નમસ્કાર મિત્રો, હાલમાં દરેક કાસ્ટ નાં લોકો માટે અનેક યોજનાઓ ચાલી રહીછે અને તે તમામ યોજનાઓ નો લાભ લેવા માટે તમામ કાસ્ટ જેવીકે જનરલ કેટેગરી ( ઓપન કાસ્ટ ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ વગેરે. માટે એક કોમન પ્રમાણપત્ર આવકનું પ્રમાણ પત્ર( Income Certificate ) ફરજીયાત છે. તો આ પોસ્ટ દ્વારા આવકનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ ( How to get Income Certificate) જોઈશું.
Income Certificate Online Applciation Process
Authorities for issue Income Certificate in Gujarat.
ગુજરાત સરકારના મજુર સમાજકલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરના તા.૫/૩/૧૯૮૦ ના ઠરાવ નં. બીસીઆર ૧૦૮૦–ડાયરી-૩ર૧-૨ મુજબ નીચે પ્રમાણે અરજી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
: મામલતદારશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ/નાયબ કલેકટરશ્રી, નાયબ જિલ્લા અધિકારીશ્રી, મામલતદારશ્રી, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, સુધરાઇના ચીફ ઓફિસરશ્રી, સર્વે રાજયપત્રિત અધિકારીશ્રી, મહેસુલ ખાતાના ત્રીજા વર્ગના દરજજાથી નીચેના ન હોય તેવાનોન મીનીસ્ટ્રીયલ અધિકારીશ્રીઓ.
( ટૂંકમાં તમારી નજીકની મામલતદાર કચેરી નો સંપર્ક કરવો ત્યાં થી મળી રહેશે.)
નિકાલની સમય મર્યાદા : ૧ દિવસ
Required Document For Income Certificate
રહેઠાણ પુરાવો જોડાણ (કોઈપણ એક)
- રેશન કાર્ડ
- વીજળી બિલની નકલ.
- ટેલિફોન બિલની નકલ.
- ચૂંટણી કાર્ડની નકલ.
- પાસપોર્ટની નકલ
- બેંક પાસબુક/રદ કરેલ ચેકનું પ્રથમ પેજ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ/પાસબુક
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- સરકારી ફોટો આઈડી કાર્ડ/સેવા ફોટો
- PSU દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ >
- પાણીનું બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
- જરૂરી પ્રમાણપત્રો ( જરૂરી ડોક્યુમન્ટ્સ )
ઓળખ પુરાવો જોડાણ (કોઈપણ એક)
- ચૂંટણી કાર્ડની નકલ.
- ટ્રુ કોપી ઈન્કમટેક્સ પાન કાર્ડ
- પાસપોર્ટની સાચી નકલ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ/ સેવા ફોટો ઓળખ કાર્ડ
- નાગરિકનો ફોટો ધરાવતો કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો ID
આવકનો પુરાવો (કોઈપણ એક)
- એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમ સાથે નોકરી કરતા હોય)
- જો પગારદાર હોય (ફોર્મ : 16-A અને છેલ્લા 3 વર્ષ માટે ITR) જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષ ITR અને વ્યવસાયનું અને વ્યવસાયની બેલેન્સ શીટ.)
- તલાટી સમક્ષ ઘોષણા.
અન્ય પુરાવા
- રેશન કાર્ડ
- વીજળી બિલની સાચી નકલ.
- ટેલિફોન બિલની સાચી નકલ.
- એફિડેવિટ
Income Certificate Application Form
અરજી પ્રક્રીયા - નીચે દર્શાવેલ લીંક દ્વારા અરજી પત્રક ડાઉનલોડ કરો.
ત્યારબાદ આ પ્રમાણપત્ર માં આવક દર્શાવવાની હોવાથી સોગાંધનામુ કરાવવું પડેછે તો સામાન્યરીતે દરેક નોટરી પાસે સોગંધનામાં નો નમૂનો હોયછે જ જો નાં હોય તો નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરીલો.
Income Certificate - Gujarat Process.
STEP 1. સૌ પ્રથમ ઉપર દર્શાવેલ લીંક પરથી ફોર્મ ડાઉનલોડ કરો.અને જરૂરી ડોક્યુમેન્ટ્સ બીડીને ગ્રામ પંચાયત માં
STEP 2. ફોર્મ માં દર્શાવેલ અરજદાર નો રૂબરૂ જવાબ( પરિશિષ્ટ ૩ ) અને પંચનામુ (પરિશિષ્ટ 4) માં તલાટી નાં સહી સિક્કા કરાવવા.
STEP 3. ત્યારબાદ નજીક ની મામલતદાર કચેરીમાં જઈને આ અરજી સબમિટ કરાવવી જેથી તમને આવકનો દાખલો મળી રહેશે.
જો સોગંધ નમાં ની જરૂર જણાશે તો તમને સોગંદનામુ લાવવા કહેવામાં આવશે તો કચેરી ની બહાર નોટરી પાસેથી સોગંધ નામુ કરવી શકાશે. જે ફકત રૂ ૨૦/- નાં સ્ટેમ્પ પેપર પર કરાવવાનું રહેશે.
આમ ઉપરની પદ્ધતિ થી તમે આવકનું પ્રમાણપત્ર મેળવી શકોછો. અને જો તમને આ પોસ્ટ ગમિહોય તો બને તેટલી વધુ શેર કરો. અને આવીજ દરેક સરકારી યોજનાની માહિતી હંમેશા મેળવવા માટે નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવો.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment