Get free online doctor consultation in e Sanjeevani OPD

 નમસ્કાર મિત્રો,  કોવિડ ૧૯ બાદ તેની આડ અસર રૂપે નાની મોટી બીમારીઓ વધી રહી છે. અને તે બીમારીઓના સારવાર માટે ઘણો બધો ખર્ચ ઉપાડવો પડેછે. અને નાના પાયા પર નોકરી ધંધો કે વ્યવસાય કરતા લોકો ને પોતાનો દિવસ બગાડીને દવાખાને જઈએ ટોકન મેળવીને પૈસા તેમજ સમય બગાડવો પડેછે. સરકારશ્રી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે free online doctor consultation in e Sanjeevani OPD ( ઇ સંજિવની ઓપીડી ) મોબાઇલ એપ્લિકેશન તથા ઇ સંજીવની વેબસાઈટ જેમાં તમે વિડિયો કોલ દ્વારા ડોકટર સાથે(  free online doctor consultation Video call with Doctor) વાત કરી શકશો અને ડોકટર તમને ચકાસીને પ્રિસ્ક્રીપશન આપશે જે લઈને તમે મેડિકલ સ્ટોર્સ માં જઈને દવા લેવાથી તદન નજીવા ખર્ચે સારવાર મેળવી શકોછો. તો ચાલો જોઈએ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.







Process of free online doctor consultation in e Sanjeevani OPD

Step1. Download e sanjeevni OPD App

સૌ પ્રથમ તમારા મોબાઈલ માં 
e Sanjeevani OPD ( ઇ સંજિવની ઓપીડી ) એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.એપ તમે નીચેની લીંક દ્રારા ડાઉનલોડ કરી શકશો.

e Sanjeevani OPD ( ઇ સંજિવની ઓપીડી ) એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

STEP 2. Patient Registration / token generation in e sanjeevni OPD.

એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રિન દેખાશે જે e sanjeevani એપ ની હોમ સ્ક્રીન છે. આ home સ્ક્રીન પર તમને નીચે દર્શાવ્યાં મુજબ ત્રણ બટન દેખાશે
Patient Registration / Generate Token
Patient Login અને
Patient Profile.



  જેમાં દર્શાવ્યા મુજબ  Patient Registration / Generate Token પર ક્લિક કરો.
STEP 3. Mobile varification on e sanjeevni OTP.
Patient Registration / Generate Token પર ક્લિક કર્યાં બાદ તમને પોતાના મોબાઇલ નંબર એન્ટર કરવા માટેનો સ્ક્રિન ખુલશે તે સ્ક્રિન પર તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. પોતાનો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમને એસએમએસ દ્વારા એક વન ટાઇમ પાસવર્ડ ( OTP ) મળશે જે એન્ટર કરી verify OTP પર ક્લિક કરો.


STEP 4: OPD selection on e Sanjeevani App.

Verify OTP પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં દર્શાવ્યાં મુજબ state ni same tamaru રાજ્ય પસંદ કરવું. ત્યારબાદ General OPD athva special OPD બેમાંથી ગમેતે એક પસંદ કરવું. સામાન્ય રીતે General OPD માં સ્લોટ વધુ ખાલી હોયછે જેથી Genetal ઓપીડી સિલેક્ટ કરો તો વધારે સારું. ત્યારબાદ તમારા રાજ્યનું ઓપીડી સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે જેમાં તમારે આપેલ લીસ્ટ માથી GUJARAT STATE e Sanjeevani OPD સિલેક્ટ કરવું ત્યારબાદ. Verify Mobile  for Selected State પર ક્લિક કરવું

free online doctor consultation in e Sanjeevani OPD

Verify Mobile for Selected State પર ક્લિક કર્યા બાદ તમને.નીચે મુજબની સ્ક્રિન દેખાશે જેમાં તમારી તમામ માહિતિ દેખાશે તેમાં નીચે દર્શાવ્યાં મુજબ Generate Token પર ક્લિક કરો. Generate token સ્ક્રિન પર આવ્યા બાદ જો તમે પહેથી રજીસ્ટર કરેલ હશે તો તમારી માહિતી આપોઆપ આવી જશે નહીતો તમારે તમારી માહિતી માંગ્યા મુજબ એન્ટર કરવાની રહેશે. આ સ્ક્રીન માં જો તમને કોઈ જૂની બીમારી હોય અને એના કોઈ પ્રિસ્ક્રીપશન હોય તો એ પણ અપલોડ કરી શકો છો - આ ફરજિયાત નથી.
STEP 5. User Details on e-sanjeevni-opd.

Generate Token પર ક્લિક કર્યા બાદ તમને તમારા મોબાઈલ પર નીચે દર્શાવ્યાં મુજબ  એસએમએસ આવશે જેમાં તમારો ટોકન અને તમારો પેશન્ટ આઇડી દર્શાવેલ હશે.
આ એસએમએસ મળ્યાં બાદ તમે હોમ પેજ પર આવી જાવ ત્યાં આવ્યા પછી Patient Login(પેશન્ટ લોગીન) પર ક્લિક કરો.

Patient Login(પેશન્ટ લોગીન) for free online doctor consultation in e Sanjeevani OPD
પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં તમારો પેશન્ટ આઇડી અને ટોકન જે એસએમએસ માં મળેલ છે તે એન્ટર કરીને Login બટન પર ક્લીક કરો.

Patient waiting for Online video call with Doctor.

તમારો પેશન્ટ આઇડી અને ટોકન જે એસએમએસ માં મળેલ છે તે એન્ટર કરીને Login બટન પર ક્લીક  કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જે બે સાદી ભાષામાં
વેઇટિંગ રૂમ કહેવામાં આવેછે તેમાં તમારો veiting નંબર પણ દેખાડવામાં આવે છે.

 free online doctor consultation in e Sanjeevani OPD
Doctor's Video call with patients.

ઉપરના વેઈટિંગ માં જેવો તમારો નંબર આવશે એટલે તરજ તમને (free online doctor consultation)ડોકટર દ્વારા કોલ કરવામાં આવશે. જ્યારે ડોકટર દ્વારા તમને કોલ કરવામાં આવશે એટલે તમારા ફોનમાં કોલની રીંગ વાગશે અને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમને 3૦ સેકન્ડ નું કાઉન્ટ ડાઉન ટાઈમર દેખાડવામાં આવશે. તમારે 30 સેકન્ડ ની અંદર ડોકટર નો કોલ રિસીવ કરવાનો રહેશે. ડોક્ટર નો કોલ રીસીવ કરવા માટે CALL NOW બટન પર ક્લિક કરો.






Free Online doctor consultation Doctor's Video call with patients online
CALL NOW બટન પર ક્લિક કરતા જ તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં ડોકટર શ્રી સાથે તમારો વિડિયો કોલ શરુ થશે. જેમાં ઉપરની સ્ક્રિનમાં ડોકટર શ્રી નો વિડિયો દેખાશે અને નીચેની સ્ક્રીનમાં તમારો વિડિયો દેખાશે
 તેની નીચેની બારમા તમને ડોકટર શ્રી નું નામ દેખાશે અને જો તમને કોલ દરમિયાન અવાજ માં કે કોઈ વાત સમજાતી ન હોય તો આપ ડોકટર શ્રી ને message પણ send કરી શકો છો. જેથી ડોકટર ને તમે તમારી બીમારી સહેલાઈથી સમજાવી શકો.
Patient profile in e-sanjeevni-opd

ડોક્ટર શ્રી સાથે free online doctor consultation વિડીયો કોલ ની સમાપ્તિ  બાદ તમે લોગીન પ્રિસ્ક્રિપશન માટે લોગીન સ્ક્રિન પર આવી જાવ. લોગીન સ્ક્રિન પર આવ્યાં બાદ તમને નીચેમુજબ ની સ્ક્રિન દેખાશે.તેય પહોંચ્યા બાદ Patient Login પર ક્લિક કરો.
Free prescription in e sanjeevni OPD.

Patient Login પર ક્લિક  કર્યા બાદ કર્યાબાદ તમને પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવામાટે કહેવામાં આવશે તેમાં તમે આગાઉ આપેલ મોબાઈલ નંબર એન્ટર કરો. મોબાઈલ નબર એન્ટર કર્યા બાદ તમને e Sanjeevani OPD પોર્ટલ દ્વારા એક OTP સેન્ડ કરવામાં આવશે. SMS દ્વારા મળેલ OTP એન્ટર કરો ત્યારબાદ તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે. જેમાં select Prescription નાં લિસ્ટ માંથી પ્રિસ્ક્રીપશન પસંદ કરો જેથી તમને ડોકટર શ્રી દ્વારા આપેલ પ્રિસ્ક્રીપશન ઓપન થશે જે લઈને મેડિકલ સ્ટોર્સ માં જાવ અને દવા લઈ આવો.

આમ ઉપર દર્શાવેલ પ્રોસેસ ને અનુસરીને તમે  તમારા નાના નાના રોગોનો ઈલાજ free online doctor consultation in e Sanjeevani OPD ડોકટર શ્રી ની સલાહ લઈને ઘેર બેઠાં જ કરી શકો છો. અને પોતાના પૈસા તથા સમય બચાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો અને ગ્રુપ માં શેર કરી વધુ માં વધુ લોકો લાભ લાઇશકે તેનો પ્રયત્ન કરો. અને તમે તમામ સરકારી યોજનાની માહિતી હંમેશા મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment