SC Cast goverment Scheme e-samaj-kalyan | અનુસુચિત જાતી યોજના નું લીસ્ટ ઈ -સમાજ કલ્યાણ
નમસ્કાર મિત્રો આજે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક, અનુસુચિત જતી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં અનુસુચિત જાતી માટે નીચે પ્રમાણે શૈક્ષણિક યોજનાઓ e samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર ચાલી રહી છે. આ પોસ્ટ માં આજે આપને તે તમામ યોજનાનો પ્રાથમિક ખ્યાલ (Overview) મેળવીશું ત્યારબાદ ક્રમશ: તે તમામ યોજનાઓ વિષે જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લઈને ફોર્મ ભરવા સુધી A to Z માહિતી મેળવીશું. તો હાલ માં ચાલતી અનુસુચિત જાતી (Scheduled Cast- S.T) માટેની શૈક્ષણિક યોજનાઓ યોજના નું લીસ્ટ નીચે મુજબ છે .
SC Cast goverment Scheme e-samaj-kalyan | અનુસુચિત જાતી યોજના નું લીસ્ટ ઈ -સમાજ કલ્યાણ |
અનુસુચિત જાતી (Scheduled Cast- S.T) માટેની શૈક્ષણિક યોજનાઓ યોજના નું લીસ્ટ
1. પ્રિ. એસ.એસ.સી. શિષ્યવૃત્તિ (ધો. ૧ થી ૧0) | Pre S.S.C Scholership
સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ / આશ્રમશાળા તથા ખાનગીશાળાઓમાં ભણતા ૧ થી ૫ ધોરણના કુમાર અને કન્યાઓને રૂા. ૭૫૦/-, જ્યારે ધો. ૬ થી ૮ના કુમારને રૂ।. ૭૫૦/-, ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરતી કન્યાઓને રૂા. ૧૦૦૦/- અને જ્યારે ધો. ૯ થી ૧૦માં રૂા. ૧૦૦૦/- અભ્યાસ કરતા કુમાર અને કન્યાઓને વાર્ષિક શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.
-આ યોજનાનો લાભ કઈ રીતે લેવો?
આ યોજના લો લાભ લેવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની જરૂર નથી. જે તમામ પ્રક્રિયા શાળામાં કરવામાં આવશે
2. ભારત સરકારની પ્રિ. એસ.એસ.સી શિષ્યવૃતિ.(GOI) (ધો. ૯ થી ૧૦) | Pre S.S.C Scholership (Government of India)
ધોરણ. ૯ થી ૧૦ના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની શિષ્યવૃત્તિમાં ડેસ્કોલરને
વાર્ષિક રૂ. ૩૫૦૦ અને હોસ્ટેલર વાર્ષિક રૂ. ૭૦૦૦ દરે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, વાર્ષિક
આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે.
-આ યોજનાનો લાભ કઈ રીતે લેવો?
આ યોજના લો લાભ લેવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની જરૂર નથી. જે તમામ પ્રક્રિયા શાળામાં કરવામાં આવશે.
3.સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અભ્યાસ માટે (ફ્રી શીપ કાર્ડ યોજના) :
ધોરણ ૧૨ પછીના ઉચ્ચ અભ્યાસની સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળે તેવા ઉમદા હેતુસર “ફ્રિશીપ” કાર્ડ આપવામાં આવે છે, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ છે.
4. પંસદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક સહાય | Financial Help Sahay Scheme
સૈનિક સ્કુલ (બાલાસડી, જામનગર, ગુજરાત), મહિલા સૈનિક સ્કુલ(ખેરવા, મહેસાણા, ગુજરાત), દૂન સ્કુલ(દહેરાદુન) સોફીયા સ્કુલ(આબુ), મેરી સ્કુલ(અજમેર), જેવી ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે અનુસુચિત જાતિના ધોરણ-૮ કે ધોરણ-૧૧માં (ખેરવા,જામનગરમાં ધોરણ-૬ માટે) વિધાર્થીઓને પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા રૂ.૫૦,૦૦૦/ સુધીની આર્થિક સહાય (ફક્ત એકવાર) આપવામાં આવે છે.
5. સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલ વાલીઓના પ્રી. એસ.એસ.સી.માં અભ્યાસ કરતાં બાળકોને
મુનિ મેતરાજ શિષ્યવૃતિ) (GOI):- (ધો- ૧ થી ૧૦) સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલ વાલીઓના બાળકોને ભારત સરકારની યોજના પ્રમાણે ધો ૧ થી ૧૦ ડેસ્કોલરને વાર્ષિક રૂ.૩૫૦૦ અને હોસ્ટેલરને ધો. ૩ થી ૧૦ માં વાર્ષિક રૂ.૮૦૦૦ દરે. શિષ્યવૃત્તિ દરે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.
6.ભગવાન બુધ્ધપોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃતિ | Bhagwan Buddh Scholership
એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.૨૫૦૦/- થી રૂ.૧૩૫૦૦/- સુધીની શિષ્યવૃતિ જુદા જુદા ગ્રુપ A, B, C અને Dના અભ્યાસક્રમો મુજબ આપવામાં આવે છે, તથા માન્ય શિક્ષણ ફી તથા માન્ય નોન રીફન્ડેબલ ફી ચુકવવામાં આવે છે. માત્ર અનુસૂચિત જાતિની કન્યાઓને આ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા નથી.
7. સરસ્વતી સાધના યોજના | Saraswati Sadhna Yojana.
(સાયકલ સહાય) અનુસૂચિત જાતિની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી, કન્યાઓના અભ્યાસમાં સમયની બચત થાય, પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી અંતરના બાધ સિવાય શાળાએ જવા-આવવા માટે સરકારશ્રીના ખર્ચે સાયકલો આપવામાં આવે છે.
8. ત્રણ જોડી ગણવેશ માટે સહાય | 3 Jodi Uniform Yojana
ધો ૧ થી ૮ ના અનુ.જાતિના વિધાર્થીઓને ગણવેશ સહાય પેટે રૂ.૯૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ માટે આવક મર્યાદા નથી.
-આ યોજનાનો લાભ કઈ રીતે લેવો?
આ યોજના લો લાભ લેવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની જરૂર નથી. જે તમામ પ્રક્રિયા શાળામાં કરવામાં આવશે.
9. વિજ્ઞાન પ્રવાહ | સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયઃ
ગુજરાત માધ્યમિક બોર્ડમાં ધો.૧૦ માં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધો. ૧૧ સામાન્ય પ્રવાહમાં દાખલ થનાર વિધાર્થીઓને મેરીટના ધોરણે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય માટે ધો. ૧૧ માં રૂ.૮૦૦૦/- અને ધો. ૧૨ માં રૂ. ૪,૦૦૦/- આપવામાં આવે છે.
જયારે વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત માધ્યમિક બોર્ડમાં ધો.૧૦ માં ૭૦ ટકા (૬૯.૫૦ ટકાના લાભ સાથે) કે તેથી વધુ ગુણ મેળવનાર ને ધો. ૧૧માં રૂ. ૧૫,૦૦૦/- અને ધો-૧૨ માં રૂ.૧૫૦૦૦/- સહાય આપવામાં આવે છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખની છે.
10. ભોજન બીલ સહાય | Hostel Bhojan Bill Yojana
કોલેજ સાથે સંકળાયેલા છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દર મહિને રૂ.૧૫૦૦/- (૧૦ માસ સુધી) આપવામાં આવે છે. આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ છે.
આ યોજનાની જાહેરાત વખતો વખત Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર થતી હોય છે જે તમને આ પોસ્ટ દ્વરા જણાવવામાં આવશે.
(૧૧) મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમ.ફીલ અને પી.એચ. ડી શિષ્યવૃતિ યોજના | Phd Scholership | M Phil Scholership Yojana
એમ.ફીલના વિધાર્થીઓને માસિક રૂ. ૨૫૦૦ના દરે ૧૦ માસ સુધી અને પી.એચ.ડીના વિધાર્થીઓને વાર્ષિક રૂ. ૧,૦૦,૦૦૦/- સુધી ફેલોશીપ(થિસીસની નકલ આપવાના શરતે) આપવામાં આવે છે. આ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે.
આ યોજનાની જાહેરાત વખતો વખત Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર થતી હોય છે જે તમને આ પોસ્ટ દ્વરા જણાવવામાં આવશે.
(૧૨) કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન | Commercial Pilot Loan Scheme
અનુસૂચિત જાતિના વિધાર્થીઓને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે આર્થિક મદદ કરવા માટે રૂ.૨૫.૦૦ લાખ લોન ૪ ટકા ના વ્યાજના દરે આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.
(૧૩) ર્ડા.આંબેડકર વિદેશ અભ્યાસ લોન | Foreign Education Scheme
અનુસૂચિત જાતિના તેજસ્વી વિધાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદરૂપ થવા ૧૫.૦૦ લાખની લોન ૪ % ના વ્યાજના દરે આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી.
(૧૪) મેડીકલ / એન્જીનિયરીંગ/ ડિપ્લોમાના વિધાર્થીઓને સાધન ખરીદવા સહાય | Medial, Engineering, Diploma Sadhan Sahay yojana.
મેડિકલ એન્જીનિયરીંગ, ડિપ્લોમાના વિધાર્થીઓને અભ્યાસક્રમના સાધનો ખરીદવાની સહાય આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ છે.
• જેમાં મેડીકલના વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૦૦૦૦/
• ડીગ્રી એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે રૂ. ૮૦૦૦|
• ડિપ્લોમાના વિધાર્થીઓ માટે રૂ. ૩૦૦૦/- સહાય પ્રથમ વર્ષે આપવામાં આવે છે.
આ યોજનાની જાહેરાત વખતો વખત Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ) પર થતી હોય છે જે તમને આ પોસ્ટ દ્વરા જણાવવામાં આવશે.
(૧૫) “વંદનીય સંતશ્રી વાસિયા દાદા” અતિ પછાત જાતિના વિધાર્થીઓને શિષ્યવૃતિ :
અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિઓના કુમાર/ કન્યાઓને ધોરણ ૧ થી ૮માં રૂ.૧૦૦૦/ વાર્ષિક અને ધોરણ ૯ થી ૧૦ માં રૂ. ૧૫૦૦/- વાર્ષિક શિષ્યવૃત્તિ ચૂવવામાં આવે છે. આ માટે કોઈ આવક મર્યાદા નથી.
(૧૬) “છત્રપતિ શાહુજી મહારાજ" ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને ઇનામ:
રાજ્યકક્ષાએ ધોરણ ૧૦ માં પ્રથમ ક્રમે આવનારને રૂ. ૪૧,૦૦૦/-,બીજા ક્રમે આવનારને
રૂ.૨૧,૦૦૦/- અને ત્રીજા ક્રમે આવનારને રૂ.૧૧,૦૦૦/- આપવામાં આવે છે. જયારે રાજ્યકક્ષાએ ધો-૧૨ માં ચારેય પ્રવાહમાં પ્રથમ આવનાર રૂ.૩૧,૦૦૦/-, બીજા ક્રમે આવનારને રૂ.૨૧,૦૦૦/- અને ત્રીજા ક્રમે આવનારને રૂ.૧૧,૦૦૦/- આપવામાં આવે છે. તદઉપરાંત જિલ્લાકક્ષાએ ધો.૧૦ અને ધો.૧૨(સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) માં પ્રથમ ક્રમે આવનારને રૂ. ૬,૦૦૦/-, બીજા ક્રમે આવનારને રૂ.૫,૦૦૦/- અને ત્રીજા ક્રમે આવનારને રૂ.૪,૦૦૦/- ના ઈનામ આપવામાં આવે છે.
(17) આઈ. ટી. આઈ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમો માટે શિષ્યવૃતિ:
આઇ.ટી.આઇ અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિઓના વિધાર્થીઓને માસિક રૂ.૪૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ યોજનાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
(૧૮) JEE, GUJCAT, NEETના કોચીંગ માટે સહાય | JEE, Gujcat, Neet Coaching Sahay
IIM, CEPT, NIFT, NLU જેવી ઓલ ઇન્ડીયા લેવલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા આપવાની થતી પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તેમજ વિવિધ પ્રકારની વર્ગ-૧ થી ૩ ની ભરતી પરીક્ષાઓના કોચીંગ માટે રૂ.૨૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે.
How to Apply?
(અરજી ક્યાં કરવી?)
મિત્રો ઉપરોક્ત અરજીઓ તમે બે પોર્ટલ દ્વારા કરી શકો છો. જે નીચે મુ જબ છે.
૧. ડિજીટલ ગુજરાત પોર્ટલ અને
૨. Gujarat's Social Justice & Empowerment Department'S e-samaj kalyan poratal
( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ )
E samaj Kalyan Office Address
કચેરીનું સરનામું
સરનામું: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. ૪, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત.
કોન્ટેક્ટ નંબર: ૦૭૯-૨૩૨૫૩૨૨૯, ૦૭૯-૨૩૨૫૩૨૩૫
ઈમૈલ એડ્રેસ: dir-dscw@gujarat.gov.in
Conclusion
આમ.નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન યોજનાઓની યાદી ઉપર મુજબ છે જેનો મહત્તમ લાભ લોકો સુધી પહોચે એ અમારો હેતુ છે. તો આપ ને માહિતી સારી લાગી હોય તો આ યોજના ને શેર કરો અને આવનારી નવી યોજનાની માહિતી માટે અમારા વોટ્સેપ અને તેલેગ્રામ ગ્રુપ માં જોડવ. આભાર.
Group Links:
આવનારી નવી યોજનાની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે નીોચે આપેલ લીંક દ્વારા અમારા ગ્રુપ માં જોઈન થાવ.
નવી યોજનાની અપડેટ માટે અમારા WhatsApp ગૃપમાં જોડાઓ અહી ક્લિક કરો.
નવી યોજનાની અપડેટ માટે અમારા Telegram ગૃપમાં જોડાઓ
અહી ક્લિક કરો
આ તમામ યોજનાઓ લાઇવ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા
અહી ક્લિક કરો
Blogger Comment
Facebook Comment