Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
નમસ્કાર મિત્રો, હાલના સમયમાં આપણા દેશમાં અભ્યાસ અર્થે વિદેશ જવાનુ ચલણ ખુબજ વધ્યું છે. પરંતુ તે માટે ખુબજ આર્થિક ખર્ચ કરવો પડે છે જેમકે વિદેશ જવાના વિઝા નો ખર્ચ, એર ટિકિટ અને સૌથી મોટું તો વિદેશની કૉલેજ ની મસમોટી ફી, વગેરે. અને દરેક પરિવાર પોતાની આર્થિક પરિસ્થિતિ ને કારણે આ ખર્ચ ઉઠાવી નથી શકતા જેના કારણે ઘણા બધા છોકરાઓ કે જે સ્કોલર છે, અને વિદેશ માં ભણવાની ઈચ્છા કે સ્વપ્ન ધરાવે છે તેમનું સ્વપ્ન અધૂરું રહી જાય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ સહાય યોજનાં ચાલી રહી છે જે તમામ વર્ગના વિદ્યાર્થી ઓ ને વિદેશમાં ભણવાની તક પૂરી પાડે છે, આજે આપણે વિદેશ અભ્યાસ યોજનાં શું છે, તેમાં કયા કયા ડોક્યુમન્ટ્સ જોઈશે, તેનું ફોર્મ કેમનું ભરવું, અને ફોર્મ ભરીને પછી શું કરવું તેની એટલેકે વિદેશ અભ્યાસ યોજનાની ડોક્યુમન્ટ્સ થી લઈને ખાતામાં પૈસા આવે ત્યાં સુધી ની A To Z માહીતી મેળવીશું.
Details of Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો આ મુજબ છે.
બિન અનામત તથા અનામત વર્ગ નાં વિદ્યાર્થીઓ કે જે ધોરણ-૧૨ પછી M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય ગણાશે) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫,૦૦,૦૦૦/- રૂ (પંદર લાખ)ની વિદેશ અભ્યાસ લૉન ,
૧.જે લોકો બિન અનામત વર્ગ માંઆવેછે તે લોકોને. ગુજરાત બિન અનામત વર્ગો માટેનું વિકાશ નિગમ ( બિન અનામત આયોગ - Bin Anamat Ayog) તરફથી આપવામા આવશે.
૨.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (S.E.B.C.) નિયામક શ્રી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરફથી આપવામા આવશે.
૩.જે લોકો અનુસૂચિત જાતીના(S.C) વર્ગના છે તેઓ ને નિયામક શ્રી અનુસૂચિત જાતી તરફથી આપવામા આવશે..
Benefits of Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
ધોરણ-૧૨ પછી M.B.B.S,
સ્નાતક થયા પછી (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય ગણાશે) અનુસ્નાતક નો અભ્યાસ કરવા તેમજ
સ્નાતક થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે .
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫,૦૦,૦૦૦/- રૂ (પંદર લાખ)ની વિદેશ અભ્યાસ લૉન ગુજરાત બિન અનામત તથા અનામત વર્ગો માટેનું વિકાશ નિગમ તરફથી વાર્ષિક ૪% (ચાર ટકા લેખે) સાદા વ્યાજ પર મળશે.
વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
Eligibility crieateria of Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન યોજનાં ના લાયકાતના ધોરણો :
1.બિન અનામત વર્ગ (E.B.C)
ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.
2.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)
ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
3. અનુસૂચિત જાતી (S.C)
- ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૫૦ % ટકા કે તેથી વધુ ગુણ.
- સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને પોસ્ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્ચ કક્ષાના સંશોધનઅને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન.
વિદેશ અભ્યાસ યોજનામાં સમાવિષ્ઠ અભ્યાસક્રમ(Eligible Cources in foreign study Loan)
1. બિન અનામત વર્ગ (E.B.C) & સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)
વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
2. અનુસૂચિત જાતી(S.C)
વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને પોસ્ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્ચ કક્ષાના
સંશોધનઅને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન.
ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન
Income Eligibility for Foreingn Education loan | Videsh Abhyash loan mate Avak Maryada | અરજદાર ની આવક મર્યાદા :
1. બિન અનામત વર્ગ (E.B.C)
આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦લાખ કે તેથી ઓછી.
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)
સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.
3. અનુસૂચિત જાતી(S.C)
સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.
Documents Required for Foreign study loan | Videsh Abhyash Loan Matena Documents | વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ.
1. બિન અનામત વર્ગ (E.B.C)
- શાળા છોડ્યાનો દાખલો (લિવિંગ સર્ટિફીકેટ/જન્મનું પ્રમાણપત્ર)
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- રહેઠાણનો પુરાવો
- બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણપત્ર
- કુંટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- આઈ.ટી.રીટર્ન
- ઘો.૧૦ અને ૧૨ ની માર્કશીટની નકલ/ડીપ્લોમા સર્ટીની નકલ
- સ્નાતક કક્ષા તેમજ તે પછીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટની નકલ અને ડીગ્રી સર્ટીની નકલ સ્નાતક થયા થી અરજીની તારીખ વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનો આધાર (જો હોય તો) ( ફરજિયાત નથી )
- વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિ./કોલેજનો એડમીશન લેટર
- જો આપના અભ્યાસક્રમમાં અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સીટીની સ્પષ્ટતાનો આધાર ( ફરજિયાત નથી )
- પ્રતિવર્ષ ભરવાની થતી / ભરેલ ફી નો પુરાવો અને સમગ્ર કોર્સ ની ફી નું માળખુ
- પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
- પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)
- પાસપોર્ટની નકલ
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- વિઝાની નકલ
- એર ટિકિટની નકલ
- અરજદારની સહી
- લોન માટેનાં જામીન તેમજ દસ્તાવેજ ની માહિતી.
- સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦,૦૦૦ અથવા તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની ફૂલ રકમથી દોઢ ગણી(૧.૫ ગણી) કિંમતની લાભાર્થીની પોતાની કે તેમનાં સગા - સંબંધીની મિલકત પર બોજા-નોંધ કરાવવાની રહેશે.
- આ સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦૦૦૦ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ તેમના સગા સબંધીની સ્થાવર મિલ્કત, નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે(તારીખ વગરના અથવા તો ભવિષ્યની તારીખના )
- વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
- વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
- જામીનદાર - એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.
- મોર્ગેજ
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)
- જાતિનો દાખલો
- કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
- અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
- વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
- વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
- એર ટીકીટની નકલ
- વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
- જામીનદાર
- એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.
- મોર્ગેજ
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.
3. અનુસૂચિત જાતી(S.C)
- રહેઠાણ ના પુરાવા :(રેશનકાર્ડ/વીજળી બિલ /લાઇસન્સ/ભાડાકરાર/ચુટણી કાર્ડ)
- અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
- શાળા છોડયાનો દાખલો
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- વિધાથીનું સોગધનામુ(અસલમાં)
- પાસપોર્ટ
- વિઝા
- એર ટીકીટ
- લોન ભારપાઇ કરવા અગે પાત્રતાનો દાખલો
- રૂા.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતાનો નમુનો પરિશિષ્ટ – ગ
- મિલકતના વેલ્યુએશન રીપોર્ટ
- મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્ષ રજુ કરવી.)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
Application Process of Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
આ યોજનાનો લાભ લેવા માટે ની પ્રક્રીયા Online રહેશે અને તે ઓનલાઇન અરજી ભરાઈ ગયા બાદ બિન અનામત આયોગ દ્વારા નક્કી કરેલ District Implementation Officer ની ઑફિસ માં સબમિટ કરવાની રહેશે. તો વિદેશ અભ્યાસસહાય યોજના માટે ઓનલાઈન એપ્લિકશન કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.
STEP ૧. મિત્રો અગાઉ નાં સમય માં વિદેશ અભ્યાસ યોજનાં નું ફોર્મ બિન અનામત આયોગની વેબસાઈટ પર ચાલતી હતી જે હવે થી ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પર ચાલે છે જેના પર તમે નીચે દર્શાવેલ લીંક દ્વારા જઈ શકશો.
.ત્યાં
હોમ પેજ પર પહોંચ્યા બાદ ત્યાં તમારે લોગીન કરવું પડશે અને જો તમજીરી પાસે યુઝર આઇડી અને પાસવર્ડ ન હોય તો રજીસ્ટર કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ્સ અનુસરો.
લોગીન કર્યા બાદ તમને યોજનાઓ નું લીસ્ટ દેખાશે તેમાંથી તમારે વિદેશ અભ્યાસ લોન યોજનાં પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો. અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ડોક્યુમન્ટ અપલોડ કરતા ડ્યાં રાખવું કે ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઈએ.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો. અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ડોક્યુમન્ટ અપલોડ કરતા ડ્યાં રાખવું કે ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઈએ.
ત્યાર બાદ નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારી પ્રાથમિક વિગતો નીચે દર્શાવ્યા મુજબ ભરો. અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ડોક્યુમન્ટ અપલોડ કરતા ડ્યાં રાખવું કે ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઈએ. અને ત્યાર બાદ Save & Next બટન પર ક્લીક કરો.
ત્યાર બાદ નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં Save & Next બટન પર ક્લીક કરો.
ત્યાર બાદ નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં હા સબમિટ કરો બટન પર ક્લીક કરો.
ત્યારબાદ તમારી અરજી થઈ ગઈ છે હવે અરજી પ્રિન્ટ કરો બટન પર ક્લિક કરી ને અરજીની પ્રિન્ટ કરો.
આમ ઉપર મુજબ સ્ટેપ્સ ને અનુસરીને તમે તમારી અરજી કરી શકશો
ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.
વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
આ અરજી ની પ્રિન્ટ અને તેની સાથે અપલોડ કરેલ ડોક્યુમન્ટ્સ નીચે દર્શાવેલ તમારા જેતે જિલ્લાના District Implement Officer ની કચેરી માં સબમિટ કરાવવાની રહેશે.
Institute Address and Contacts for Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન ના ડોક્યુમેન્ટ જમા કરાવવાની કચેરી ના નામ અને સરનામાં.
મીત્રો નીચે જીલ્લાનું નામ, કાચેરી નું સરનામું અને કચેરી નો ફોન નંબર આપેલ છે જે તમારા રહેણાક નાં જિલ્લા મુજબ લાગુ પડતી કચેરી માં અરજીની પ્રિન્ટ તેમજ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની હાર્ડ કોપી સબમિટ કરવી. ત્યાર બાદ અરજીની પ્રોસેસ થઈ ને તમારા આપેલ ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવશે.
અમદાવાદ
કોર્પોરેશન,બ્લોક-એ,બીજોમાળ,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ
૦૭૯-૨૫૫૦૮૮૩૭
અમરેલી
બહુમાળીભવન,બ્લોક-સી/૩,રૂમ ૩૧૩,અમરેલી
૦૨૭૯૨-૨૨૩૨૯૨
બનાસકાંઠા
ઢૂંધિયા વાડી નાબંગલા પાછળ કોઝી સિનેમા, પાસે,પાલનપુર,જિ,બનાસકાંઠા.
૦૨૭૪૨-૨૫૩૧૦૮
ભરૂચ,નર્મદા
યુનિટને ૮.એ-૮ સુપર માર્કેટ,રૂમ નં.૪ સ્ટેશનરોડ, ભરૂચ.
૦૨૬૪૨-૨૬૦૭૯૩
ભાવનગર, બોતાદ
બહુમાળીભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે. ભાવનગર.
૦૨૭૮-૨૫૧૦૪૭૪
ગાંધીનગર જિલ્લા કચેરી
સહયોગસંકુલ,સી-બ્લોક,પહેલો માળ,સેક્ટર- ૧૧, ૧૧,ગાધીનગર,
૦૭૯-૨૩૨૩૧૯૭૦
દ્વારકા, જામનગર,
દેવભૂમિ જિલ્લાસેવા સદન-૪ રૂમ નં.૩૨, જામનગર,
૦૨૮૮-૨૫૭૨૦૬૦
જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર
કોટેચાકોમર્શીયલ સેન્ટર,જયશ્રી રોડ,જનાગઢ
૦૨૮૫-૨૬૨૫૪૦૧
કચ્છ
૧૨૨બહુમાળી ભવન ભોયતળિયે, ભુજ કચ્છ.
૦૨૮૩૨-૨૨૩૦૧૩
ખેડા આણંદ
બહુમાળીબિલ્ડિંગ,સી-બ્લોક,ત્રીજો માળ, સરદાર પટેલ ભવન,નડિયાદ જિ.ખેડા,
૦૨૬૮-૨૫૬૭૫૩૨
મહેસાણા, પાટણ
બહુમાળીભવન,બ્લોક નં-૨ પહેલો માળ,
રાજમહેલ રોડ,મહેસાણા.
૦૨૭૬૨ ૨૨૧૯૩૬
પંચમહાલ,દાહોદ, મહિસાગર
જિલ્લાસેવાસદન-૨,પ્રથમ માળ,પેનલ નં.૪૮થીપર, ક્લેક્ટર કચેરી કંમ્પાઉન્ડ માંગોધરા, પંચમહાલ,પી-૩૮૯૦૦૧,
૦૨૬૭૨-૨૪૦૯૮૪
રાજકોટ,મોરબી
પહેલો માળે, બ્લોક નં -૧, જીલ્લા સેવા સદન –૩, સરકારી પ્રેસ ની બાજુમાં, રાજકોટ.
૦૨૮૧-૨૪૭૫૪૨૧
સાબરકાંઠા,અરવલ્લી
બહુમાળીભવન બ્લોક નં. એ/૩૦૭ ત્રીજોમાળ, હિંમતનગર. જિ,સાબરકાંઠા.
૦૨૭૭૨-૨૪૯૧૪૮
સુરત,તાપી
કોર્પોરેશન,બહુમાળીભવન,સી-બ્લોક, આઠમો માળ, નાનપુરા,સુરત.
૦૨૬૧-૨૪૭૮૬૬૬
સુરેન્દ્રનગર
બહુમાળીભવન,એ-૨૦૧,ખેરાળી રોડ, રાજકોટ હાઈવે, મુ.રતનપર, પો.જોરાવરનગર, જિલ્લો,સુરેન્દ્રનગર.
૦૨૭૫૨-૨૮૪૧૫૨
વડોદરા, છોટાઉદેપુ૨
નર્મદાભુવન,બીજો માળ,સી-બ્લોક,જેલ રોડ, વડોદરા.
૦૨૬૫-૨૪૨૬૦૯૬
વલસાડ,નવસારી, ડાંગ
જીલ્લાસેવા સદન -૨, ભોંયતળીયે, તિથળ રોડ, વલસાડ
૦૨૬૩૨-૨૫૧૮૨૧
Repayment of Foreign Education Loan | લોનની પરત ચુકવણી કેવી રીતે કરવી ?
1. બિન અનામત વર્ગ (E.B.C)
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે(ચૂકવેલ રકમ પહેલા વ્યાજ તરીકે જેમાં થશે)
નોંધ: લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(S.E.B.C)
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે(ચૂકવેલ રકમ પહેલા વ્યાજ તરીકે જેમાં થશે)
નોંધ: લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
3. અનુસૂચિત જાતી(S.C)
લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે(ચૂકવેલ રકમ પહેલા વ્યાજ તરીકે જેમાં થશે)
નોંધ: લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
Downloads
Frequently Asked Questions ( FAQ ) for Foreign study loan | Videsh Abhyash Loan | વિદેશ અભ્યાસ લોન
વિદેશ અભ્યાસ લોન યોજના
(૧) વિદેશ અભ્યાસ લોન યોજનાની અરજી કરવા માટે કયા ક્યા જરૂરી ડોક્યુમેન્ટ્સની જરૂરીયાત રહે છે ?
જવાબ :- નિયત નમૂનાની અરજીપત્રક,બાંહેધરી પત્રક,બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર,આવનું પ્રમાણપત્ર, આધાર
કાર્ડની નકલ, શાળા છોડ્યાનો દાખલો તેમજ ધોરણ ૧૦/૧૨ ની માર્શીટની નકલ,ધોરણ ૧૨ અને તે પછીનાં સ્નાતક અભ્યાસની માર્શીટની નકલ,વિદેશની યુનિવર્સીટીનો એડમિશન લેટર,પ્રતિ વર્ષ ભરવાની થતી ફી નો પુરાવો,પાસપોર્ટની નકલ,વિઝાની નકલ (જો મેળવેલ હોય તો) પિતા/વાલીની મિલકતનાં વેલ્યુએશન સર્ટીઅને મિલકતના આધારો,પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ) કરવાની સંમતિપત્ર,અરજદારના બેંક પાસબુકનાં પ્રથમ પાનાની નકલ.
(૨) વિદેશ અભ્યાસ લોન યોજનામાં કયા કયા અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે?
જવાબ :- ધો-૧૨ પછી એમ.બી.બી.એસ,ભારત માંથી સ્નાતક કર્યા પછી અનુસ્નાતક માટે રિસર્ચ જેવા ટેકનીકલ,પેરા મેડિકલ,પ્રોફેશનલ,ડિપ્લોમા ડિગ્રી પછીના ઉચ્ચ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૩) વિદેશ અભ્યાસ માટે કેટલી લોન મળવાપાત્ર છે ?
જવાબ :- વધુાં વધુ રૂ.૧૫ લાખ કે ખરેખર થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે મુજબની.
(૫) વિદેશ અભ્યાસ લોન યોજના માટે વ્યાજ દર કેટલો રાખવામાં આવેલ છે ?
જવાબ :- ૪ ટકા (સાદુ વ્યાજ ).
(૬) વિદેશ ગયા પછી વિદ્યાર્થીને લોન મળવાપાત્ર છે કે કેમ ? જવાબ :- હા.
(૭) વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીને રૂ.૧૫ લાખથી વધુ લોન મળવાપાત્ર છે કે કેમ ?
જવાબ :- ના,
(૮) વિદેશ અભ્યાસની લોન વ્યાજ સાથે ક્યારે ભરવાની થાય છે ?
જવાબ :- અભ્યાસ પુર્ણ થયાના ૧ વર્ષ બાદ (માસિક હપ્તામાં )
(૯) વિદેશ અભ્યાસ લોનનાં દસ્તાવેજમાં કઇ કઇ બાબતો ધ્યાને લેવામાં આવશે ?
જવાબ :- રૂ.૭.૫૦ લાખ સુધીની લોન લેવાની હોય તો પરિશિષ્ટ ૧,૨ મુજબ બોજાનોંધ કરવાની રહેશે અને રૂ.૭,૫૦ લાખથી વધુ લોન લેવાની હોય તો (પરિશિષ્ટ ૩ પિતા/વાલીની મિલકત મોર્ગેજ (ગિરોખત) કરવાની રહેશે.તેમજ વેલ્યુએશન સર્ટી આપવાનું રહેશે,
(૧૦) આવકનો દાખલો કયા અધિકારીનો માન્ય ગણવામાં આવશે?
જવાબ :- તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ) અને મામલતદાર
(૧૧)ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે?
જવાબ: ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો ( સર્ટીફીકેટ્સ,માર્કશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જીલ્લા મેનેજરશ્રીઓને લોનની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.
(૧૨) ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શુ થાય?
જવાબ:- અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
Conclusion
તો મિત્રો ઉપર દર્શાવેલ સ્ટેપ ને ફોલો કરીને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિદેશ અભ્યાસ લોન સહાય યોજનાં નો લાભ લઈને વિદેશ જવાનુ પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. જો આ માહિતી આપને સારી લાગી હોય અને તમને પણ કોઈની મદદ કરવી તો આ પોસ્ટ ને બને તેટલી વધુ માં વધુ શેર કરો.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment