STD 11-12 Tuition sahay yojana | Coaching Yojana | ધોરણ ૧૧-૧૨ ટ્યુશન સહાય યોજના

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana) | કોચિંગ સહાય યોજના


Details Of Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજના ની માહિતિ

નમસ્કાર મિત્રો, હાલના સમયમાં દરેક વિદ્યાર્થી નું સ્વપ્ન હોય છે સાયન્સ ફિલ્ડ  તથા કોમર્રાસ રાખી  સારી નોકરી મેળવવાનું પરંતુ પોતાની આર્થિક પરિ્થિતિ નબળી હોવાને કારણે તે લોકો કોચિંગ લઈને સારી ઉચ્ચ લેવલ ની તૈયારી નથી કરી શકતા. આ સમસ્યાનો હલ કાઢવા માટે સરકાર શ્રી દ્વારા વિજ્ઞાન પ્રવાહ નું કોચિંગ કરવા કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ચાલો જોઈએ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ  માટે કોચિંગ સહાય યોજનાની વિગતો તેમજ તે યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઇને લાભ મળે ત્યાં સુધી ની A to Z માહીતી.
Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના
Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના Apply Online 2022


Benefits of Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજનાનાં લાભો

1. બિન અનામત વર્ગ (E.B.C):
  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

2. અનુસૂચિત જાતી(S.C):
  • ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને ૭૫ % કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો.૧૧-૧૨  સામાન્‍ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) -આર્ટસ  અને કોમર્સ  અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહેશે. મળેલ અરજી પૈકી પ્રથમ ૧૦૦ અરજીઓ નિયમોનુસાર મેરીટના ધોરણે સહાયપાત્ર થશે.
  • અરજી કરવાપાત્ર વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીની અરજી દફતરે કરવામાં આવશે. 
  • વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ-૧૧માં રૂ!. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂ!.૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
  • જેમને ધો.૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨ માં ટયુશન સહાય આપવામાં આવશે.
  • ધોરણ-૧૧ માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય મળવાપાત્ર થશે નહી..

Eligibility of Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજનાનાં યોગ્યતાના ધોરણો.



લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ જોઇશે..
દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે.( એટલેકે ધોરણ ૧૧માં એક વખત અને ધોરણ ૧૨માં એક વખત.)
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪,૫૦,૦૦૦/- કે તેથી ઓછી.
ટ્યુશન સહાયની યોજનામાં શાળા -કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ની ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે માટે રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે

Required Documents for Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજનામાં જરૂરી ડોક્યુમન્ટ્સ.


નિયત નમૂનાની અરજી પત્રક, 
બાંહેધરી પત્રક 
બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, 
આવકનું પ્રમાણપત્ર,
રહેઠાણનો પુરાવો, 
આધાર કાર્ડની નકલ, 
સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ), 
એડમિશન લેટર, 
એલ.સી, 
ધો-૧૦ ની માર્કશીટની નકલ, 
ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી), (રૂ. ૫૦૦૦/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.) (આ સાથે સામેલ છે. તે મુજબ સહી-સિક્કા સાથે અપલોડ કરવું.)
બેંક પાસબુક નકલ,

 Application Process of  Tuition Sahay Yojana | ટ્યુશન સહાય યોજના ની અરજી પ્રક્રીયા.

1. બિન અનામત વર્ગ (E.B.C)

Step-1 |Goto Bin Anamat Ayog Website @www.gueedc.gujarat.gov.in


1. સૌ પ્રથમ, કોર્પોરેશનની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે. જેથી નીચેની સ્ક્રીન દેખાશે. તેમાં SCHEME મેનુ પર ક્લિક કરીને તમે જે કોચિંગ સહાય  સ્કીમ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.


Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના
Bin anamat aayog yojana online application

જેથી ફોર્મ/લોન સહાયતા ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડો અને જરૂરી દસ્તાવેજોની વિગતો દેખાશે, જે તમારે ચોક્કસ વાંચવી પડશે. પછી નીચેના
Apply Now  પર ક્લિક કરો.
Apply Now બટન પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જો તમે નીચે જણાવ્યા મુજબ પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો  New User(Register)?  પર ક્લિક કરો. 

Step:2 | User Details of Bin Anamat Ayog Website

User Details of Bin Anamat Ayog Website
Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step 3 : Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | New Registration

Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in
૩. New Register 
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારું ઈમેલ આઈડી, બીજા બોક્સમાં મોબાઈલ નંબર, ત્રીજા બોક્સમાં પાસવર્ડ અને ચોથા બોક્સમાં પાસવર્ડ કન્ફર્મ કરો અને સબમિટ પર ક્લિક કરો. જેથી તમારું રજીસ્ટ્રેશન સફળ થયું હોવાનો મેસેજ દેખાય છે. પછી નોંધણી કરો પહેલેથી જ લોગિન કરવા માટે અહીં ક્લિક કરો? પર ક્લિક કરવું પડશે.
Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step-4 | Login For Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના

Login 
@gueedc.gujarat.gov.in
પહેલેથી જ રજીસ્ટર થયેલ લોકો ને  Login કરવા માટે અહીં ક્લિક કરો? ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. પહેલા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને બીજા બોક્સમાં તમારે રજીસ્ટ્રેશન સમયે રાખેલો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્રીજા બોક્સમાં તમારે કેપ્ચા નાંખીને Login પર ક્લિક કરવાનું રહેશે.

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step - 5 | Select Scheme

After Login - Bin Anamat Sahay Yojana List
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન દેખાશે. જેમાં કોચિંગ સહાય  સામે તમારે Apply Now પર ક્લિક કરવાનું રહેશે.

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step-6 | Fill Details in Application form


Fill Details in Application form
Apply Now પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ સ્ક્રીન દેખાશે જેમાં જરૂરી વિગતો માંગ્યા મુજબ ભરવાની રહેશે.







Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step-7 | Upload Photo & Signature 

Upload Photo & Signature on Bin anamat Ayog Application Form.
Save and Upload Photo & Signature 
ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન ખુલશે. જેમાં અપલોડ ફોટો પર ક્લિક કરીને કોમ્પ્યુટરમાં ગમે ત્યાંથી તમારો ફોટો સિલેક્ટ કરવાથી તમારો ફોટો અપલોડ થશે તેવી જ રીતે Upload Signature પર ક્લિક કરીને તમારે સહી અપલોડ કરવાની રહેશે. આ પછી તમારે સેવ ફોટો અને સિગ્નેચર એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

Step-8 | Application Number of Bin anamat Ayog

Application Number of Bin anamat Ayog Application Form
સેવ પર ક્લિક કરવાથી નીચેની સ્ક્રીન આવશે. જે અરજી સમયે તમારા દ્વારા ભરવામાં આવેલી વિગતો દર્શાવશે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વિગતો યોગ્ય લાગે તો નીચે આપેલ Confirm Application પર ક્લિક કરો. તમારી અરજી કન્ફર્મ થશે અને તમને તમારો એપ્લીકેશન કન્ફર્મેશન નંબર મળશે. જેની નોંધ સુરક્ષિત જગ્યાએ હોવી જોઈએ.
Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના | Coaching Sahay Yoajna | કોચિંગ  સહાય યોજના

 

આમ ઉપરની પ્રોસેસ કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, તેમાં જે ડોક્યુમન્ટ અપલોડ કરેલ છે તેની ઝેરોક્ષ નકલો બીડી, સ્વ પ્રમાણિત કરિદો ત્યાર બાદ તમારા જિલ્લા મુજબ નીચે દર્શાવેલ કચેરીઓ માં આ અરજી મોકલી આપો.

2. અનુસૂચિત જાતી(S.C)

  • અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.

 Downloads




 Application Submit Office | District Implementation Officer Address and Helpline for Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના.


૧.અમદાવાદ
 જિલ્લા નાયબ નિયામક
(વિકસતિ જાતિ કલ્યાણ)
દ-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન,મંજૂશ્રી મીલ કમ્પાઉન્ડ, ગિરધરનગર, અસારવા, અમદાવાદ-380004
ઇ મેઇલ:-dydir-ddw-ahm@gujarat.gov.in
૦૭૯ ૨૯૭૦૧૧૨૦

૨.ભાવનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ) 
જી-૬, બહુમાળી ભવન, બસ સ્ટેન્ડ નજીક ભાવનગર
ઇ મેઇલ:- dydir-do-sw-bav@gujarat.gov.in
૦૨૭૮ ૨૪૨૨૬૯૬

3.જામનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન -૪, ગ્રાઉન્ડ ફ્લોર, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે, રાજકોટ રોડ, જામનગર,
ઇ મેઇલ:- ddvjjamnagar@gmail.com, ddcw-jam@gujarat.gov.in
૦૨૮૮ ૨૫૭૨૩૪૭

४.રાજકોટ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
૭/૩,બહુમાળીભવન,રેસકોર્સ,રાજકોટ,
ઈ મેઇલ:-dydir-ddcw-raj@gujarat.gov.in
૦૨૮૧ ૨૪૪૭૩૬૨

૫.સુરત
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જીલ્લા સેવા સદન, જુની કોર્ટ બિલ્ડિંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા, સુરત.
ઇમેઇલ:-d.dirsurat@gmail.com
૦૨૬૧ ૨૪૬૦૬૯૮

૬.વડોદરા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ) 
ર/સી, નર્મદા ભવન, જેલરોડ, વડોદરા
ઇ મેઇલ:-dydir-ddcw-vada@gujarat.gov.in 
૦૨૬૫ ૨૪૨૬૬૨૨

૭.ગાંધીનગર
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
"સહયોગ સંકુલ" બ્લોક -બી, પહેલો માળ, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-1, ગાંધીનગર-382011
ઇ-મેઇલ: swo-gnr@gujarat.gov.in
૦૭૯ ૨૩૨૫૦૫૯

८.જુનાગઢ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બહુમાળી ભવન, બ્લોક-એ ત્રીજો માળ, જિ.જુનાગઢ,પીન:362001
ઈ મેઇલ:- as-socoffi-jun@gujarat.gov.in 
(૦૨૮૫)૨૬૩૦૫૮૭

૯.સાબરકાંઠા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન, બ્લોક-એ/૩૦૨ ત્રીજો માળ,હિંમતનગર, જિ.-સાબરકાંઠા પીન:-383001 ઈ મેઇલ:-baxipanchsk@gmail.com
(૦૨૭૭૨) ૨૪૦૯૨૧/૨૪૦૯૨૦

૧૦.ખેડા
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
સી બ્લોક, ૩મ નં ૧૮-૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, સરદાર પટેલ ભવન, મીલરોડ, નડિયાદ જિ. ખેડા ઇ મેઇલ:-dydir-dc-sjed-khe@gujarat.gov.in 
૦૨૬૮ ૨૫૫૦૦૧૬

૧૧.પાટણ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક નં.ર/૧, મધ્યસ્થ કચેરી ભવન, રાજ મહેલ રોડ, પાટણ. ઈ મેઇલ:-swo-pat@gujarat.gov.in
૦૨૭૬૬ ૨૨૫૧૬૭

૧ર.પંચમહાલ
જિલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ કલ્યાણ)
પહેલો માળ, બહુમાળી ભવન-૨, કલેકટર કચેરી, ગોધરા જિ. પંચમહાલ ઇ મેઇલ:-swo-pan@gujarat.gov.in 
૦૨૬૭૨ ૨૪૦૫૩૩

૧૩.અમરેલી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
જિલ્લા સેવા સદન-૨,બ્લોક-બી/૧૦૫,પ્રથમ માળે, અમરેલી. 
ઈ મેઇલ:ddcw-sjed-amr@gujarat.gov.in 
૦૨૭૯૨ ૨૨૨૭૯૩

૧૪.બનાસકાંઠા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જિલ્લા સેવા સદન-૨,પહેલો માળ,જોરાવર પેલેસ, પાલનપુર,જિ.બનાસકાંઠા
ઇ મેઇલ:- ddcw-sjed-ban@gujarat.gov.in
૦૨૭૪૨ ૨૫૩૭૬૫

૧૫.ભરૂચ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ ગાયત્રીનગરની સામે, કણબીવાગા, ભરૂચ.
 ઇમેઇલ:-swodcbharuch@gmail.com
૦૨૬૪૨ ૨૪૪૭૩૪

૧૬.પોરબંદર જિલ્લો
સમાજ કલ્યાણ અધિકારી વિજા)
જીલ્લા સેવા સદર-૨, સાંદીપની આશ્રમરોડ, પોરબંદર
swo-pro@gujarat.gov.in 
૦૨૮૬ ૨૨૨૨૮૬૭

૧૭ કચ્છ-ભુજ 
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૩મ નં:૧૦૯, બહુમાળી ભવન, ભોંયતળીયે,ભુજ-કચ્છ.
મેઇલ:-swo-ddcw-bhuj@gujarat.gov.in
૦૨૮૩૨ ૨૨૧૭૫૧

૧૮.આણંદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
૩મન:૪૧૧,ચોથો માળ, જિલ્લા સેવા સદન,બોરસદ ચોકડી,આણંદ ઇ મેઇલ:- swo-and@gujarat.gov.in
૦૨૬૯૨ ૨૬૪૪૧૩

૧૯.મહેસાણા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
બ્લોક નં. ૪, ભોયતળિયે, બહુમાળી મકાન, મહેસાણા,
ઇ મેઇલ:- meh_swo@yahoo.co
૦૨૭૬૨ ૨૨૧૮૭૩

૨૦.દાહોદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
રાધવ હોસ્ટેલ,પટેલ રેસ્ટોરેન્ટની પાછળ,ગોદી રોડ,દાહોદ
ઇ મેઇલ:- swo-dah@gujarat.gov.in
૦૨૬૭૩ ૨૬૫૯૩૪

૨૧.સુરેન્દ્રનગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
એ. બ્લોક, રૂમ નં.-૨૦૪ બહુમાળી મકાન, સુરેન્દ્રનગર
ઇ મેઇલ:- swo.dc.snr@gmail.com
૦૨૭૫૨ ૨૮૨૧૦૩

૨૨.વલસાડ, ડાંગ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બીજો માળ, સભા ખંડ સામે, જિલ્લા સેવા સદન -૨, તીથલ રોડ, વલસાડ,
ઇ-મેઇલ: swo-ddcw-val@gujarat.gov.in 
૦૨૬૩૨ ૨૫૩૧૧૧

 ૨૩.નવસારી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
એ.બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન જુના થાણા, જુની કલેકટર કચેરી, નવસારી જિ.નવસારી
૦૨૬૩૭ ૨૫૦૨૪૧
ઇ મેઇલ:-swo-ddcw-na@gujarat.gov.in

૨૪.તાપી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક, ૪ પહેલે માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા,જિ.-તાપી
ઇ મેઇલ:-swo-ddcw-tapi@gujarat.dov.in 
૦૨૬૨૬ ૨૨૦૩૨૪

૨૫.મહિસાગર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
ચારકોશીયા નાકા પાસે, સરકારી ગોડાઉન સામે, મોડાસા હાઇવે, રોડ, મુ.પો.લુણાવાડા જિ.મહીસાગર
૦૨૬૭૨ ૨૪૦૫૩૩
swo-ddcw-mah@gujarat.gov.in

૨૬.સોમનાથ | ગીર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
ભાવના-ર સોસાયટી, ૮૦ ફુટ રોડ, વેરાવળ,જિ.ગીર સોમનાથ, ઇ-મેઇલ: ddcw.swo.gir@gmail.com
૦૨૮૭૬-૨૪૦૦૪૪

૨૭.દેવભૂમી ધ્વારકા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
સી-જી/૧૦, જીલ્લા સેવા સદન, ધરમપુર લાલપુર રોડ,
મુ.પો.-ખંભાળીયા, જી.-દેવભુમિ ધ્વારકા.
૯૯૦૯૦૩૪૪૫૪
swo-ddcw-dev@gujarat.gov.in 

૨૮.અરવલ્લી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક-એ, બીજો માળ, A/S/07,08,
જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા
જિ. અરવલ્લી,પીન:-૩૮૩૩૧૫
૦૨૭૭૪-૨૫૦૧૯૧/૨૫૦૧૯૨ 
ઇ મેઇલ:- swo.arvalli@gmail.com

૨૯.મોરબી
જિલ્લા નાયબ નિયામક (વિ.જા.)
૪/૮, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, મોરબી,
ઇ મેઇલ:-swo.morbi@gmail.com 
૦૨૮૨૨ ૨૪૨૩૮૯

૩૦.છોટાઉદેપુર
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
જુની આદિવાસી અતિથિગૃહ, સીવીલ હોસ્પીટલની બાજુમાં જિ છોટાઉદેપુર
ઇ મેઇલ:- swo-ddcw-cho@gujarat.gov.in 
૦૨૬૪૦ ૨૨૪૩૦૮

૩૧.બોટાદ
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ કલ્યાણ)
બ્લોક એ,૨૧-૨૨ બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, મુ.-બોટાદ, જિ-બોટાદ
૦૨૮૪૯ ૨૭૧૩૯૧
swo-ddcw-bot@gujarat.gov.in

૩૨.નર્મદા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)
૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજપીપળા, નર્મદા
૦૨૬૪૦-૨૨૪૩૦૮
ઈ મેઇલ:- swo-nar@gujarat.gov.in

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના

Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના


 Frequently Asked Questions (FAQ) Tuition sahay yojana | ટ્યુશન સહાય યોજના(કોચીંગ સહાય)


(૧) ટ્યુશન સહાય | Tuition sahay yojana- કયા અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?
જવાબ :- ધો ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને

(૨) ટ્યુશન સહાય | Tuition sahay yojana  સહાય મેળવવા માટે વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે?
જવાબ :- ધોરણ ૧૦માં ૭૦% કે તેથી વધુ હોવા જરૂરી છે. 

(૩) ટ્યુશન સહાય | Tuition sahay yojana માં કેટલી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા હોવી જરૂરી છે?
જવાબ :- રૂ.૪.૫૦ લાખથી ઓછી.

(૫) ટ્યુશન સહાય | Tuition sahay yojana માં કઇ પાવતી હોવી જરૂરી છે ?
જવાબ :- જે તે ટ્યુશનમાં ફી ભરતા હોવાની પાવતી હોવી જરૂરી છે

(૪) ટ્યુશન સહાય | Tuition sahay yojana માં કેટલી રકમ મળવાપાત્ર છે? . 
જવાબ :- રૂ.૧૫૦૦૦/

(૬) ટ્યુશન સહાય | Tuition sahay yojana માં જે-તે સંસ્થા કાર્યરત હોવાનો પુરાવો શું હોઇ શકે ? 
જવાબ :- જે તે ટ્યુશન ક્લાસીસ નો ર.જિ.  નંબર

(૭) ટ્યુશન સહાય | Tuition sahay yojana માં કયા કયા ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે?
જવાબ નિયત નમૂનાની અરજી પત્રક, બાંહેધરી પત્રક બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર,રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની નકલ, સ્કૂલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ), એડીશન લેટર, એલ.સી, ધો-૧૦ ની માર્કશીટની નકલ, ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી), બેંક પાસબુક નકલ,

(૮) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ)/મામલતદાર/ચીફ ઓફીસર 

(૯) બિનઅનામત વર્ગનો દાખલો કર્યા અધિકારીઓ પાસેથી મેળવી શકાશે? 
જવાબ: તાલુકા વિકાસ અધિકારી(ટી.ડી.ઓ) મામલતદાર/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)/નાયબ નિયામક (વિ.જા)

(૧૦) ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનું રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબનિયામક(વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓકુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાનારહેશે. 
(૧૧) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય? 
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

CONCLUSION

આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે ટ્યુશન સહાય યોજનાં નો લાભ લઇ શકો છો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment