Ews certificate Gujarat Application

નમસ્કાર મિત્રો ગુજરાત ના વસતા બિન અનામત વર્ગ નાં લોકો ,જનરલ કેટેગરી ( ઓપન કાસ્ટ) નાં છે તેઓ અને જે જે ખાસ આર્થિક રીતે સદ્ધર નથી તેવા લોકો માટે અભ્યાસ તેમજ નોકરી માટે ૧૦ ટકા અનામત ની જોગવાઇ સરકાર શ્રી દ્વારા કરેલ છે. તો ગુજરાત સરકારની અભ્યાસ તેમજ નોકરીઓમાં 10 ટકા અનામત નો લાભ લેવા જરૂરી  Ews certificate અને Ews certificate Gujarat Application પ્રોસેસ  કરવા માટે નીચેની પદ્ધતિ અનુસરો.
ગુજરાત સરકાર નાં ઠરાવ મુજબ..

Ews certificate - Gujarat


ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વંચાણે લીધેલા તા.૨૩/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક: ઇ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯ ૪૫૯૦૩/અ થી ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જન જાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અન્ય પછાત વર્ગોમાં આવરી લેવાઇ ન હોય તેવી જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગો માટે વધારાના ૧૦ ટકા અનામતની નીતિ તા.૧૪/૦૧/૨૦૧૯ ની અસરથી અમલમાં મૂકી છે

Economically Weaker section Lists of Gujarat State


 તારીખ.૨૩/૦૧/૨૦૧૯ ના ઠરાવથી નક્કી થયા મુજબ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જન જાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અન્ય પછાત વર્ગો સિવાયની જાતિઓ, પૈકીના આર્થિક રીતે નબળા વર્ગોને નવી અનામત ની નીતિનો લાભ આપવા માટે રાજ્ય સરકારે અરજદારના કુટુંબના તમામ સ્રોત મળીને થતી કુલ આવક રૂ.૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ પૂરા) કરતાં ઓછી થતી હોય તેવી વ્યક્તિઓ/ ઉમેદવારોને અનામતનો લાભ આપવાનું નક્કી કરેલ છે.

Authorities of issues Economically Weaker(EWS) section certificate Gujarat

( આ પ્રમાણપત્ર કોણ આપી શકે )
3 સરકારે વંચાણે લીધેલા તા.૨૩/૦૧/૨૦૧૯ ના ઠસવથી આર્થિક રીતે નબળા વર્ગોના પ્રમાણપત્ર આપવા માટે નીચેના અધિકારીઓને સક્ષમ અધિકારીઓ તરીકે અધિકૃત કર્યા છે.

(૧) જિલ્લા મેજીસ્ટ્રેટ/ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/ કલેક્ટર / અધિક કલેકટર /નાયબ કલેક્ટર/ આસિ.લેકટર
(૨) મામલતદાર/તેહશીલદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવન્યુ અધિકારીઓ. (3) તાલુકા વિકાસ અધિકારી
(૪) જિલ્લા નાયબ નિયામક(વિકસતી જાતિ કલ્યાણ)/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતિ કલ્યાણ)
(૫) અત્રે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ભારત સરકાર હેઠળના અનામતનો લાભ લેવા માટે પાત્રતાના પ્રમાણપત્ર આપવા માટે મામલતદાર/તશીલદારની કક્ષાથી ઉતરતા ન ડોય તેવા અધિકારીઓ સક્ષમ સત્તાધિકારીઓ ગણાશે.
જ્યાં સક્ષમ અધિકારી યોગ્યતા પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરે અથવા ખોટું પ્રમાણપત્ર અપાયું હોય તો તેના ઉપર અપીલ (appellate) અધિકારીઓ અને તે અંગે હાથ ધરવાની પ્રક્રિયા નીચે મુજબ ઠરાવવામાં આવી છે.



(૧) મામલતદાર/તેહશીલદાર/તાલુકા વિસ અધિકારી/નાયબ નિયામક (વિ.જા.ક.) /સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.ક્ર.) એ નિર્ણય કરેલ હોય તો પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રી/મદદનીશ કલેકટરશ્રીને અપીલ કરી શાશે.
(૨) અધિક કલેકટર/પ્રાંત અધિકારી/નાયબ કલેકટર/મદદનીશ કલેકટરએ નિર્ણય કરેલ હોય તો જિલ્લા કલેકટરને અપીલ કરી શકાશે.
(૩) જિલ્લા કલેકટરે નિર્ણય કરેલ હોય તો રાજય વિશ્લેષણ સમિતિને અપીલ કરી શકાશે.
(૪) અપીલ (appellate) અધિકારીઓએ તેઓને મળેલ અરજીઓનો નિકાલ શક્ય હોય ત્યાં સુધી ૩૦ દિવસની સમય મર્યાદામાં કરવાનો રહેશે.
(૫) પાત્રતા પ્રમાણપત્ર આપવા માટે તેમજ અપીલના નિકાલ માટે ઊભા થતા રેકર્ડ-ફાઇલોને કાયમી ધોરણે સાચવવાના રહેશે.

Income eligibility for issues Economically Weaker(EWS) Gujarat.


આ પ્રમાણપત્ર કોણ મેળવી શકે?
આર્થિક રીતે નબળા વર્ગો માટેના અનામતના આ લાભ માટે અરજદારના કુટુંબની બધા સ્રોતમાંથી થતી આવકની ગણતરીના હેતુ માટે કુટુંબની વ્યાખ્યા અને બધા સ્રોતની ગણતરી નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવે છે.
(૧) કુટુંબની વ્યાખ્યામાં જે વ્યક્તિ અનામતનો લાભ લેવા ઈચ્છે છે તે પોતે, તેના/તેણીના માતા
પિતા અને તેમના ૧૮ વર્ષથી નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ-બહેનનો સમાવેશ થશે.
(૨) અનામતનો લાભ લેવા ઇચ્છતા અરજદારની પત્ની અથવા તેણીનો પતિ અને તેમના ૧૮ વર્ષથી
નીચેના બાળકોનો પણ સમાવેશ કરવાનો રહેશે.
(૩) આવકમાં કુટુંબના બધા સ્ત્રોત જેવા કે, પગાર, કૃષિ, ધંધો, વ્યવસાય વિગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
(૪) ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઈચ્છતો હોય તેના આગળના નાણાકીય વર્ષની ઉપરોકત તમામ સભ્યોની સંયુકત અને બધા સ્ત્રોતમાંથી ઊભી થતી આવક ગણતરીમાં લેવાની રહેશે.

ભારત સરકારે બંધારણિય ૧૦૩ ના સુધારા થકી (અનુચ્છેદ ૧૫ અને ૧૬) થી રાજયને ૧૦% સુધીની આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં અનામત માટેની જોગવાઇ કરી છે

Benefits of issues Economically Weaker(EWS) certificate Gujarat.

આ પ્રમાણપત્ર મેળવવાથી કયા કયા ફાયદા મળી શકે?

રાજય સરકારની સેવાઓ/નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા સારૂ આર્થિક રીતે નબળા વર્ગ પૈકીના હોવા અંગેનું પાત્રતા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૩/૦૧/૧૯ અને તા.૨૫/૦૧/૧૯ ના ઠરાવથી SC, ST, SEBC / OBC સિવાયની જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગોને નવી 10% અનામત નીતિનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબના તમામ સ્ત્રોત મળીને કુલ વાર્ષિક આવક રૂા.૮ લાખ કરતા ઓછી થતી હોય તેવી વ્યક્તિઓ/ઉમેદવારોને અનામતનો લાભ આપવાનું ઠરાવ્યું છે.

Required Documents for EWS Certificate Gujarat.

પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પૂરાવા :

(૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર/બોનાફાઇડ સર્ટી તથા જરૂરી હોય ત્યાં પિતા, દાદા, કાકા, કોઇ પૈકી કોઇ એકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
(૨) રહેઠાણના પૂરાવા તરીકે રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઇટબીલ, મ્યુનિ. ટેક્ષબીલ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય પૂરાવા જેમાં હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક.
(૩) અન્ય રાજયમાંથી સ્થળાંતરીત થયેલા કિસ્સામાં તા.૧/૪/૧૯૭૮ પહેલા ગુજરાત રાજયમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ આધારિત પૂરાવા રજૂ કરવા,
(૪) અરજદાર પુખ્તવયના હોય તો તેમનું સ્વયંનુ નિયત નમૂનાનું સોગંદનામું.
(૫) અરજદાર સગીર હોય તો તેના પિતાનું અને પિતા ન હોય તો માતાનું નિયત નમૂનાનું સોગંદનામું.
(૬) અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પૂરાવા( આવકનું અંગેનું પ્રમણપત્ર/ આવક નો દાખલો)

નોંઘ: જો તમારી પાસે આવકનું પ્રમાપત્ર ન હોય તો તે કેમનું કઢાવવું તેની માહિતી માટે અહી ક્લિક કરો.

તમામ નોકરીયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર
ધંધા/વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયે આગળના વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની નકલ
(૭) અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજૂ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજૂ કરવા.
(૮) આવક અંગેના અન્ય સ્ત્રોતની વિગતો હોય તો રજૂ કરવી.
(૯) ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઇચ્છતો હોય તેના આગળના નાણાંકીય વર્ષની ઉપરોકત તમામ સભ્યોની સંયુકત અને બધા સ્ત્રોતમાંથી ઉભી થતી આવક ગણતરીમાં લેવાની રહેશે.
(૧૦) ઉપર્યુકત સિવાય અન્ય સ્ત્રોતમાંથી થતી આવક હોય તો તે અંગેના આધારો અલગથી રજૂ કરના રહેશે.
(૧૧) સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીઓ જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે નોંધ: વિધાર્થી/ઉમેદવારોને જે બાબત લાગુ પડતી હોય તેના પૂરાવા રજૂ કરવાના રહેશે





EWS Certificate Validity Period

પ્રમાણપત્ર ની અવધિ.

ઉકત પ્રમાણપત્ર માટે સરકારના ઠરાવ આખરી ગણાશે તેમજ આર્થિક રીતે નબળા વર્ગોના 10% અનામત માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. 13/09/2019 ના ઠરાવ ક્રમાંક : ઇડબલ્યુએસ/૧૨૨૦૧૯ ૪૫૯૦૩/અ, મુજબ ગુજરાત સરકાર હેઠળના 10% અનામત લાભ માટેનું “આર્થિક નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર'' ઇસ્યુ થયા તારીખથી 3 (ત્રણ) વર્ષ સુધી માન્ય ગણવાનું રહેશે. આ જોગવાઇનો અમલ ઠરાવની તારીખ 13/9/2019 થી કરવાનો રહેશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.26-6-2020 ઠરાવથી તા.25-1-2019 થી તા.12-9-2019 સુધીમાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા વર્ગોના (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોને પણ ઇસ્યુ (Issue) થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવાના રહેશે.

Application Form and Affidavit for EWS certificate Gujarat.


આર્થિક રીતે નબળા વર્ગો માટેના અનામતના લાભ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વંચાણે લીધેલા તા.૨૩/૧/૨૦૧૯ના ઠરાવની જોગવાઇઓ અને આ ઠરાવના ઉપરના ફકરાઓમાં સમાવેલા માપદંડોને ધ્યાને રાખીને યોગ્યતા પ્રમાણપત્ર માટેની અરજીનો નમૂનો આ ઠરાવ સાથેના પરિશિષ્ટ-ક મુજબ નક્કી કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સક્ષમ અધિકારીને જરૂરી જણાય તો યોગ્યતા પ્રમાણપત્ર આપવા માટે જરૂરી હોય તેવી નિયત નમુનામાં અરજી પત્રકમાં સમાવાયેલી વિગતો સિવાયની વિગતો પણ માંગી શકશે, જે નીચે ની લીંક દ્વારા તમે ડાઉનલોડ કરી શકશો.

એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
સોગંધ નામુ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

How to get EWS Certificate?


EWS પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના સ્ટેપ ને અનુસરો.

STEP 1. સૌ પ્રથમ ઉપરની લિંક પરથી અરજી પત્રક ડાઉનલોડ કરીલો ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવી લો. અને સોગાંધનામા ની પ્રિન્ટ કઢાવી લો.
STEP 2. Print કઢાવ્યા બાદ તેમાં નીચે દર્શાવ્યાં મુજબ વીગતો ભરો.
 અને પેજ નંબર ૨ પર નીચે મુજબ વિગતો ભરવી.
STEP 3. વિગતો ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સતે બીડી તમારા ગ્રામ પંચાયત માં જઈને અને જો સિટી એરિયા હોય તો નજીક ની કચેરી માં તલાટી પાસે જઈને પંચનામુ વાળું ફોર્મ ભરાવી લેવું.

STEP 4. પંચનામુ થઈ ગયા બાદ નોટરી વકીલ પાસે સોગંધ નામુ રૂ 20નાં સ્ટેમ્પ પેપર પર કરાવવું.

STEP 5. મિત્રો આ બધું વાંચવામાં અઘરું લાગે પરંતુ ઉપરોક
 કચેરીઓ માં આ કામ રોજનું હોયછે જેથી તેમની પાસે તૈયાર ફોર્મ હોયછે અને તમામ કચેરીએ નોટરી વકીલો પણ ઉપલબ્ધ હોય છે જેથી તમારી પાસે તૈયાર ફોર્મ અને પંચનામુ હશે તો એકજ ધકકામાં કામ પતી જશે. અને તમારું ફોર્મ , પંચનામુ અને સોગનનામુ તૈયાર થઈ ગયા બાદ નજીકની તાલુકા વિકાસ ધિકારીશ્રી / મામલતદાર કચેરીએ જમા કરાવતાં જરુર  ફી રૂ 20/- માં તમને આ પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
આમ ઉપરની પદ્ધતિ ને અનુસરીને તમે EWS certificate Gujarat પ્રમાણપત્ર મેળવીને રાજ્ય સરકારની નોકરીઓ માં ૧૦% અનામત નો લાભ મેળવી શકો છો. આ ઉપરાંત જો તમે તમામ નવી સરકારી યોજનાની માહિતી નિયમિત મેળવવા ઇચ્છતા હોયતો નીચેની લિંક્સ દ્વારા અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવો.

EWS Certificate Form.














Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment