અકસ્માત સહાય યોજના - Accident sahay yojana

Akasmat Sahay Yojana અકસ્માત સહાય યોજના

નમસ્કાર મિત્રો,
અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે. તેમાં પણ ઘરની જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મૃત્યુ થાય તો આખું કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે. વાહનોની વધતી જતી સંખ્યા સાથે, રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો પીડિતોને પ્રથમ એક કલાક (ગોલ્ડન અવર) ની અંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઓછામાં ઓછા ૫૦% મૃત્યુદરને ટાળી શકાય છે. અકસ્માત પછી તાત્કાલિક (ગોલ્ડન અવર) એ પ્રથમ કલાક છે જેમાં 'ઇમરજન્સી મેડિકલ સારવાર' જરૂરી છે અને જો આવી કોઈ સારવાર ઉપલબ્ધ ન હોય અથવા અકસ્માત પછી તાત્કાલિક સારવાર આપવામાં ના આવે તો મોટા ભાગના અકસ્માતનો ભોગ બનેલાઓનું મૃત્યુ થાય છે. આ બાબત ધ્યાને લઇ ગુજરાતનાં કોઈ પણ વિસ્તારમાં થયેલા કોઈ પણ વાહન અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે નિશ્ચિત નાણાકીય મર્યાદામાં મફત તબીબી સારવાર મળી રહે અને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી.



Akasmat Sahay Yojana 


યોજનાનાનિયમો- Akasmat Sahay Yojana.: -


લાભાર્થી: -કોઇ પણ વ્યક્તિની નાણાંકીય પરિસ્થિતિ, રાજ્ય અથવા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર ગુજરાત રાજ્યની હદમાં થયેલ વાહન અકસ્માતનો ભોગ બનનાર તમામ ઇજાગ્રસ્તો.

યોજનાની રૂપરેખા અને લાભો: -


(૩.૧) વાહન અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્તને પ્રથમ ૪૮ કલાક દરમિયાન, બનાવ દીઠ રૂ. ૫૦,૦૦૦/- ની મફત સારવાર પ્રત્યેક ઇજાગ્રસ્ત દીઠ તાત્કાલિક મળવા પાત્ર રહેશે. આવા ઇજાગ્રસ્તોને પ્રથમ ૪૮ કલાક દરમ્યાન અપાયેલ તમામ સારવાર, ઓપરેશન વિગેરે માટેના ખર્ચ પૈકી રૂ. ૫૦,૦૦૦/-ની મર્યાદામાં વ્યક્તિદીઠનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સીધેસીધો હોસ્પિટલોને ચૂકવવામાં આવશે.

(૩.૨) ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ થયેલ વાહન અકસ્માતમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત તથા ખાનગી હોસ્પિટલો દ્વારા જેઓ ગુજરાતના રહેવાસી હોય કે અન્ય રાજ્યના રહેવાસી હોય કે અન્ય રાષ્ટ્રના હોય તેવા તમામ વ્યક્તિઓને રૂ. ૫૦,૦૦૦/-ની મર્યાદામાં વ્યકિત દીઠ મફત સારવાર મળવા પાત્ર રહેશે. તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

(૩.૩) ઇજાગ્રસ્તને વાહન અકસ્માત બાદના પ્રથમ ૪૮ કલાક સુધીની સારવાર નિયતદરે મફત મળવાપાત્ર રહેશે. જેમાં નીચે મુજબની જરૂરી સારવાર રૂ. ૫૦,૦૦૦/-ની મર્યાદામાં આપવાની રહેશે.

સમાવેશ થતી સારવાર:

   આ યોજનામાં અકસ્માત ના લીધે થયેલ લગભગ તમામ ઈજાઓ નો સમાવેશ થાય છે જે નીચે મુજબ છે.

a) ઇજાગ્રસ્ત ભાગનું ડ્રેસીંગ, સ્ટેબીલાઇઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઇઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર,
એકસ-રે, ઇજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઇ., અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ ટ્રાન્સફયુઝન વિગેરે.
6) માથાની ઇજાઓની સારવાર,
c) ઘનિષ્ઠ સારવાર એકમ (આઇ.સી.યુ.) માં સારવાર,
d) પેટ અને પેઢુની ઇજાની સારવાર.
e) તમામ પ્રકારની ઇજાઓની પ્રાથમિક અને જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સારવાર.

જે તે હોપિટલમાં સીટીસ્કેન કે જરૂરી અન્ય ડાયગ્નોસ્ટીક સેવા ઉપલબ્ધ ન હોય તો તે નજીકના અન્ય ડાયગ્નોસ્ટીક સેન્ટરની સેવાઓ મેળવીને સારવાર કરી શકશે. જેનુ ચૂકવણુ જે તે હોસ્પિટલે કરવાનું રહેશે અને તે અંગેના ખર્ચની રકમ બિલમાં સમાવેશ કરી શકશે. જેનું સારવારના નિયત દરોની મર્યાદામાં ચૂકવણુ કરવામાં આવશે.

કોઇ કિસ્સામાં આકસ્મિક સંજોગોમાં ઇજાગ્રસ્તની પરિસ્થિતિ ધ્યાને લઇ સ્ટેબીલાઇઝેશન કરનાર હોસ્પિટલ જો ઇજાગ્રસ્તની વધુ સારવાર માટે વધુ સુવિધા ધરાવતી હોસ્પિટલને રીફર કરે તો બન્ને હોસ્પિટલો દ્વારા પ્રથમ ૪૮ કલાક દરમ્યાન કરેલ સારવારનું ખર્ચ બન્ને હોસ્પિટલને તેઓએ કરેલ સારવારના પ્રમાણમાં નિયત દર મુજબ રૂ. ૫૦,૦૦૦/- વ્યક્તિદીઠની મર્યાદામાં મળવાપાત્ર થશે. પ્રથમ હોસ્પિટલે કેસ રીફર કરતી વખતે કરેલ સારવાર અને તેના નિયત દર મુજબની વિગત જે હોસ્પિટલને કેસ રીફર કર્યો હોય તેની રેફરલશીટમાં ઉલ્લેખ કરવાનો રહેશે. દા.ત. પ્રથમ હોસ્પિટલ દ્વારા રૂ. ૧૦,૦૦૦/-નો ખર્ચ નિયત દર મુજબ કરેલ છે અને જે હોસ્પિટલને કેસ રીફર કરેલ છે તે હોસ્પિટલને હવે રૂ. ૪૦,૦૦૦/-નો ખર્ચ નિયત દર મુજબ કરેલ સારવાર માટે મળવાપાત્ર થશે.

ઉપર દર્શાવેલ સારવાર માટે વિવિધ "પ્રોસિજર્સ"/ સારવારના દર સામેલ પરિશિષ્ટ-૧ મુજબ રહેશે.
વખતોવખત આ "પ્રોસિજર્સ"/સારવાર અને તેના દરોમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે, અનુભવના આધારે વધારાની "પ્રોસિજર્સ"/સારવારઉમેરવી અને દરોમાં વખતો-વખત સુધારા- વધારા કરવાની બાબત સરકારનાં પરામર્શમાં કરી શકાશે.

(૩.૪) ઇજાગ્રસ્તને ૪૮ કલાકથી વધુ સમય હોસ્પિટલમાં રાખવા પડે અથવા ૪૮ કલાકમાં  ૫૦,૦૦૦/-થી વધુ ખર્ચ થશે તો ઇજાગ્રસ્ત દ્વારા વધારાનો ખર્ચ જે તે હોસ્પિટલને પોતે ચૂકવવાનો રહેશે. જરૂરીયાત અનુસાર વધારે દિવસો સુધી સારવાર લેવાની થતી હોય તો ઇજાગ્રસ્તે પોતાની પસંદગી મુજબની હોસ્પિટલમાં જે તે ટ્રસ્ટ/ખાનગી હોસ્પિટલ/સરકારી હોસ્પિટલોના ધારાધોરણો મુજબનો ખર્ચ પોતે ભોગવવાનો રહેશે.

(૩.૫) ઇજાગ્રસ્ત જો રાજ્ય સરકારની મા અને મા વાત્સલ્ય યોજના અથવા અન્ય આરોગ્યલક્ષી યોજનાના લાભાર્થી હોય તો તે યોજના હેઠળ પણ વધારાની સારવાર લઇ શકશે.

(૩.૬) જે તે હોસ્પિટલે કરેલ સારવાર અંગેના ખર્ચનું બિલ હોસ્પિટલે સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે. ખાનગી હોસ્પિટલને બિલની ખરેખર ખર્ચ ની રકમ અથવા રૂ. ૫૦,૦૦૦/- બંનેમાંથી જે રકમ ઓછી હોય તેના વાજબીપણાની ચકાસણી કરી નિયત કરેલ દરોની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.

(૩.૭) હોસ્પિટલોએ અને ઇજાગ્રસ્તોએ વાહન અકસ્માતના નિયમોનું પાલન કરવાનું રહેશે. જે તે હોસ્પિટલે બનાવ અંગેની જાણ લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને તે અંગેનો એમ.એલ.સી. નંબર (મેડીકો લીગલ કેસ નંબર) ની વિગત બિલ સાથે રજૂ કરવાની રહેશે.

(૩.૮) ઇજાગ્રસ્તે, સરકારી / ટ્રસ્ટ / ખાનગી હોસ્પિટલમાં રૂ. ૫૦,૦૦૦/- સુધીની સારવાર પેટે હોસ્પિટલમાં કોઇ નાણાં ચુકવવાનાં રહેશે નહીં.(પ્રથમ ૪૮ કલાકના સમયગાળા માટે)

(૩.૯) સારવાર માટે ઇજાગ્રસ્તને આ યોજના હેઠળ રોકડમા કોઇ સહાય મળશે નહિ.

(૩,૧૦) હોસ્પિટલે ઇજાગ્રસ્ત પાસેથી નિયત મર્યાદા અને પ્રોસીજર્સ માટે કોઇ નાણાં લેવાના રહેશે નહીં અને તે અંગેનું બાંહેધરી પત્રક બિલ સાથે સંબંધિત જિલ્લાનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે.

(૩.૧૧) જે તે હોસ્પિટલ/હોસ્પિટલ્સ દ્વારા જે તે ઇજાગ્રસ્તને ૪૮ કલાકમા પૂરી પાડેલ પ્રોસીજર્સ/સારવાર અંગેનુ બિલ દિન-૧૦માં સંબંધિત જિલ્લાનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકને આ ઠરાવ સાથે સંલગ્ન બ્લેઇમ ફોર્મ, હોસ્પિટલે રજૂ કરવાનુ પ્રમાણપત્ર અને ઇજાગ્રસ્તનું તેઓ આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છે છે તેવુ સંમતિ પત્રક રજૂ કરવાનુ રહેશે. (૩.૧૨) હોસ્પિટલ દ્વારા રજૂ કરેલ બિલોનું ચુકવણું સંબંધિત અધિકારીએ કામકાજના ૩૦ દિવસમાં કરવાનું રહેશે.

(૩.૧૩) આ યોજના અન્વયે દાવા બાબતે સ્થાનિક કક્ષાએ બન્ને પક્ષે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે બાબત કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીને, પ્રશ્ન ઉપસ્થિત થાય તેનાં ૧૫ દિવસમાં રજુ કરવાનો રહેશે.

(૩.૧૪) યોજનાની અમલવારી દરમિયાન પડતી મુશ્કેલી, ફરિયાદો અને ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે જરૂરિયાત મુજબ જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવાની રહેશે.

(૩.૧૫) આ યોજનાની અમલવારી માટેનો જરૂરિયાત મુજબનો વહીવટી અને પ્રચાર પ્રસાર માટેનો ખર્ચ કરી શકાશે.

(૩.૧૬) આ યોજના તા. ૧૮/૫/૨૦૧૮ થી અમલમા આવશે.

જરૂરી ડોક્યુમન્ટ્સ અને યોજના નો લાભ લેવાની વિધિ.


સંમતિ પત્રક:- જે તે હોસ્પિટલે ઇજાગ્રસ્ત/ ઇજાગ્રસ્તના સગાઓ પાસેથી તેઓ આ અયોજનાનો લાભ લેવા ઇચ્છે છે તે પ્રમાણે નો પત્ર મેળવવાનો રહેશે અને તે કલેઇમ ફોર્મ સાથે રજુ કરવાનો રહેશે.( તમામ ડોક્યુમેન્ટ હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવશે દર્દી નાં સગાએ હોસ્પિટલ માં જણાવવું પડશે કે તેઓ અકસ્માત સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છે છે જેથી તમામ ડોક્યુમન્ટ હોસ્પીટલ દ્વારા તૈયાર કરવામાં આવશે.)


Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment