Atal Pention yojana | અટલ પેન્શન યોજના (APY)
Details of APY pension yojana | યોજનાની માહિતી :
અટલ પેન્શન યોજના (APY) એ ફકત ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના (apy pension scheme) -APY હેઠળ, ગ્રાહકોને તેમની 60 વર્ષની ઉંમરે તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ( ૧ હજાર થી લઈને ૫ હજાર ) ગેરંટીડ માસિક પેન્શન આપવામાં આવશે.આમ,Atal Pension Yojana (APY) | અટલ પેન્શન યોજના દ્વારા નિશ્ચિત રકમ મળવાથી તમારી નિવૃત્તિ પછીની જિંદગી સુરક્ષિત કરી શકોછો આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા એનપીએસ(NPS) આર્કિટેક્ચર દ્વારા કરવામાં આવે છે.
Atal Pension Yojana (APY) | અટલ પેન્શન યોજના |
Beneficiary of apy pension scheme | લાભકોને મળી શકે?
ભારતનો નાગરિક હોવો જોઇએ.
અરજદારની ઉંમર 18 થી 40 ( ૪૦ વર્ષ થી વધુ નહી )વર્ષની વચ્ચે હોવી જોઇએ.
બેંક ખાતુ હોવું જોઈએ (બધા બેંક ખાતા ધારકો (APY) માં જોડાઇ શકે છે.
BENEFITS of apy pension scheme| મળવાપાત્ર લાભ
- અરજદાર ની 60 વર્ષની વય બાદ Rs.1000/- થી લઇને 5000/- સુધી માસિક પેન્શન મેળવી શકાય છે.
ગ્રાહકોના યોગદાનના 50% અથવા મહત્તમ Rs. 1000/- વાર્ષિક, જે ઓછું છે તે ભારત સરકાર તરફથી યોગદાન રહેશે.
- અરજદારના મૃત્યુ બાદ તેના પતિ અથવા પત્ની ને પણ Rs.1000/- થી લઇને 5000/- સુધી માસિક પેન્શન મેળવી શકાય છે.
-અરજદાર અને તેના પતિ અથવા પત્ની બંનેના મૃત્યુ બાદ જમા તથયેલ ફંડ તેના નોમીની(વારસદાર)ને પરત મળેછે.
તો ૧.અરજદારનું પેન્શન + ૨.તેના પતિ/પત્નીનું પેન્શન + ૩.તમામ ફંડ વસરદાર ને પરત = થયોને તગડો ફાયદો.
લાભાર્થીએ Rs. 42/- થી Rs.1454/- સુધી, ઉંમર આધારીત છ માસિક, ત્રિમાસિક કે માસિક ફાળો ભરવાનો રહે છે.
નિવૃતિકાળમાં માસિક આવક પૂરી પાડે છે.
Atal Pension Yojana (APY) Premium Calculator
નીચે દર્શાવેલ ટેબલ માં તમારી ઉમર મુજબ પ્રીમીયમ દર્શાવેલ છે
How to Apply in Atal Pension Yojana(APY) |અટલ પેન્શન યોજના (APY) માં ખાતું કઈ રીતે ખોલાવી શકાય :
APY યોજનાનો લાભ લેવા માટે જે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા હોય તો તેનો સંપર્ક કરવો અથવા જો ગ્રાહકનું ખાતું ન હોય તો, બચત ખાતું ખોલાવવું. અને બેંક અથવા પોસ્ટ ઓફિસના કર્મચારીની મદદથી અટલ પેન્શન યોજના (APY) નું નોંધણી ફોર્મ ભરવું.
નોંધણી ફોર્મ નો નમૂનો નીચે મુજબ છે.
નોંધ. ખાતું ખોલવા માટે આધાર નંબર ફરજિયાત નથી. નૉમિનીની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે.
ગ્રાહકને ખાતાનું વાર્ષિક ફીજિકલ નિવેદન(ખાતાનું વાર્ષિક સ્ટેટમેન્ટ) ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અરજીપત્રકનો નમૂનો ડાઉનલોડ કરવા નીચે ની લીંક પર ક્લિક કરો અથવા જેતે બેંક અથવા પોસ્ટ ઓફીસ પરથી પણ મળી રહેશે.
Documetns Reqired For APY | અટલ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ.
- ઓળખના પુરાવા અને સરનામાંના પુરાવા,જન્મ તારીખનો પુરાવો (આધાર કાર્ડ)
- બેંક ખાતાની વિગત,(પાસબુક ની નકલ)
- મોબાઇલ નંબર SMS માટે
અરજદાર માટે મહત્વની માહિતી : કાળાની રકમની ચુકવણીમાં મોડું/બંધ કરવા પર નીચે મુજબની કાર્યવાહી થશે:
6 મહિના પછી ખાતું સ્થિર થઇ જશે. / 12 મહિના પછી ખાતું નિષ્ક્રિય કરવામાં આવશે /24 મહિના પછી ખાતું બંધ થઇ જ
APY Pension Scheme Account Closure | (APY) માં ખાતું બંધ ક્યારે અને કેવી રીતે થશે
- 60 વર્ષની વયે પ્રાપ્ત કરવા પર : પેન્શનની રકમના 100% સાથે એપીવાય (APY)માંથી બહાર નીકળવાની મંજૂરી છે. Exit કરતાં, પેન્શન ગ્રાહકને ઉપલબ્ધ રહેશે.
- કોઈપણ કારણોસર અરજદારના મૃત્યુના કિસ્સામાં : પેન્શન જીવનસાથી માટે ઉપલબ્ધ રહેશે, બંને (ગ્રાહક અને પત્ની)ના મૃત્યુના કિસ્સામાં, પેન્શનની સંપૂર્ણ રકમ તેના નામાંકિતને પરત આપવામાં આવશે. - 60 વર્ષની વય પહેલાં બહાર નીકળો તો : મંજૂરી નથી જો કે તે અપવાદરૂપ સંજોગોમાં જ અનુમતિ છે, એટલે કે, લાભકર્તાની
- મૃત્યુની ઘટનામાં અથવા ટર્મિનલ રોગના કારણે.
Frequently Asked Questions (FAQ) for Atal Pension Yojana (APY) | અટલ પેન્શન યોજના
1.Beneficiary of apy pension scheme | લાભકોને મળી શકે?
જવાબ : ભારતનો નાગરિક હોવો જોઇએ.
અરજદારની ઉંમર 18 થી 40 ( ૪૦ વર્ષ થી વધુ નહી )વર્ષની વચ્ચે હોવી જોઇએ.
બેંક ખાતુ હોવું જોઈએ (બધા બેંક ખાતા ધારકો (APY) માં જોડાઇ શકે છે.
૨. BENEFITS of apy pension scheme| મળવાપાત્ર લાભ ?
જવાબ:અરજદાર ની 60 વર્ષની વય બાદ Rs.1000/- થી લઇને 5000/- સુધી માસિક પેન્શન મેળવી શકાય છે.
૩.How to Apply in Atal Pension Yojana(APY) |અટલ પેન્શન યોજના (APY) માં ખાતું કઈ રીતે ખોલાવી શકાય ?
જવાબ.APY યોજનાનો લાભ લેવા માટે જે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા હોય તો તેનો સંપર્ક કરવો અથવા જો ગ્રાહકનું ખાતું ન હોય તો, બચત ખાતું ખોલાવવું. અને બેંક અથવા પોસ્ટ ઓફિસના કર્મચારીની મદદથી અટલ પેન્શન યોજના (APY) નું નોંધણી ફોર્મ ભરવું.
અમલીકરણ કોણ કરશે:
Authority of Apy Pension Scheme
યોજનાનું અમલીકરણ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) કરશે
- સરનામું :
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, પહેલો માળ, આઇસીએડીઆર (ICADR) બિલ્ડિંગ, પ્લોટ નંબર 6, વસંત કુંજ, સંસ્થાકીય ક્ષેત્ર, તબક્કો -2, નવી દિલ્હી -110070
Conclusion.
આમ ઉપરોક્ત પદ્ધતિ નો ઉપયોગ કરી ને તમે Atal Pension Yojana (APY) | અટલ પેન્શન યોજનાનો લાભ લઈને તમારી નિવૃત્તિ પછીની જિંદગી સુરક્ષિત કરી શકોછો. અને આવીજ માહિતી આવનારી તમામ નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવ. જેથી કરીને આવરી તમામ યોજના ની માહિતી તમને તરતજ મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment