Free Government Hostel | સરકારી હોસ્ટેલ 2022-23

Free Government Hostels in Gujarat

 નમસ્કાર મિત્રો  આજે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક, અનુસુચિત જાતી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર  દ્વારા વર્ષ  ૨૦૨૧-૨૨ માં અનુસુચિત જાતી માટે નીચે પ્રમાણે શૈક્ષણિક વિકાસ માટે નિવાસી સગવડો  એટલેકે અનુસુચિત જાતી ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને મળતી  ફ્રીFree Government Hostel | સરકારી હોસ્ટેલ, તમામ હોસ્ટેલ ની ચર્ચા કરીશું. તદ ઉપરાંત અનુસુચિત જ્ઞાતિ ના બાળકો ને લગતી જે - યોજનાઓ e samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ  પોર્ટલ ) પર ચાલી રહી છે. આ પોસ્ટ માં આજે આપને તે તમામ યોજનાનો પ્રાથમિક ખ્યાલ (Overview)  મેળવીશું ત્યારબાદ ક્રમશ: તે તમામ યોજનાઓ વિષે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને ફોર્મ ભરવા સુધી  A to Z માહિતી મેળવીશું.  તો હાલ માં ચાલતી અનુસુચિત જાતી (Scheduled Cast-  S.T) માટેની શૈક્ષણિક વિકાસ માટે નિવાસી સગવડો (Free Government Hostel | સરકારી હોસ્ટેલ ) યોજના નું લીસ્ટ  નીચે મુજબ છે  

Free Government Hostel | સરકારી હોસ્ટેલ 2022-23
Free Government Hostel | સરકારી હોસ્ટેલ 2022-23






શૈક્ષણિક વિકાસ માટે નિવાસી સગવડો (Free Government Hostel | સરકારી હોસ્ટેલ  )

(૧) સુબેદાર રામજી આંબેડકર ગ્રા. ઇ.એ. છાત્રાલયો

(૨) ર્ડા. આંબેડકર સરકારી છાત્રાલયો

(૩) શ્રી જુગતરામ દવે આશ્રમશાળા

(૪) મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળાઓ

(૫) સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય,


             તો મિત્રો હાલના સમય માં જયારે આ પોસ્ટ થઇ રહી છે ત્યારે અનુસુચુત જતી ના બાળકો કે જે પોતાના અભ્યાસ માટે પોતાના ઘરેથી દૂર રહેછે તેમના માટે ઉપરોક્ત ૫ (પાંચ ) હોસ્ટેલ એટલેકે નવાસી સેવાઓ માટેની શાળાઓ સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવવા માં  આવે છે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનો ટૂંકો ખ્યાલ આ પોસ્ટ દ્વારા મેળવીશું અને ત્યાર બાદ આ તમામ યોજનાની વિસ્તુત માહિતી પણ મેળવીશું અને આવનારી વિસ્તૃત માહિતી ની અપડેટ માટે અમારા whatspp ગ્રુપ તથા આમારા Telegram ગ્રુપ ને જોઈન કરી લો. તો આવો યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ. 

   

- Subedar Ramji Ambedkar Governmet Hostel | સુબેદાર રામજી આંબેડકર ગ્રા. ઇ.એ. છાત્રાલયો


    રાજયમાં સ્વેચ્છીક સંસ્થાઓ મારફતે ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે ૫૮૭ છાત્રાલયો ચાલે છે. જેમાં સરકાર તરફથી અનુદાન ચુકવવામાં આવે છે. વિધાર્થી દીઠ નિભાવ ખર્ચ માટે રૂ. ૨૧૬૦/ આપવામાં આવે છે. હાલમાં ૨૫૦૪૯ વિધાર્થીઓ લાભ લઈ રહ્યા છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ।. ૧,૫૦,૦૦૦/– જ્યારે કન્યા માટે આવક મર્યાદા નથી.

- Dr. Ambedkar Governmet Hostel | ર્ડા. આંબેડકર સરકારી છાત્રાલયો


    ધોરણ ૧૧ - ૧૨ થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમ માટે રહેવા જમવાની વિના મુલ્યે સગવડો આપવા માટે રાજય સરકાર ધ્વારા કુલ ૮૧ સરકારી છાત્રાલયો ચલાવવામાં આવે છે. જેમાં કુમાર માટે ૪૮ છાત્રાલયો અને કન્યાઓ માટે ૩૩ છાત્રાલયો ચલાવવામાં આવે છે. હાલમાં આ તમામ છાત્રાલયો મળી કુલ ૬૨૪૦ વિદ્યાર્થીઓ ક્ષમતા છે, કુમારને પ્રવેશ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ અને કન્યાઓ માટે આવક મર્યાદા નથી.

- Shri Jugatram Dave Ashram Shala Governmet Hostel  | શ્રી જુગતરામ દવે આશ્રમશાળા



                        ધો ૧ થી ૮ ના વિધાર્થીઓને રહેવા જમવા અને ભણવાની સગવડો એક જ કેમ્પસમાં મળી રહે તે
સારૂ ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે ૮૮ આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. હાલમાં ૧૦૫૭૬ વિધાર્થીઓ લાભ લઇ રહયા છે. આશ્રમશાળાઓમાં સ્માર્ટ સ્કુલ ઇ-લર્નીંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.

- Mama Saheb Fadke Adrsh Nivashi Shala Governmet Hostel  | મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળાઓ


    ધો ૯ થી ૧૨ના વિધાર્થીઓ માટે ૨૮ આદર્શ નિવાસી શાળાઓ રાજય સરકાર ધ્વારા ચલાવવામાં આવે છે. જેમાં મેરીટના ધોરણે માન્ય સંખ્યા મુજબ પ્રવેશ આપવામાં આવે છે. તેઓને રહેવા જમવા અને ભણવાની તમામ સવલતો વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. હાલમાં આ તમામ નિવાસી છાત્રાલયો મળી કુલ ૪૪૦૦ વિદ્યાર્થીઓ ક્ષમતા છે.

- Swami Vivekanand Samras Chhatralay Governmet Hostel  | સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય | Samras Hotel


    વિધાર્થીનીઓને રહેવા-જમવા માટે અતિ આધુનિક સુવિધા ધરાવતા છાત્રાલયો બાંધવાનો સંકલ્પ તત્કાલિન માન.મુખ્યમંત્રીશ્રી અને હાલના માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આ સંકલ્પને સિધ્ધ કરવા માટે પ્રાથમિક તબકકે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, આણંદ, ભુજ, જામનગર, હિંમતનગર, પાટણ ખાતે સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૦ સ્થળે ૨૦ સમરસ છાત્રાલયો ચલાવવામાં આવે છે. હાલમાં આ તમામ છાત્રાલયો મળી ૧૩૦૦૦ વિધાર્થીઓની ક્ષમતા છે.



How to Apply?


(અરજી ક્યાં કરવી?)

  મિત્રો ઉપરોક્ત Free Government Hostel | સરકારી હોસ્ટેલ માટે તમે અરજીઓ તમે બે પોર્ટલ દ્વારા કરી શકો છો. જે નીચે મુ જબ છે.


૧. ડિજીટલ ગુજરાત પોર્ટલ અને 
૨. Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal 
  ( ઈ સમાજ કલ્યાણ  પોર્ટલ ) 



E samaj Kalyan Office Address

કચેરીનું સરનામું 

સરનામું: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. ૪, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત.

કોન્ટેક્ટ નંબર: ૦૭૯-૨૩૨૫૩૨૨૯, ૦૭૯-૨૩૨૫૩૨૩૫

ઈમૈલ એડ્રેસ: dir-dscw@gujarat.gov.in

Conclusion


આમ.નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન Free Government Hostel | સરકારી હોસ્ટેલ  યોજનાઓની યાદી ઉપર મુજબ છે જેનો મહત્તમ લાભ લોકો સુધી પહોચે એ અમારો હેતુ છે. તો આપ ને માહિતી સારી લાગી હોય તો આ યોજના ને શેર કરો અને આવનારી નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને તેલેગ્રામ ગ્રુપ માં જોડવ. આભાર.

Group Links:

આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.

WhatApp Groupનવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.

TeleGram Group નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો

Youtube Chennelઆ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો

જો તમને માહિતી સારી લાગી હોય તો આ પોસ્ટ ને શેર કરો .


Whatsapp
    Blogger Comment
    Facebook Comment