નમસ્કાર મિત્રો, હાલના સમયમાં ટ્રાફિક નાં નિયમો વધુ ને વધુ કડક બનતા જાયછે તેવા સમયે જો આપણે આપણું વાહન બહાર લઈને નીકળ્યાં હોય અને જો કોઇ ડોક્યુમન્ટ ભુલીગયા હોય તેવા સમયે મસ મોટો દંડ ભરવાની ફરજ પડેછે. અને જો બધાજ ડોક્યુમેન્ટ્સ સાથે રાખીએ તો ડોક્યુમન્ટ્સ, ખોવાઈ જવાની કે ફાટી જવાની કે તૂટી જવાનો ભય લાગેછે. અત ઉપરાંત આ બંને સમસ્યાનો રસ્તો કાઢવા જો જમે તમામ ડોક્યુમેન્ટ્સ ની નકલ કઢાવી તેની ઝેરોક્ષ સાથે રાખો અને અમુક સમયે અમુક ટ્રાફિક પોલીસ ઓફિસર તે માન્ય રાખતા નથી તો પણ તમારે દંડ ભરવી પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે શું કરવું? તો આ સમસ્યાના નિવારણ માટે સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેના મુજબ તમે ડિજિટલ ડોક્યુમન્ટ્સ નો ઉપયોગ કરી શકશો પરંતુ એ ડિજિટલ ડોક્યુમન્ટ્સ ઓથેંટિક સોર્સ દ્વારા સચવેલ હોવા જોઈએ. એકલેકે આપડે જાતેજ ફોટો પાડીને કે અન્ય ખાનગી એપ દ્વારા ફોટો પાડેલ હોય તે નહી ચાલે. તેના માટે પરિવહન મંત્રાલય દ્વારા સૂચવેલ એપ ની ઉપયોગ કરવાનો રહેશે.
આમ ઉપરોક્ત પ્રક્રીયા ને અનુસરીને તમે પોતાના મોબાઈલ માં જ ડોક્યુમેન્ટનાં રાખીએ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જંજત માથી છુટકારો મેળવી શકોછો. અને જો કોઈ પણ ઓફિસર આ વર્ચ્યુઅલ આરસી માન્ય રાખવા બાબતે આનાકાની કરે તો તમે ઉપર દર્શાવેલ પરિપત્ર પણ બતાવી શકોછો.
https://drive.google.com/file/d/1nDROayG0b2Fy6eCoGeIrk4qRBuo_nBB-/view?usp=drivesdk
જેમાં હાલ. ૨ એપ ને માન્ય કરવામાં આવી છે જે બંને એપ સરકારના દ્વારા લોન્ચ કર્મમાં આવેલ છે
જેમાં . ૧.M.Parivahan App( એમ. પરિવહન )
અને ૨. Digilocker (ડીજી. લોકર)
તો આ બંને માથી આજે આપણે એમ. પરિવહન એપ દ્વારા વાહનના ડોક્યુમન્ટ કઇ રીતે સેવ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Vehicle information online | M parivahan Vehicle Information process
Step.1. Download M parivan એપ.
m પરિવહન એપ ડાઉનલોડ કરવામાટે ગૂગલ પ્લે સ્ટોર માં જઈને m parivahan લખવાથી તમને એપ મળશે અથવા તમે નીચેની લીંક દ્વારા પણ એપને ડાઉનલોડ કરી શકો છો.
STEP.2 Account Creation
m Parivahan એપ ડાઉનલોડ કર્યા બાદ તેમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમે આગાઉ આ એપ ઉપયોગ કરેલ હોય તો Sign in બટન પર ક્લિક કરો અને જો પહેલી વખત જ આ એપનો ઉપયોગ કરતા હોય તો Create Account પર ક્લિક કરો.
STEP.3 USER REGISTRATION
Create Account પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે જેમાં તમારે નીચે મુજબ વિગતો ભરવાની રહેશે.
Select state ની સામે તમારા રાજ્યનું નામ
Full Name માં તમારું આખું નામ
Mobile Number માં તમારો ચાલતો હોય તે મોબાઈલ નંબર કારણ કે મોબાઈલ નંબર વેરીફીકેશન માટે અહી એન્ટર કરેલ મોબાઈલ પર OTP સેન્ડ કરવામાં આવશે.
Set 6 digits security MPIN ની સામે તમે 6 અંક નો પાસવર્ડ બનાવો જે તમે જ્યારે પણ આ એપ ઓપન કરો ત્યારે પૂછવામાં આવશે તેથી યાદ રહે તેવો પાસવર્ડ સેટ કરવો હિતાવહ છે
Email Id માં તમારું ઇમેઇલ આઇડી એન્ટર કરો
ઉપરોક્ત તમામ વિગતો ભરાઈ જાય ત્યારબાદ submit બટન પર ક્લિક કરો.
Submit બટન પર ક્લિક કરતા બાદ તમને એક OTP સેન્ડ કરવામાં આવશે જે OTP એન્ટર કર્યા બાદ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. અને રજીસ્ટર થયા બાદ તમ લોગીન કરીને સેવાઓનો લાભ લઈ શકો છો
Step 4. Login process in M parivan.
એમ પરિવહન એપ માં ઉપર દર્શાવ્યા મુજબ રજિસ્ટર થયા બાદ તમે Home સ્ક્રીન પર પહોંચી જાવ છો ત્યાર બાદ તમને નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે.જેમાં તમારો મોબાઈલ નંબર અને MPIN એન્ટર કરીને sign in with MPIN બટન પર ક્લિક કરો.
લોગીન કર્યાબાદ જો તમે જૂનાં યુઝર છો અને એપ અપડેટ કરેલ છે જેથી તમારી પાસે MPIN નથી તો Forget Security MPIN પર ક્લિક કરીને MPin સેટ કરવાનું કહેશે.
MPIN સેટ કરવામાટે નીચે મુજબ પ્રક્રીયા ને અનુસરો. Forget Security MPIN પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે. જેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને Generate MPIN પર ક્લિક કરો.
Generate MPIN પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે. જેમાં તમારો મનપસંદ 6 અંકનો પાસવર્ડ બનાવી અને આ પાસવર્ડ એન્ટર કરી Submit બટન પર ક્લિક કરો.
Sabmit બટન પર ક્લિક કર્યા બાદ તમારો એમ પિન સફળતા પૂર્વક જનરેટ થઈ ગયેલ છે. જેનું કન્ફર્મેશન નીચેની સ્ક્રીન દ્વારા મળશે. જેમાં Ok બટન પર ક્લિક કરીને તમે લોગીન સ્ક્રીન પર પહોંચી જશો.
લોગીન સ્ક્રીન પર પહોંચ્યા બાદ તમે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને લોગીન કરો. લોગીન કર્યા બાદ તમને નીચે દર્શાવ્યા મુજબ ની સ્ક્રીન દેખાશે.
STEP. 5. M parivahan Deshboard આ સ્ક્રીન એમ પરિવહન ડેશબોર્ડ તરીકે ઓળખાય છે તમા તમને તમારા વાહન અને ડ્રાઈવિંગ લાયસન્સ ને લાગતા વિવિધ વિકલ્પો દેખાશે. જેમાં તમારા વાહનની RC બુક ઑનલાઇન જોવા માટે વાહનનો નંબર એન્ટર કરી સર્ચ નાં બટન પર ક્લિક કરો
જેથી તમને તમારા વાહનની વિગત નીચે મુજબ દેખાશે. અને વાહનની માહિતી સાથે સાથે તમને નીચે બે બટન પણ દેખાશે જેમાં
Create Virtual Rc
1.Create Virtual Rc - ઉપરની સ્ક્રીનમાં તમને માલિકના નામ માં * દેખાશે જો તમારે સંપુર્ણ વિગત જોઈતી હોય તો Virtual RC જનરેટ કરવી.
2.View Challan - તમારા વાહનમાં જો કોઈ ટ્રાફિક નો e મેમો છે કે નહિ તે ચેક કરવા માટ અહીં ક્લિક કરો.
Virtual RC બુક જોવા માટે Create Virtual RC પર ક્લિક કરો.
Create Virtual RC પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે. જેમાં તમારા વાહનના ચેચિસ નંબર નાં ને એન્જિન નંબર નાં છેલ્લા પાંચ અંક એન્ટર કરો.અને Create Virtual RC પર ક્લિક કરો.
Create virtual Rc પર ક્લિક કર્યા બાદ તમને નીચે દર્શાવ્યાં મુજબ સ્ક્રીન દેખાશે જેમાં તમારા આખા નામ સાથે ની વાહનની આરસી બુક દેખાશે.
Traffic challan details.
આ ઉપરાંત તમે તમારા વાહન માં જો કોઈ ટ્રાફિક નો મેમો કે દંડ આવેલ છેકે નહી તે જાણવા માટે ઉપરની સ્ક્રીન માં Viee Challan પર ક્લિક કરવાથી તમારા તમને ચેચીસ નંબર અને એન્જિન નંબર નાં છેલ્લા પાંચ અંક પૂછશે. જે એન્ટર કરતા તમને e memo અથવા અન્ય તમામ મેમાં ની માહિતી મળી રહેશે.
આ ઊપરાંત તમે Deshboard પરથી પણ વર્ચ્યુઅલ આરસી બુક જનરેટ કરી શકશો.
જે માટે નીચેના સ્ટેપ્સ ને અનુસરો.
સૌ પ્રથમ Deshboard પર જઈને Virtual RC પર ક્લીક કરો.
Virtual RC પર ક્લીક કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જેમાં તમારો વાહનનો નંબર, એન્જિન અને ચેસિસ નંબરના છેલ્લા પાંચ અંક નાખી એન્ટર કરી Add My Vehicle પર ક્લિક કરવાથી અગાઉ મુજબ તમને તમારી આરસી બુક મળી જસે જે ટ્રાફિક પોલીસ ને બતાવી શકો છો.
મિત્રો જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રો અને સગા સબંધીઓ ને શેર કરો અને આવીજ માહિતી હંમેશા સૌથી પહેલા મેળવવા ઇચ્છતા હોય તો નીચેની લિંક્સ દ્વારા અમારા ગ્રુપ માં જોડાવ. જેથી જ્યારે પણ કોઈ નવી યોજના આવે તો તમને નોતિફિકેશન મળી રહે.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment