નમસ્કાર મિત્રો, હાલના સમયમાં ટ્રાફિક નાં નિયમો વધુ ને વધુ કડક બનતા જાયછે તેવા સમયે જો આપણે આપણું વાહન બહાર લઈને નીકળ્યાં હોય અને જો કોઇ ડ્રાઈવિંગ લાયસન્સ ભુલીગયા હોય તેવા સમયે મસ મોટો દંડ ભરવાની ફરજ પડેછે. અને જો લાયસન્સ સાથે રાખીએ તો તે, ખોવાઈ જવાની કે ફાટી જવાની કે તૂટી જવાનો ભય લાગેછે. આ ઉપરાંત આ બંને સમસ્યાનો રસ્તો કાઢવા જો તમે તમારા લાયસન્સ ની નકલ કઢાવી તેની ઝેરોક્ષ સાથે રાખો અને અમુક સમયે અમુક ટ્રાફિક પોલીસ ઓફિસર તે માન્ય રાખતા નથી તો પણ તમારે દંડ ભરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે શું કરવું? તો આ સમસ્યાના નિવારણ માટે સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેના મુજબ તમે ડિજિટલ ડોક્યુમન્ટ્સ નો ઉપયોગ કરી શકશો પરંતુ એ ડિજિટલ ડોક્યુમન્ટ્સ ઓથેંટિક સોર્સ દ્વારા સચવેલ હોવા જોઈએ. એકલેકે આપડે જાતેજ ફોટો પાડીને કે અન્ય ખાનગી એપ દ્વારા ફોટો પાડેલ હોય તે નહી ચાલે. તેના માટે પરિવહન મંત્રાલય દ્વારા સૂચવેલ એપ ની ઉપયોગ કરવાનો રહેશે.
આમ ઉપરોક્ત પ્રક્રીયા ને અનુસરીને તમે પોતાના મોબાઈલ માં જ પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ રાખીએ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જંજત માથી છુટકારો મેળવી શકોછો. અને જો કોઈ પણ ઓફિસર આ વર્ચ્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય રાખવા બાબતે આનાકાની કરે તો તમે ઉપર દર્શાવેલ પરિપત્ર પણ બતાવી શકોછો.
https://drive.google.com/file/d/1nDROayG0b2Fy6eCoGeIrk4qRBuo_nBB-/view?usp=drivesdk
જેમાં હાલ. ૨ એપ ને માન્ય કરવામાં આવી છે જે બંને એપ સરકારના દ્વારા લોન્ચ કર્મમાં આવેલ છે
જેમાં . ૧.M.Parivahan App( એમ. પરિવહન )
અને ૨. Digilocker (ડીજી. લોકર)
તો આ બંને માથી આજે આપણે એમ. પરિવહન એપ દ્વારા પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ કઇ રીતે સેવ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Online Driving Licence Details @ Mparivahan
STEP 1. Download M parivahan App
તમારું ડ્રાઈવિંગ લાયસન્સ digital ફોર્મ માં સેવ કરવા માટે તમારા ફોન માં M parivahan એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરીને લોગીન કરીલો.
રજિસ્ટ્રેશન અને લોગીન નો પ્રકિયા જાણવા નીચેની લિંક પર ક્લિક કરો અને તેમાં દર્શાવેલ સ્ટેપ નંબર 1 થી 5 ને અનુસરો.
STEP 2. Enter Driving licence Details in M parivahan.
ત્યારબાદ m પરિવહન એપના ડેશ બોર્ડ પર આવી જાવ. ત્યાં આવ્યા બાદ તમને નીચેની સ્ક્રીન દેખાશે. જેમાં Vehicle Number પર ક્લિક કરતા તમને વિવિધ ઓપ્શન દેખાશે જેમાંથી Driving licence પર ક્લીક કરો ત્યાર બાદ તમારો ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર એન્ટર કરી 🔎 સર્ચઆઇકન પર ક્લિક કરો.
Create Virtual Driving Licence
સર્ચ આઇકન પર ક્લિક કર્યા બાદ તમને તમારું લાયસન્સ જોવા મળશે. પરંતુ તેમાં તમારાં નામ માં તમને * જોવા મળશે તે માટે તમારે Create virtual DL પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ તમને તમારી જન્મ તારીખ પૂછવામાં આવશે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ મુજબની જન્મ તારીખ એન્ટર કર્યા બાદ તેમણે નીચે દર્શાવેલ મુજબ તમારું વર્ચ્યુઅલ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશો. આ ઉપરાંત તમારા ડ્રાઈવિંગ લાયસન્સ પર કોઈ મેમો કે દંડ નું ચલન છેકે નહી તેની માહિતી માટે Create virtual DL ને બદલે તમે View Challan પર ક્લિક કરો જેથી તમને તમારા ડ્રાઈવિંગ લાઈસન્સ પર આવેલ મેમો કે દંડ ની ભરેલ તથા ભરવાના બાકી રકમની વિગતો મળી રહેશે. આ. ઉપરાંત તમે Deshboard પરથી પણ પોતાનું વર્ચ્યુઅલ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશો. તેમાટે ડેશબોર્ડ પર આવીને તમે View My Virtual DL બટન પર ક્લીક કરો.
ત્યારબાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં જેમાં તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર કરી Add My Driving Licence બટન પર ક્લિક કરો.
Add My Driving Licence બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ તમારું વર્ચ્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ દેખાશે.
મિત્રો જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રો અને સગા સબંધીઓ ને શેર કરો અને આવીજ માહિતી હંમેશા સૌથી પહેલા મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ. જેથી જ્યારે પણ કોઈ નવી યોજના આવે તો તમને નોટીફિકેશન મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment