How To get Bin Anamat varg Certificate | Bin Anamat Varg Certificate Gujarat

How To get Bin Anamat Ayog Certificate - full process | બિન અનામત આયોગ સર્ટીફીકેટ જલ્દી કરો એપ્લાય

મિત્રો, નમસ્કાર બિનઅનામત વર્ગોના લોકો તેમજ વિદ્યાર્થીઓ ને આર્થિક તેમજ શૈક્ષણિક લાભ થાય તે માટે સરકાર શ્રી દ્વારા એક બિન અનામત આયોગ ની રચના કરવામાં આવી છે. આ  આયોગ ગુજરાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ તરીકે ઓળખાય છે. આ આયોગ ની યોજનાઓ નો લાભ લેવા માટે EWS પ્રમાણપત્ર માન્ય નથી તેની યોજનાનો લાભ લેવા માટે બિન અનામત વર્ગો માટેનું જ પ્રમાણપત્ર માન્ય છે .

Bin Anamat Ayog Certificate - full process
Bin Anamat Ayog Certificate - full process



આ નિગમમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમકે 
  • Videsh Abhyash Yojana-વિદેશ અભ્યાસ માટે સહાય યોજનાં
  • Shaikshanik Abhyash Loan Yojana-શૈક્ષણીક અભ્યાસ લોનની યોજનાં
  • Nana paya Parna Dhandha Vyavsay mate Loan-નાનાં પાયા પરનાં ધંધા તથા વ્યવસાય માટે લોન સહાય યોજના.
  • Hostel Food Bill Sahay-હોસ્ટેલ માં રહેતાં બાળકો માટે ભોજન બિલ સહાય યોજના.
  • Tuition Sahay Yojana -ધોરણ ૧૧ અને ૧૨ માં ભણતા વિદ્યાર્થી માટે ટ્યુશન ફી સહાય.
  • JEE, GUJCET, NEET - ટ્યુશન માટે સહાય.
  • Coaching Sahay -GPSC, UPSC, પોલીસ, પંચાયતી બોર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરે ની તૈયારી માટે ફ્રી કોચિંગ સહાય યોજના. વગેરે.

     જેવી યોજનાઓ ચાલી રહીછે. પરંતુ આ બધી યોજનાઓ નો લાભ બિન અનામત વર્ગો ને મળે છે  બિન અનામત વર્ગો ની વ્યાખ્યા ગુજરાત સરકાર ના ઠરાવ - સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ -૧૨૨૦૧૮-૨૧૮૯૨૭૨ તા.૩૦/૦૫/૨૦૧૮ માં આપેલ છે.તે મુજબ ઉપરોક્ત યોજનાઓ નો લાભ લેવા માટે તમારે સાબિત કરવું પડે કે આપનો સમાવેશ કોઈ પણ જાતના અનામત વર્ગ માં થતો નથી. તે સાબિત કરવા માટે  બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર કઢાવવું પડે છે. અહી ઉલ્લેખનિય છે કે આર્થિકરીતે પછાત વર્ગો માટેનું પ્રમાણપત્ર.  EWS( Economically Weaker section) ane બિનઅનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર (Un Reserved Cast Certificate) બંને અલગ વસ્તુ છે જેનો તફાવત પણ આપણે નું નીચે જોઈશું. તો ચાલો આ બિનઅનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર કઇ રીતે મેળવવું અને તેની અરજી કઇ રીતે કરવી.

Bin Anamat Vargo - બિન અનામત વર્ગો 

   
તા.૩૦/૯/૨૦૧૭ના ઠરાવથી ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે “ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ"ની રચના કરવામાં આવી છે. આ નિગમની યોજનાઓના લાભ મેળવવા માટે લાભાર્થીઓને બિન અનામત વર્ગના પ્રમાણપત્રો આપવા માટે નીચે મુજબ વ્યાખ્યા કરવામાં આવે છે.

"બિન અનામત વર્ગો એટલે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો સિવાયના વર્ગો વ્યક્તિઓને બિન અનામત વર્ગો (unreserved classes) ગણવાના રહેશે"

  નોંધ: બિન અનામત વર્ગો (unreserved classes) માટેના પ્રમાણપત્રનો નમૂનો આ ઠરાવ સાથેના પરિશિષ્ટ-અ મુજબનો રહેશે તથા તે માટેના અરજી પત્રકનો નમૂનો આ સાથેના પરિશિષ્ટ-બ મુજબનો રહેશે તેમજ અરજી સાથે આપવાની થતી બાંહેધરી પરિશિષ્ટ-ક મુજબની રહેશે.


Documents  List for Bin Anamat Ayog Certificate - બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા રજૂ કરવાના થતા પુરાવાઃ


૧ અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર. સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઇ પૈકી કોઇ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે.

૨. રહેઠાણના પુરાવાઃ- રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બીલ, ટેલિફોન બીલ, રેશનકાર્ડ,ધરવેરા બીલ, ચૂંટણી ઓળખકાર્ડ, આધાર કાર્ડ વગેરે આધારભૂત પૈકી કોઇપણ એકની નકલ.
ખાસ નોંધઃ
ટુંકમાં અરજદાર નું પોતાનું  અને તેમના પિતા અથવા વાલીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ), બંને ના ચૂંટણીકાર્ડ, બંનેના આધારકાર્ડ, તેમજ રેશનકાર્ડ ની નકલો સાથે રાખવી જેથી કરીને કામ માં સરળતા રહે.
અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે સ્વયં આવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રમાણપત્ર માં આવક ના દર્શાવવાની હોવાથી સોગાંધનામુ (Affidavit) કરવાની થતી નથી. 

તેના માટે નીચે મુજબનું બાહેધરી પત્રક માં ફક્ત સહી કરવાની રહે છે જે તમને પરિશિષ્ટ-ક મુજબના ફોર્મ માં બીજા પેજ પર મળી રહેશે. જે નીચે મુજબ છે.
(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૩૦/૫/૨૦૧૮ ના ઠરાવ ક્ર:સશપ/૧૨૨૦૧૮/૧૮૯૨૭/અ નું બિડાણ - પરિશિષ્ટ-ક મુજબ.

બાંહેધરી

હું આથી પ્રમાણિત કરૂ છું કે, હું અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો પૈકીની જાતિઓનો નથી, તેમજ ઉપર દર્શાવેલી વિગતો મારી જાણકારી અને માન્યતા મુજબ સાચી છે. તેમજ મારો બિનઅનામત વર્ગમાં સમાવેશ થાય છે. મેં રજૂ કરેલ કોઇ પણ માહિતી ખોટી કે અપૂરતી માલુમ પડશે અથવા કોઇ અયોગ્યતા સરકારી યોજનાનો લાભ લેતા પહેલાં કે પછી માલૂમ પડશે તો તે અને પ્રવર્તમાન કાયદા અને/અથવા નિયમો ફેઠળ મારી સામે પગલા લઇ શકાશે તે હું સમજું છું. અમોએ મેળવેલ બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર અધિકૃત સત્તાધિકારી ધ્વારા કોઇપણ સમયે ચકાસણી કરવામાં આવે અને ખોટું સાબિત થાય તો મારો સરકારી યોજનાનો લીધેલ લાભ કોઇપણ જાતની જાણ કર્યા સિવાય અથવા નોટીસ આપ્યા સિવાય રદ થવાપાત્ર છે અને ભારતીય ફોજદારી ધારા ફેઠળ ખોટું પ્રમાણપત્ર વિગતો રજૂ કરવા બાબતે જે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે મને બંધનકર્તા છે.

સ્થળઃ

અરજદારની પુરી સહીઃ

(નામ)..

તારીખઃ..

પિતા માતા/વાલીની પુરી સહીઃ

(નામ)...........

બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા ઉપર મુજબ ની બાહેધરી માં ફક્ત સાઇન કરીને ફોર્મ જરૂરી પુરાવા સાથે સબમિટ  કરવાનું હોય છે જે પુરાવા ઉપરોક્ત દર્શાવેલ છે. તેમજ  અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર. સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઇ પૈકી કોઇ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માર્ગી શકશે.
રહેઠાણના પુરાવાઃ- રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બીલ, ટેલિફોન બીલ, રેશનકાર્ડ,ધરવેરા બીલ, ચૂંટણી ઓળખકાર્ડ, આધાર કાર્ડ વગેરે આધારભૂત પૈકી કોઇપણ એકની નકલ આ મુજબ છે.

How to Fill Form - ફોર્મ કઇ રીતે ભરવું?




   મિત્રો બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા નીચે નું ફોર્મ પરિશિષ્ટ ક મુજબનું નીચે  પ્રમાણે નું ફોર્મ ભરવાનું હોય છે 

પેજ ૧ માં આ મુજબ વિગત ભરવી.

પેજ ૨ માં આ મુજબ વિગત ભરવી
જેમાં નીચે મુજબ ની વિગતો ભરવાની રહેશે.

પેજ ૧ માં ભરવાની વિગતો.


1 માં અરજદાર નું નામ
૨ માં અરજદાર ના પિતા નું નામ
૩ માં અરજદાર ની માટેનું નામ
૪ માં શાળા છોડ્યા મુજબના પ્રમાણપત્ર મુજબ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ.
૫ માં હાલનું સરનામું
૬. જન્મ સ્થળ નું સરનામું
૭. અને ૮ જો ગુજરાત બહારના હોય તો તેની વિગતો
૯ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ.
૧૦ સાથે બિડેલ પ્રમાણપત્રો.

પેજ ૨ માં ભરવાની વિગતો

સ્થળ -. આપનો જેતે તાલુકો , જિલ્લો
તારીખ - તારીખ 
અરજદાર ની સહી.- જેમાં અરજદાર નું નામ લખી સહી કરવી
પિતા ની સહી - જેમાં અરજદારના પિતા / વાલી નું નામ લખી સહી કરવી

ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ફોર્મ ભરીને સબમિટ ક્યાં કરાવવું

બિન અનામત વર્ગોના પ્રમાણપત્રો આપવા માટેના સક્ષમ સત્તાધિકારીઓ:
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના પ્રમાણપત્રો આપવા માટેના વખતો વખતના ઠરાવથી નિર્ધારિત કર્યા અનુસારના અધિકારીઓ રહેશે. આવા પ્રમાણપત્રો આપવા માટે નીચે મુજબના સક્ષમ સત્તાધિકારીઓ છે.

(1) કલેક્ટર / મદદનીશ કલેક્ટર / નાયબ કલેક્ટર

(2) જિલ્લા વિકાસ અધિકારી / નાયબ જિલ્લા વિકાસ અધિકારી

(3) મામલતદાર

(4) તાલુકા વિકાસ અધિકારી

(5) જિલ્લા નાયબ નિયામક(વિ.જા.) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)

સામાન્ય રીતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીએ, તાલુકાના વડા મથક માટે મામલાતદારે તેમજ જિલ્લાના વડા મથક માટે નાયબ નિયામક(વિ.જા.) । જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનો રહેશે, પરંતુ જિલ્લામાં કોઇપણ કારણોસર મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્રો ન મળ્યા હોય તો સમગ્ર જિલ્લા માટે સંબંધિત નાયબ નિયામક(વિ.જા.) અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનાં રહેશે. જિલ્લા સમાજ કલ્યાણ

.. આ જોગવાઇનો લાભ મૂળ ગુજરાતના વતની હોય તેવા બિન અનામત વર્ગના ઇસમોને મળવાપાત્ર રહેશે.

૭. બિન અનામત વર્ગના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારી ઇન્કાર કરે ત્યારે અથવા આવું પ્રમાણપત્ર ખોટું અપાયું હોવાનું જણાય ત્યારે અપીલની જોગવાઇ વંચાણે લીધેલા ક્રર્માક (૨) હેઠળના તા.૨/૬/૨૦૧૪ના ઠરાવ અનુસાર નીચે મુજબની રહેશે:

(૧) મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિર્ણય કરેલ હોય તો પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેક્ટરશ્રી/મદદનીશ કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે.

(૨) પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેક્ટરશ્રી મદદનીશ કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે.

(3) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ નિર્ણય કર્યો હોય તો નાયબ નિયામકશ્રી(વિ.જા.)ને અને નાયબ નિયામકશ્રી(વિ.જા.) એ નિર્ણય કર્યો હોય તો અધિક કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે.

(૪) જિલ્લા કલેક્ટરશ્રીએ નિર્ણય કરેલ હોય ત્યારે નિયામકશ્રી (વિ.જા.) સમક્ષ અપીલ કરી શકાશે.
 પ્રમાણપત્ર નો નમૂનો.




FAQ - FOR To get Bin Anamat Ayog Certificate


આ માટે ખર્ચ કેટલો થશે?

 સામાન્ય રીતે સરકાર શ્રી ની કચેરીઓ જેવી કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીએ, તાલુકાના વડા મથક માટે મામલાતદારે તેમજ જિલ્લાના વડા મથક માટે નાયબ નિયામક(વિ.જા.) । જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનો રહેશે, પરંતુ જિલ્લામાં કોઇપણ કારણોસર મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવા પ્રમાણપત્રો ન મળ્યા હોય તો સમગ્ર જિલ્લા માટે સંબંધિત નાયબ નિયામક(વિ.જા.) અધિકારી(વિ.જા.)એ આવા પ્રમાણપત્રો આપવાનાં રહેશે. જિલ્લા સમાજ કલ્યાણ કચેરી ઓ માં સરકાર શ્રી દ્વારા વખતો વખત નક્કી કરેલ દરે હાલ લગભગ રૂ.૨૦ જેટલો થશે.

EWS (economically weaker sections) આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અને બિન અનામત વર્ગ નું પ્રમાપત્ર - બંને એકજ છે?

  ના બંને અલગ છે EWS વર્ગ ના પ્રમાણપત્ર માં આવક દર્શાવેલી હોય છે જ્યારે બિન અનામત વર્ગના પ્રમાણપત્ર માં આવક દર્શાવેલ હોતી નથી.
બિન અનામત વર્ગનું પ્રમાણ પત્ર મેળવવા માટે આવક મર્યાદા હોય છે??
   
-ના કોઈ આવક મર્યાદા નથી.

Downloads





Conclusion

  
 મિત્રો ઉપરોક્ત માહિતીના આધારે તમે બિન અનામત આયોગ નું પ્રમાણપત્ર મેળવીને બિન અનામત આયોગ દ્વારા મળતી યોજનાઓનો લાભ લઇ શકો. અને બિન અનામત આયોગ ની તમામ યોજનાઓ નો લાભ લેવા માટે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ખુબજ જરૂરી છે EWSનું પ્રમાણ પત્ર અહી માન્ય નથી ત્યાં બિન અનામત 
વર્ગનું જ પ્રમાણપત્ર માન્ય છે. તો ઉપરોક્ત માહિતી ને અનુસરીને જડપથી આ પ્રમાણપત્ર મેળવી લો અને અસંખ્ય યોજનાનો લાભ લો.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment