીદો નહીતો આવતીકાલે કનેક્શન કપાઇ જશે અને ફરી પાછું વધારે દંડ ભરીને જ ખુબ લાંબા સમય પછી આપવામાં આવશે. અને નાગરિકોને તકલીફ ના પડે એ માટે ઓનલાઈન પેમેન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ કહીને તમને એક નંબર આપવામાં આવશે તેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવા કહેવામાં આવેછે.જે તદ્દન બનાવટી હોય છે.
અથવા તમને નીચે મુજબ મેસેજ મળશે જેમાં લખેલ હશે કે તારું છેલ્લું લાઇટબીલ પેંડિંગ છે તો આજે રાત્રે તમારું કનેક્શન કપાઇ જશે અને નીચે એક મોબાઇલ નંબર આપીને લખેલ હોયછે કે અમારા ઓફિસરનો કોન્ટેક્ટ કરો.. ત્યારબાદ કોલ કર્યાબાદ તમારી પાસે પૈસા ની માંગણી કરવામાં આવેછે.
ફ્રોડ થી બચવા શું કરવું?
જ્યારે પણ આવોકોઈ કોલ આવેતો તેને કહેવું જે થાય એ કરિલેવું કારણકે વીજળી કંપની માં જો કોઈ બિલ માં રકમ ઓછી હોય તો તેની બાકી આગળના બિલ માં સરભર કરવામાં આવેછે.
Prize won Ticket fraud (ઇનામી કુપન વિનર ફ્રોડ)
ફ્રોડ માં તમારા ઘરે એક ટપાલ દ્વારા નીચે મુજબની એક સ્ક્રેચ કુપન મોકલવામાં આવશે જેમાં તમને એક કોડ અને નીચે મોબાઇલ નંબર હશે જેનો કોન્ટેક્ટ કરતા તમને તમારા બેંક ખાતાની વિગત માંગવામાં આવશે.
ત્યારબાદ નીચે મુજબ નો એક બનાવટી મેસેજ તમને મોકલવામા આવશે જે તદ્દન બનાવટી અને જાતે બનાવેલો હોયછે બેંક કોઈ પણ પ્રકારનો મેસેજ આવો મેસેજ નથી મોકલતી.
જેમાં લખેલ હશે કે તમારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દીધી છે પરથી TDS નાં કારણે રકમ હોલ્ડ થઈ છે તો રકમ જડપથી ટ્રાન્સફર કરો અને જો તમે રકમ ટ્રાન્સફર કરશો ત્યારબાદ તે નબર નો કોઈ જ અતોપતો રહેતો નથી.
આ ફ્રોડ થી કઇ રીતે બચવું?
સામાન્ય રીતે જ્યારે પણ આવી કોઈ કુપન આવે તો જો તમે કુપન ની સામે પૈસા ભર્યા હોય અથવા કોઈ જાણીતી વ્યક્તિ આવી ઇનામી કુપન ચલાવતી હોય તે ચકાસી નેજ. વિશ્વાસ કરવો TDS એ ઇનામી રકમ પર પહેલેથીજ કાપીને આપવામાં આવેછે જેથી TDS ને લીધે કોઈ પણ પ્રકાર ની રકમ અટકતી નથી માટે આવી કુપન આવે તો સીધી રીતે ફાડીને કચરાપેટી માં નાંખવી. હવે તમને એમ લાગશે કે જો આ ખોટું હોય તો અમારા એડ્રેસ પરજ કેમ આવી તો તમને જણાવી દઈએ કે અત્યારે ઘણી બધી જગ્યાએ આપડો ડેટા ઉપલબ્ધ હોય છે એ લોકો ત્યાંથીજ ડેટા ચોરીને તેનો ઉપયોગ કરતા હોયછે.
Mobile Number lucky Draw Fraud (મોબાઈલ નંબર લકી ડ્રો ફ્રોડ)
આ પ્રકારના ફ્રોડ માં તમને ફોન કરીને કહેવામાં આવેછે કે જે તે સિમકાર્ડ ની કમ્પની નાં લકી ડ્રો માં તમારો નંબર નીકળેલ છે તો આપને મળેલ ઇનામ ની રકમ લેવા થોડો ચાર્જ ભરવો પડશે એમ કરીને તમારી પાસે પૈસા પડાવવા ટ્રાય કરવામાં આવે છે.
ત્યારબાદ બીજો તુક્કો એ SMS થી કરવામાં આવે છે. જેમાં તમને એક sms મોકલવામા આવશે જેમાં લખ્યું હશે તમારા મોબાઈલ નંબર ની પસંદગી જે તે સીમકાર્ડ કંપનીનાં લકી ડ્રો માં પસંદગી પામ્યો છે તો વધુ માહિતી માટે કોઈ નંબર પર કોલ કરવાનું કહીને તેના દ્વારા પૈસા પડાવવા નો ટ્રાય કરવામાં આવે છે.
આ જ ફ્રોડ નો ત્રીજો પ્રકાર છે વોટ્સેપ દ્વારા કોન બનેગા કરોડપતિ ( KBC ) નાં નામનો ઉપયોગ કરીને નીચે મુજબ નો પત્ર મોકલવામાં આવે છે.
આમ ઉપરોક્ત વિગત તમારા વોટ્સેપ પર મોકલીને તમને કોલ કરવા જણાવવામાં આવે છે અને જેવી તમ કોલ કરશો એટલે તમને ટેક્સ નાં પૈસ જમા કરાવવાનું કહેવામાં આવેછે જો તમે પૈસા જમા કરશો એટલે ફસાઈ જશો
આ ફ્રોડ થી બચવા શું કરવું?
આ ફરોડથી બચવા માટે તમારે આ મેસેજીસ ને ઇગનોર કરવા જોઈએ અને સાયબર સેલના નંબર પર ફરિયાદ કરવી જોઈએ.
Car Win in lottery fraud ( લોટરી માં તમે કાર જીત્યા નો ફ્રોડ)
આ ફ્રોડ માં તમને કોલ, કે એસએમએસ કે અન્ય મીડિયા દ્વારા મેસેજ કરવામાં આવે છે અને બે - ત્રણ સાદા પ્રશ્નો પૂછવામાં આવેછે ત્યારબાદ તમને જણાવવામાં આવે છે કે તમને ફર્સ્ટ પ્રાઈઝ માં કાર જીત્યા છો. અને તેને તમારા ત્યાં સુધી પહોચાડવા માટે થોડી રકમ આપવી પડશે ટ્રોલ અને RTO માટે એમ કરીને પૈસા પડાવવા ની પ્રયત્ન કરવામાં આવેછે.
આ ફ્રોડ થી બચવા શું કરવું?
આ ફરોડથી બચવા માટે તમારે આ મેસેજીસ ને ઇગનોર કરવા જોઈએ અને સાયબર સેલના નંબર પર ફરિયાદ કરવી જોઈએ.
Job fraud ( નોકરી લાગ્યા નો ફ્રોડ ).
આ પ્રકારના ફ્રોડ નો શિકાર સામાન્યરીતે બે રોજગાર યુવાનોને બનાવવામાં આવે છે. લૂખા તત્વો વિવિધ જોબ પોર્ટલ માથી રોજગાર વાંછુ યુવાનોની પ્રોફાઈલ લઈને તેમને કોલ કરેછે અને કહેછે કે જે તે કંપની માં તમારા CV ની પસંદગી થાયછે તે માટે તમારું ઓનલાઇન ઇન્ટરવ્યુ કરવામાં આવશે. ત્યારબાદ ર થોડા સમય થી ફોન પર બનાવટી ઇન્ટરવ્યુ કરશે. અને કહેશે જે બીજા રાઉન્ડ માટે તમારી પસંદગી થાયછે તેના માટે તમારે થોડી ડિપોઝિટ ભરવું પડશે. જેથી તે PAYTM કે અન્ય માધ્યમ થી તમારી પાસે થોડી રકમ માંગશે. જો તમે એ રકમ આપશો પછી બનાવટી ફોન ફરી આવશે અને ફાઇનલ રાઉન્ડ માટે રકમ માંગશે આમ કરીને એ વારંવાર પૈસા ની માંગણી કરવામાં આવેછે. કેટલીક વખત આ ફ્રોડ માં બનાવટી કોલ લેટર પણ બનાવવામાં આવેછે.
આ ફ્રોડથી બચવા શું કરવું?
તમને જે કંપની દર્શાવેલ હોય તે કંપની ની વેબસાઈટ ખોલી અને કોન્ટેક્ટ કરીને આ વિશે ચર્ચા કરવી જો કમ્પની ની વેબસાઇટ પર દર્શાવેલ નબર માહિતી મળે તો આગળ વધવું નહીતો ઇગ્નોર કરો. અને એમ પણ કોઈ પણ કંપની ભારતી માટે ઉમેદવાર પાસે પૈસા નથી માંગતી. તો જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ માટે પૈસા માંગે તો ફ્રોડ સમજવું અને ત્યાંજ અટકી જવું.
આમ છતાં જો તમે કોઈ ફ્રોડ ની શિકાર બન્યા હોય તો સાયબર સેલ માં ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકોછો.
વેબસાઈટ: https://cybercrime.gov.in/Default.aspx
Helpline Number : 1930
4G to 5G Sim conversation fraud ( 4જી થી 5જી સીમ કન્વર્ટ ફ્રોડ)
આ ફ્રોડ માં તમને એક કોલ આવી શકે છે જેમાં તમને કહેવામાં આવે છે કે તમને એક sms દ્વારા એક લીંક મોકલવામાં આવેલ છે તેમાં દર્શાવેલ એપ ડાઉનલોડ કરવાથી તમારું 4g sim 5g ma કન્વર્ટ થઈ જશે ત્યાર બાદ તમેં દર્શાવેલ રીમોટ ઍક્સેસ એપ ડાઉનલોડ કરો છો તો તમે છેતરપિંડી નો ભોગ બની બેસો છો. કારણકે ગુનેગારો આ રીમોટ ઍક્સેસ એપ દ્વારા તમારા ડેટા ચોરી કરેછે.
આ ફ્રોડ થી બચવું કઇ રીતે?
જો તમને કોઈ પણ કોલ કે એસએમએસ આવે અને 4g સીમ ને 5g માં કન્વર્ટ કરવા માટે કહેતો વિશ્વાસ નાં કરવો કારણકે 4g સિમકર્ડ અને 5g સીમ બંને નાં બેન્ડવિથ અલગ અલગ હોયછે જેથી આખું સીમ નવું જ લેવું પડે જે તમે તમારી મોબાઈલ ઓપરેટર કંપનીનાં આઉટલેટ પરથી મળી રહેશે.
Custom Clearance Fraud (કસ્ટમ કલિયરન્સ ફ્રોડ.)
મિત્રો આ પોસ્ટ નો આ બમ્પર ફ્રોડ છે કારણ કે આ ફ્રોડ.
ની હજી શરૂઆત થઈ રહી છે તેવા સમયે જો તમે આ પોસ્ટ ને આખી વાંચી હશે તો તમને ફાયદો થશે કારણકે આ ફ્રોડ વિશે અગાઉથી જાણીને તમે આગમ્ ચેતી રાખી શકોછો.
કાઈરિતે થાયછે આ ફ્રોડ?
આ ફ્રોડ કરવા માટે લૂખા તત્ત્વો તમારા સોશિયલ મીડિયા પર તમને મેસેજ મોકલે છે જે કોઈ વિદેશી વ્યક્તિ નાં નામે બનેલ પ્રોફાઈલ પરથી આવેછે.
ત્યારબાદ તમારી સાથે વાતચીત કરીને તમારા વિશે વધુ જાણવા પ્રયત્ન કરે છે. ત્યારબાદ તમારા રસ અને રૂચી વિશે જાણીને અને તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર પણ મેળવી લેશે. ત્યારબાદ તમને થોડા દિવસ પછી ૧ મેસેજ કરશે કે ને તમને એક કુરિયર મોકલ્યું છે. અને મારી પાસે ઇન્ડિયન કસ્ટમ કલિયસન્સ માટે ઇન્ડિયાના પૈસા નથી માટે તમે કસ્ટમ વિભાગના પૈસા ચૂકવી ને કુરિયર છોડાવી દેજો મે અંદર થોડા ડોલર કે પાઉન્ડ પણ અંદર મૂક્યા છે જે તમે વટાવી લેજો. અને સાથે એક બનાવટી કુરિયર ની રિસિપ્ટ પણ આપવામાં આવેછે આ રીસિપ્ટ ની અંદર ટ્રેકિંગ લીંક અને મોબાઈલ નંબર પણ હોય છે જે તમને તદ્દન સાચું લાગેછે પરંતુ હું આગળ તમને જણાવીશ કે આ બનાવટી મોબાઈલ નંબર અને લિંક કેવીરીતે બનાવે છે.
તમને નીચે મુજબ ની બનાવટી કુરિયર ની રશીદ મોકલશે.
જે ની ટ્રેકિંગ લીંક https://www.wldexpress.com/wld/smart/print-invoice/invoice-print.php?cid=81 છે મિત્રો આ એક બનાવટી વેબસાઈટ છે.
ત્યારબાદ તમને આં વ્યક્તિ પર ભરોસો બેસે છે. અને તમે દર્શાવ્યા મુજબ ૧૫૦૦૦/- થી લઈને ૫૦૦૦૦/- પહેલી વખત પેમેન્ટ કરો તો તે અન્ય વખત કોલ કરશે કે ચેકીંગ દરમિયાન અંદરથી મોટી રકમના ડોલર,પાઉન્ડ, સોનું કે ખુબજ કીમતી વસ્તુઓ મળેલ. છે તો આપ કસ્ટમ વિભાગની પેનેલ્ટી માટે અગાઉ કરવા થોડી વધારે રકમ ની માંગણી કરેછે.
આમ મેસેજ પછી તમારા પર કોલ આવશે જે કસ્ટમ ઓફીસ થી બોલું છું. તમારું ૧ કુરિયર આવેલ છે જે છોડાવવા માટે તમારે પૈસા પે કરવા પડશે. અને ટેકનિકલ કારણથી આ કુરિયર થોડું લેટ આવ્યું છે.
તો આજેજ પેમેન્ટ કરો એમ કહીને કોલ પર કોલ કરશે. પછી થોડા સમય બાદ તમને ૧ વ્યકિત કોલ કરીને કહેશે કે હું કસ્ટમ ઓફિસર છું અને તમારા કુરિયર ની ડિલિવરી મારી જવાબદારી છે માટે પેમેન્ટ લીંક નું સર્વર ડાઉન છે તો તમારા કનવિનિયન્સ માટે તમને મારો બેંક એકાઉન્ટ નંબર આપૂછુ જ માં તમે પેમેન્ટ કરો તો હું કલીયરન્સ કરવી આપુ. એમ કહીને તમને બેંક એકાઉન્ટ નંબર આપેછે ત્યાર બાદ ન તો કોઈ કોલ લાગેછે કે નતો કોઈ વેબસાઈટ પર ટ્રેકિંગ થાયછે આમ, તમારી સાથે ખુબજ ચતુરાઈ પૂર્વક ફ્રોડ કરવામાં આવે છે.
આ ફ્રોડ થી કઇ રીતે બચવું?
આફ્રોડ થી બચવા માટે તમે જ્યારે કોઈ વિદેશી પાર્સલ તમને મોકલે તો તેમાં વિદેશ નો નંબર દર્શાવેલ હોય છે તમે તમારા વોટસએપ માં તે નંબર સેવ કરીને ચકાશો તો પણ તે નંબર સાચો લાગે છે પરંતુ તમને જણાવી દઈએ કે આવા ફેક નંબર ઘણી બધી apps માંથી મળી રહેછે જેમકે.
ઉપરોકત એપ માં તમામ વિદેશી નંબર મળેછે જેમાં વોટ્સેપ ચાલુ કરીને લૂખા તત્વો તમારી જોડે છેતપીંડી કરે છે .
ત્યાર બાદ આ તત્વો જે તમને રશીદ મોકલેછે તેમાં ટ્રેકિંગ આઇડી હોય છે તેમાં તમે જો કુરિયર ટ્રેક કરશો તો તમને દેખાશે પરંતુ તમે ગૂગલ પર ઓનલાઇન સર્ચ કરી શકોછો કે જેતે દેશમાંથી ભારત આવતા કુરિયર ને શરેસાશ કેટલો. સમય લાગે? તો તમને મોટી મોટી કુરિયર કંપની નો લાગતો સમય પણ બતાવશે અને તમે આ સમય સાથે સરખાવીને તપાસી શકો છો.
આ ઉપરાંત જે તમને લીંક મળેછે તે લીંક .com સુધી કોપી કરો અને ઓનલાઇન Domain age chaker પર સર્ચ કરો જેથી તે વેબસાઈટ ની તમામ માહિતી મળશે કે ક્યારે બની અને ક્યારે અપલોડ થઈ. જો કંપની સાચી હશે તો ઘણી જૂની હશે અને તેની એક્સપાયારી ડેટ ૧ વર્ષ થી વધુની હશે. જો વેબસાઈટ ફ્રોડ કરવા માટેજ બનાવી હશે તો ૧ વર્ષ ની અંદર ની હશે.
આ ઉપરાત તે વેબસાઈટ પર પ્રોપર રીતે તેના કોન્ટેક્ટ ની વિગત નહી હોય.
જો આ બધા ચિન્હો તમને મળે તો તરતજ સમજી જાવ કે આ ફ્રોડ છે અને ત્યાંથી જ તેને બ્લોક કરો
How to File Complaint of Cyber Crime (Cyber Fraud) ?
જો મિત્રો તમને જરાપણ એમ લાગે કે કોઈ તમને છેતરવાના પ્રયત્નો કરી રહ્યું છે તો તરતજ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ પર ફરિયાદ કરો અથવા સાયબર સેલ ની હેલ્પલાઇન પર કોલ કરો.
વેબસાઈટ: https://cybercrime.gov.in/Default.aspx
Helpline Number : 1930
આમ, ઉપર દર્શાવેલ પદ્ધતિ મુજબ સાવચેતી વર્તી ને તમે ઉપરોક્ત વિવિધ ફ્રોડ થી બચી શકો છો અને આ પોસ્ટની બને તેટલી શેર કરો જેથી તમારા મિત્રો, કુટુંબીજનો અને સગા વ્હાલઓને પણ ફ્રોડ થી બચાવી શકોછો અને તેમના મહેનતનાં પૈસા વેડફાતા બચાવી શકોછો.
આ ઉપરાંત આવીજ માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ જેથી કરીને જ્યારે પણ આવી નવી કોઈ યોજના આવે તો તમને તરતજ માહિતી મળી રહે
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment