How to File an e - FIR Full Process | ઘેર બેઠાં કરો FIR | eFir - જાણો ફૂલ પ્રોસેસ.

How to File an e - FIR | ઘેર બેઠાં કરો FIR | eFir


eFir | ઈ-એફ.આઇ.આર

નમસ્કાર મિત્રો, હાલના સમયમાં ચોરી અને લૂંટફાટ ની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. જેમકે મોબાઇલ ની ચોરી, વાહનોની ચોરી વગેરે. અને ખાસ કરીને આ બંને પ્રકારની ચોરીઓ ખુબ જ પ્રમાણ માં વધી ગઈ છે. અને જ્યારે ના કરે નારાયણ અને આપડી સાથે આ ઘટના ઘટે તેવા સમયે આપણને પહેલો વિચાર આવે કે લાવ ને આપણે ફરિયાદ પોલીસ સ્ટેશન માં નોંધાવી દઈએ પરંતુ પછીથી વિચાર આવે કે આ બધી પ્રોસેસ માં સમય લાગી શકે છે અને ત્યાં પોલીસ સ્ટેશન માં પણ જવું પડે છે જેથી આપણે આ વિચાર માંડી વાળીએ છીએ, પરંતુ આપણા ગુજરાત પોલીસ વિભાગે નાગરિકો ને હાલાકી ન ભોગવવી પડે તે માટે થી ઇ એફ. આઇ. આર. નો કોન્સેપ્ટ લઇને આવ્યું છે. તો ચાલો જોઈએ 
નાગરિકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરિયાદમાં સરળતા રહે હેતુથી ગુજરાત પોલીસનો નવો અભિગમ છે ઈ-એફ. આઇ.આર તો ચાલો જાણીએ E- FIR  શું છે અને તે કેવી રીતે ફાઈલ કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.
How to File an e - FIR Full Process
How to File an e - FIR Full Process


About eFir | E FIR વિશે


      તારીખ ૨૩/૦૭/૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતેમાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ની ઉપસ્થિતિ માં વાહનચોરી અને મોબાઇલ ચોરી માટે e - FIR સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે.

Benefits of Efir | E FIR ના ફાયદા


ગુજરાત રાજ્ય પોલીસના સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશનની ઇ-એફ.આઇ. આર. સેવા થકી નાગરીકો ઘરે બેઠા વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ કરી શકશે.

ઇ-એફ.આઇ.આર અંતર્ગત નાગરીકને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત રહેતી નથી.

નાગરિક ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશ એપના માધ્યમથી ગમે ત્યાંથી ગમે તયારે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે.

નાગરિકે નોંધાવેલ ઇ-એફ.આઇ.આર.ની તપાસની અંગેની સ્થિતિ તેઓના પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસએમએસ દ્વરા મોકલવામાં આવશે.

૪૮ કલાકમાં પોલીસ જે તે  ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની રૂબરૂ મુલાકાત લેશે તેમજ વાહન ચોરીના કિસ્સામાં ચોરાયેલ વાહન અંગેની જાણ જે તે વિમા કંપનીને પણ કરવામાં આવશે.

નાગરીકની ફરિયાદની તપાસ માત્ર ૨૧ દિવસમાં પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલાશે. જેથી નાગરિકોના ચોરાયેલ વાહનના વીમાની રકમ ઝડપથી મેળવી શકશે.

ઈ-એફઆઇઆર અંતર્ગત તારીખ ૨૩/૦૭/૨૦૨૨થી ૨૫/૦૮/૨૦૨૨ સુધીમાં કુલ ૪૫૮ એફઆઇઆર નોંધવામાં આવેલ છે.

How to File an eFir | E - FIR ફાઈલ કેવીરીતે કરવી?


Step 1 :Download Citizen first App
સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર માં થી Citizen first એપ્લિકેન ડાઉનલોડ કરી ને ઓપન કરો જેથી નીચે મુજબ ખુલશે 

 Step 2:
તેમાં Application પર ક્લિક કરો જે નીચે મુજબ દેખાશે.

STEP 4
APPLICATION મેન્યું પર ક્લિક કરવાથી નીચે મુજબ નું મેનુ ખુલશે જેમાં eFIR ( Vehicle / Mobile) પર ક્લિક કરો.
હવે જો તમે login કરેલ હશે તો આગળ ની પ્રોસેસ શરૂ થશે અને જો તમે login કરેલ નહી હોય તો નીચે મુજબ ની login સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારા યુઝર નેમ અને પાસવર્ડ થી લોગીન કરવાનું રહેશે. પરંતુ જો તમારી પાસે યુઝર નેમ અને પાસવર્ડ ન હોય તો Register Me બટન પર ક્લિક કરીને તમે તમારો યુઝર નેમ અને પાસવર્ડ બનાવી શકો છો 

મિત્રો જો તમારી પાસે યુઝર ફનેમ અને પાસવર્ડ નથી તો તમને કેવીરીતે યુઝર નેમ અને પાસવર્ડ બનાવવો તેની પણ માહિતી આપીશ  તો લોગીન સ્ક્રીન પર દેખાતા Regiater Me બટન પર ક્લિક કરવાથી નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે.જેમાં તમારે 
  • First Name ની સામે તમારું નામ
  • Middle Name ની સામે પિતાનું નામ
  • Last Name ની સામે અટક 
  • User name ની સામે તમે જે યુઝર નેમ રાખવા માંગતા હોવ એ અહી એન્ટર કરવું અને તે યુઝર નેમ તમને login karti વખતે પૂછશે તો શક્ય હોય તો username તમને સરળતાથી યાદ રહે તેવું રાખવું.
  • Password ની સામે પાસવર્ડ તમને તમે જે પાસવર્ડ બનાવવા માંગતા હોવ તે પાસવર્ડ એન્ટર કરો પરંતુ login karti વખતે તમને તે પાસવર્ડ પૂછશે તો શક્ય હોય તો તમને સરળતાથી યાદ રહે તેવું રાખવું.
  • Confirm Password ની સામે ઉપર એન્ટર કરેલ પાસવર્ડ જ એન્ટર કરવો.
  • Security Question ની સામે તમને your favourite place, Your Nick Name, your favourite Cricketer, વગેરે જેવા પ્રશ્નો ની લિસ્ટ દેખાશે જેમાં તમારે તમને યાદ રહે તેવો કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી ને તેનો જવાબ આપવાનો રહેશે.
  • Anshwer ની સામે ઉપર પસંદ કરેલ પ્રશ્નનો જવાબ લખો. જ્યારે તમે પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તેવા સમયે તમને આ અહી પસંદ કરેલ પ્રશ્ન પૂછવામાં આવશે જેનો તમે આહી આપેલ જવાબ તે સમયે આપશો તો તમારો ભુલાઈ ગયેલો પાસવર્ડ મળી જશે.
  • Email ID ની સામે તમારું કાર્યરત હોય તેવું ઇમેઇલ આઇડી આપો.
  • Mobile નંબર ની સામે તમારો હાલનો મોબાઈલ નંબર નાંખો. ત્યાર બાદ Get OTP પર ક્લિક કરો.જેથી કરીને તમારા આપેલ મોબાઇલ નંબર પર OTP આવશે.



તમને મળેલ OTP અહી એન્ટર કરો અને જો OTP રીસિવ ના થયો હોય તો Resend OTP પર ક્લિક કરો
OTP એન્ટર કર્યા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન દેખાશે જે દર્શાવે છે કે તમારું એકાઉન્ટ સફળતા પૂર્વક બની ગયું છે તો હવે Close બટન પર ક્લીક કરીને login સ્ક્રિન પર પહોંચી જશો. 

લોગીન સ્ક્રીન પર તમે રજી્ટ્રેશન વખતે પસંદ કરેલ યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરો. ત્યાર બાદ Login બટન પર ક્લીક કરો.
How-to-apply-an-eFir | e FIR 

લોગીન કર્યા બાદ તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં  Application પર ક્લીક કરો.અને Application પર ક્લીક કર્યા બાદ તમને નીચે મુજબ મેનુ દેખાશે જેમાં eFIR ( Vehicle / Mobile) પર ક્લિક કરો.



eFIR ( Vehicle / Mobile) પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ ની સ્ક્રિન દેખાશે જેમાં તમારે ઇ Agree પર ક્લીક કરીને તેની નીચે આપેલ વિકલ્પો ની પસંદગી કરવાની રહેશે. જેમકે, 
Theft Type માં જો વાહનચોરી ની ફરિયાદ કરવી હોય તો Vehicle અને જો મોબાઇલ ચોરી ની ફરિયાદ કરવી હોય તો Mobile પર ક્લીક કરો.ત્યારબાદ
 Accused is unknown ? તેના જવાબ માં  જો આરોપી અજાણ્યો હોય તો Yes પર ક્લીક કરો અને જો કોઈ જાણીતો જ આરોપી કે જેના પર તમને શક હોય તો No પર ક્લીક કરો.
No use of force / injury during incident? ના જવાબ માં જો ઘટના સમયે તમને ઇજા થઇ હોય તો Yes પર ક્લિક કરો અને જો કોઈ પણ પ્રકારની ઇજા ન થઈ હોય તો No પર ક્લીક કરીને  Submit બટન પર ક્લીક કરો. 
બસ મિત્રો તમારું કામ થઈ ગયું. હવે આ eFIR તમારા નજીક ના પોલીસ સ્ટેશન માં મળી જશે અને પોલિસ સ્ટેશન દ્વારા તમને સામેથી કોન્ટેક્ટ કરવામાં આવશે.



Downloads



Conclusion

તો મિત્રો આજની આ પોસ્ટ દ્વારા eFir શું છે અને તે તમે કેવીરીતે કરી શકો છો તેની તમામ માહિતી પૂરી પાડવા પ્રયાસ કરેલ છે આ પોસ્ટ માં દર્શાવેલ વિગતો ને આધારે તમે તમારો સમય અને પૈસા બચાવી શકો છો અને આ વેબસાઈટ પર તમને આવીજ તમામ સરકારી યોજનાઓની મેન્યુઅલ મળશે જે નો આપ બને તેટલો વધારે લાભ લો અને તમારા તમામ કોન્ટેક્ટ માં શેર કરો જેથી કરીને આ માહિતી વધારે માં વધારે લોકો સુધી પહોંચાડી શકાય અને આવીજ અત્યંત જરૂરી માહિતી ની સૌથી પહેલા અપડેટ મેળવવા માટે આમારા વોટ્સેપ અને ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ જેથી તમને તમામ આવનાર નવી યોજનાની જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને તેનું ફોર્મ કઇ રીતે ભરવું અને તમને લાભ મળે ત્યાં સુધી એટલેકે શરૂથી અંત સુધી n A to Z માહિતી મળી રહે. તમે નીચે આપેલ લિંક દ્વારા આમારી બંને ગ્રુપ માં જોઈન થઈ શકો છો. આભાર.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment