નમસ્કાર મિત્રો, બિન અનામત( જનરલ કાસ્ટ, ઓપન કેટગરી,) નાં લોકો કે જે આર્થિક રીતે ઓછા સદ્ધર છે તેઓ માટે સરકાર શ્રી દ્વારા ૧૦ ટકા અનામતની જોગવાઇ કરેલ છે તો તે અનામત નો લાભ ૨ રીતે Central Government EWS cirtificate અને Gujarat Government EWS cirtificate થી લઈ શકાય છે જેમકે,
૧. ગુજરાત સરકાર ની નોકરી. કે શૈક્ષણિક સંસ્થાઓ માટે અને
૨. કેન્દ્ર સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થાઓ માટે , અત્રે નોંધનિય છે કે કેન્દ્ર સરકારની નોકરી માટે ગુજરાત સરકાર નું EWS પ્રમાણ પત્ર માન્ય ગણાશે નહિ. તેના માટે અલગથી પ્રમાણપત્ર કઢાવવાનું રહેછે જેને Central Government EWS cirtificate - Income and Asset certificate ( આવક અને મિલકત અંગેનું પ્રમણપત્ર) તરીકે ઓળખવામાં આવેછે જે કેમનું મેળવવું તેની સંપુર્ણ માહિતી અહી મેળવીશું.
Central Government EWS cirtificate - Income and Asset certificate.
Benefits of Income and Asset certificate ( central government EWS certificate )
Income and Asset certificate ( આવક અને મિલકત અંગેનું પ્રમણપત્ર) નાં લાભો નીચે મુજબ છે
કેન્દ્ર સરકારની સેવાઓ/નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેન્દ્રની યાદીમાં રહેલા SC ST અને SEBC / OBC સિવાયના બિનઅનામત વર્ગો માટે આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા સારૂ આર્થિક રીતે નબળા વર્ગ પૈકીના હોવા અંગેનું પાત્રતા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
કેન્દ્ર સરકારની સેવાઓ/નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેન્દ્રની યાદીમાં રહેલા SC, ST અને SEBC/OBC સિવાયના બિનઅનામત વર્ગો માટે માપદંડ નીચે મુજબ છે.
Eligibility criteria for Income and Asset certificate ( central government EWS certificate ).
કેન્દ્ર સરકાર નું EWS પ્રમાણપત્ર મેળવવા માટે ઉમેદવાર નીચેના યોગ્યતા ધરાવતા હોવા જોઈશે.
. કુટુંબની કુલ વાર્ષિક આવક રૂા.૮ લાખ થી ઓછી (સ્ત્રોતઃ ખેતી, ધંધો, વ્યવસાય, પગાર )હોવી જોઈએ.
અત્રે નોંધનીય છે કે પરિવારની આવક ગમે તેટલી (ઓછી) હોય પરંતુ નીચે મુજબની સંપતિ ધરાવતા પરિવારની વ્યક્તિને આર્થિક રીતે નબળા વર્ગમાંથી બાકાત ગણવામાં આવશે.
• ૫ (પાંચ) એકર કે તેથી વધુ કૃષિ જમીન હોય,
૧૦૦૦ ચોરસ ફુટ કે તેથી વધુ માપનો રહેઠાણ માટેનો કલેટ હોય,
• નોટીફાઇડ મ્યુનિસી,માં ૧૦૦ ચો. યાર્ડ કે વધુ માપનો રહેઠાણ માટે પ્લોટ હોય અને આ સિવાયના વિસ્તારોમાં ૨૦૦ ચો. યાર્ડ કે તેથી વધુ માપનો રહેઠાણ માટે પ્લોટ ધરાવતા લોકો બાકાત રહેશે.
Authorities for Income and Asset certificate ( central government EWS certificate )
ઉપરોકત પ્રમાણ પત્ર કોની પાસેથી મેળવી શકાશે?
(૧) જિલ્લા મેજીસ્ટ્રેટ / અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ / ક્લેકટર / અધિક કલેકટર / તાલુકા
(ર) મામલતદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવન્યુ અધિકારીઓ
Required Documents for Income and Asset certificate ( central government EWS certificate )
પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પૂરાવા નીચે મુજબ છે.
(૧) અરજદારની જાતિ પૂરવાર થાય તે માટે અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર / બોનાફ઼ાઇડ સર્ટી તથા જરૂરી હોય ત્યાં પિતા, દાદા, કાકા, કોઇ પૈકી કોઇ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(૨) અરજદારની જાતિ પૂરવાર થાય તેવા અન્ય કોઇ સરકારી રેકર્ડ આધારીત પૂરાવાઓ જેવા કે જમીન / મકાન / પ્લોટના દસ્તાવેજ વગેરે
(૩) રહેઠાણના પૂરાવા તરીકે રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઇટબીલ, મ્યુનિસપલ ટેક્ષબીલ, ચુંટણી ઓળખકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય પૂરાવા જેમાં હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે
તે એક
(૪) અરજદાર પુખ્ત હોય તો તેમનું સ્વયંનુ નિયત નમૂનાનું સોગંદનામું.( જે તમને નીચે લિંક દ્વારા મળી રહેશે)
(૫) અરજદાર સગીર હોય તો તેના પિતાનું અને પિતા ન હોય તો માતાનું નિયત નમૂનાનું સોગંદનામું
(૬) અરજદારના કુટુંબના તમામ સભ્યોની તમામ સ્ત્રોતમાંથી થતી કુલ વાર્ષિક આવક અંગેના પૂરાવા.
(૭) અરજદાર તથા કુટુંબીજનો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તમામ સભ્યોની જમીન અંગે ૭/૧૨ તથા ૮-અ ઉતારાની નકલ.
(૮) રહેણાંક હેતુ માટેની જમીન / પ્લોટ માટે સનદ / આકારણી / દસ્તાવેજ અથવા અન્ય મહેસુલી આધાર
(૯) રહેણાંકના કલેટ / મકાન અંગે દસ્તાવેજ અથવા કાળવણી હુકમ અથવા અન્ય મહેસુલી આધાર
(૧૦) ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઇચ્છતો હોય તેના આગળના નાણાંકીય વર્ષની ઉપરોક્ત તમામ સભ્યોની સંયુકત અને બધા સ્ત્રોતમાંથી ઉભી થતી કુલ આવક ગણતરીમાં લેવાની રહેશે.
(૧૧) અરજદાર અને અથવા તેના કુટુંબીજનોની સ્વમાલિકી / રહેણાંકના પ્લોટ ધરાવતા હોય તો તેની વિગત ( ખાલી ફોર્મ માં લખવાની રહેશે)
(૧૨) અરજદાર અને, અથવા તેના કુટુંબના સભ્યોની નોકરી / ધંધા /વ્યવસાય / ખેતી સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી થતી આવકની વિગત
(૧૩) સક્ષમ અધિકારીઓ અથવા અપીલ અધિકારીઓ જો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.
Validy of Income and Asset certificate ( central government EWS certificate )
પ્રમાણ પત્ર ની અવધિ ક્યાં સુધી માન્ય રહેશે?
ઉકત પ્રમાણપત્ર માટે સરકારના ઠરાવ આખરી ગણાશે તેમજ આર્થિક રીતે નબળા વર્ગોના 10% અનામત માટે સરકાર દ્વારા અન્ય કોઇ નિર્ણય ન લેવાય ત્યાં સુધી અનામતનો લાભ લેવા ઇચ્છતા હોય તેના આગળના નાણાંકીય વર્ષ જ ગ્રાહય ગણાશે.( સામાન્ય રીતે ૩ વર્ષ હોઇ શકે છે.)
Application form of Income and Asset certificate ( central government EWS certificate )
Application process of Income and Asset certificate ( central government EWS certificate )
પેજ નંબર ૧ માં અરજદારને લાગતી વિગતો ઉપર મુજબ ભરવી.
પેજ નંબર ૨ પર કુટુંબ નાં સભ્યોની વિગતો ઉપર મુજબ ભરવી.
પેજ નંબર ૩ પર જમીન અને મકાન ની વિગતો ઉપર મુજબ ભરવી
પેજ નંબર ૪ પર વધારાના મકાન અને પ્લોટ ની વિગતો ભરવી.
ત્યાર બાદ પેજ નંબર ૫ માં આવક ની વિગતો ભરીને ઉપર દર્શાવ્યાં મુજબ વિગતો ભરવી.
પેજ નંબર ૨ પર કુટુંબ નાં સભ્યોની વિગતો ઉપર મુજબ ભરવી.
પેજ નંબર ૩ પર જમીન અને મકાન ની વિગતો ઉપર મુજબ ભરવી
પેજ નંબર ૪ પર વધારાના મકાન અને પ્લોટ ની વિગતો ભરવી.
ત્યાર બાદ પેજ નંબર ૫ માં આવક ની વિગતો ભરીને ઉપર દર્શાવ્યાં મુજબ વિગતો ભરવી.
પ્રમાણપત્ર મેળવવા માટે સૌ પ્રથમ નીચે આપેલ . ત્યારબાદ નોટરી પાસે જઈને સોગાંધનામુ કરવિલો અને ઉપર દર્શાવેલ જરૂરી પ્રમાણ પાત્રો આ અરજી સાથે બીડીને તમારી નજીકની મામલતદાર કચેરીમાં સબમિટ કરિદો જેથી તમને તમારું કેન્દ્ર સરકાર ની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓ પ્રવેશ માટે ૧૦% અનામત માટેની EWS પ્રમાણ પત્ર મળી જશે.
STEP 1. ઉપર દર્શાવેલ લીંક દ્વારા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીલો ત્યાર બાદ બાહેંધરી સુધી ફોર્મ માંગ્યા મુજબ ફોર્મ ભરો.
STEP 2. ત્યારબાદ નોટરી પાસે સોગંદનામુ કરવી લો. ( ફોર્મ માં દર્શાવ્યા મુજબ)
STEP 3. ત્યારબાદ તમામ દર્શાવેલ ડોકયુમેન્ટ, અરજી અને સોગંદનામુ નજીકની મામતદારશ્રી ની કચેરી માં જમા કરાવી દો
જેથી તમને CENTRAL GOVERNMENT EWS CERTIFICATE મળી રહેશે.
આમ ઉપરોક્ત પ્રક્રિયાને અનુસરીને તમે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦% અનામત મેળવી શકો છો. અને જો આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો બને તેટલું વધારે શેર કરો જેથી દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. જો તમે આવીજ માહિતી હંમેશા મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગૃપસ માં જોડાવ.
Blogger Comment
Facebook Comment